500 વીઘા જમીનમાં આ પટેલ ખેડૂતભાઈએ ખેતી કરવાને બદલે એવું કામ કર્યું કે, જાણીને દંગ રહી જશો…

Share post

સામાન્ય રીતે જંગલ કુદરતી હોય છે પણ ગુજરાતમાં આવેલ મહેસાણામાં મેન મેઈડ(માનવ સર્જિત) જંગલ છે. આ જંગલ ખુબ વિશાળ તો નથી પરંતુ નાનું પણ નથી. આ જંગલ ફક્ત એક વ્યક્તિની મહેનતે વિકસ્યું છે. જ્યાં હજારો પ્રાણીઓ તથા પક્ષીઓ તો છે પરંતુ એની સાથે જ કુદરતી નજારાને માણવા લોકો જંગલ સફારી માટે પણ અહીં દોડી આવે છે ત્યારે જુઓ કેવું આ મેન મેઈડ જંગલ…

જીતુભાઈ પટેલ એક એવા પ્રકૃતિ પ્રેમી છે કે, જેણે કુલ 1%  વન ધરાવતા મહેસાણામાં કુલ 500 વિઘા જમીનમાં મેન મેઈડ જંગલ ઉભું કર્યું છે. હાલનાં સમયમાં લોકો જંગલો કાપી રહ્યા છે. જંગલોનો વિનાશ કરી રહ્યા છે. એવા સમયમાં આ વ્યક્તિએ જાત મહેનતે સાબરમતી નદીનાં કાંઠે એક આખું જંગલ ઉભું કરી દીધું છે. આ જંગલમાં તેઓએ કુલ 2.5 લાખ વૃક્ષો વાવ્યા છે તથા ઉછેર પણ કર્યો છે. જીતુભાઈએ અહીં ફક્ત મોજ-શોખ માટે નહી પણ હજારો પશુ-પક્ષી તથા જંગલી પ્રાણીઓને નવજીવન આપવા માટે આ જંગલ બનાવ્યું છે. આટલું જ નહીં પરંતુ લોકો જંગલની અગત્યતા એની માટે કોતરોની વચ્ચે ઉબળ-ખાબળ રોડ પર પર જંગલ સફારીની પણ શરૂઆત કરી છે.  ​

જંગલી પ્રાણીઓ-પક્ષીઓ માટે કુલ 10 જેટલા ચેકડેમ બનાવ્યા :
આ મેન મેઈડ જંગલ ખાસ એટલા માટે છે કે, અહીં જીતુભાઈએ જંગલી પ્રાણીઓ તથા પક્ષીઓ માટે કુલ 10 જેટલા ચેકડેમ બનાવવામાં આવ્યાં છે. જ્યારે પણ પાણીની અછત પડે એટલે ટ્યૂબવેલની મદદથી એ ચેકડેમમાં પાણી ભરી દેવામાં આવે છે. જેને લીધે કુલ 500 વીઘામાં ફેલાયેલ જંગલમાં રહેતા હરણ, અજગર, ઝરખ, સહિત કેટલાંક પ્રાણીઓ તથા પક્ષીઓને પુરતું પાણી મળી રહે છે. ચેકડેમના કાંઠે વનરાજી પણ લીલીછમ ખીલી ઉઠે છે.

દેશનું સૌપ્રથમ ઓક્સિજન પાર્કની શરૂઆત કરવાનો શ્રેય જીતુભાઈને ફાળે :
આપને જણાવી દઈએ કે, જીતુભાઈ પટેલ વિસનગરનાં પ્રખ્યાત ઉદ્યોગપતિ છે પણ પ્રકૃતિ પર વિશેષ પ્રેમ હોવાને લીધે તેઓ વર્ષોથી પ્રકૃતિના સંવર્ધન તથા સંરક્ષણનું કામ કરી રહ્યા છે. એમના આ પ્રકૃતિ પ્રેમને જોતાં રાજ્ય સરકાર દ્વારા ગ્રીન એમ્બેસેડર તરીકેની નિમણૂક કરવામાં આવી છે. એવું કહી શકાય કે દેશનું સૌપ્રથમ ઓક્સિજન પાર્કની શરૂઆત કરવાનો શ્રેય જીતુભાઈના ફાળે જાય છે.

જીતુભાઈના મત પ્રમાણે, આપણે ત્યારે જ આ ધરતી પર જીવીત રહી શકીશું. જ્યારે આપણે કુદરતની સાથે પણ બેલેન્સ રાખી શકીશું એટલે કે, જંગલો જ કાપી નાખીશું તો માનવતા પણ ભૂસાતા વાર નહીં લાગે. જીતુભાઈ ઈચ્છે તો અહીં ખેતીલાયક જમીન બનાવી શક્યા હોત પરંતુ એમણે અહીં પ્રકૃતિને જીવાડવાનું કામ કર્યું છે. જે કામને અમે બિરદાવીએ છીએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…