પશુપાલકો આ રીતે રાતોરાત થઇ રહ્યા છે માલામાલ, ભયંકર મંદી વચ્ચે પણ પશુપાલકોમાં ખુશીનો માહોલ

Share post

કોરોના વચ્ચે અને આર્થિક મંદી વચ્ચે પણ લોકો પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. હાલ કોરોના અને મંદી વચ્ચે મોટાભાગના ધંધાઓ બંધ થઇ ગયા છે, અને હાલના સમયમાં મરતા મરતા ચાલી રહ્યા છે. લોકો આખો મહિનો કામ કરે તેમ છતાં અડધા મહિનાનો જ પગાર મળે તેવી ભયંકર પરિસ્થિતિ ઉભી થઇ છે. તો આવા કપરા સમય વચ્ચે તો સમાન્ય માણસ ખુબ જ ચિંતામાં છે. પરંતુ એકબાજુ અહિયાં પશુપાલકોમાં ખુશીનો માહોલ જામ્યો છે.

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. ગામડામાં મોટાભાગે 2 જ પ્રકારના વ્યવસાય જોવા મળે છે. પ્રથમ તો ખેતી તેમજ બીજું તો પશુપાલન. ખેતીમાંથી મોટાભાગનાં ખેડૂતો ઉંચી કમાણી કરી રહ્યાં છે. આની સાથે જ મહિલાઓ પણ પશુપાલનમાંથી ઉંચી કમાણી કરી રહી છે. મોટાભાગનાં પશુપાલકો દુધાળા પશુઓનો ઉછેર કરી પશુઓના દૂધનું વેચાણ કરીને બમણી આવક મેળવી રહ્યાં છે.

હાલના અમુક પશુપાલકો દૂધનું વેચાણ કરીને પણ લાખોપતિ બની ગયાં છે ત્યારે હાલમાં પણ પશુપાલનના વ્યવસાયને લઈ જ એક અગત્યની જાણકારી સામે આવી રહી છે. હાલમાં રાજ્યમાં આવેલ કચ્છનાં પશુપાલકોને લઈ એક જાણકારી સામે આવી રહી છે. ઊંટડીનાં દૂધને ઔષધીય માનવામાં આવે છે. ડાયાબિટીસ, બ્લડપ્રેશર તથા કેન્સર જેવી બીમારીમાં ઊંટડીનું દૂધ અકસીર દવા તરીકે ઉપયોગી થઈ રહ્યું છે. જેને લીધે માર્કેટમાં ઊંટડીના દૂધની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે.

કચ્છમાં ઊંટની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો હતો. કચ્છમાં વર્ષ 2012માં ઊંટની સંખ્યા કુલ 7,967 હતી. જે વર્ષ 2019માં ઊંટની ગણતરીમાં ઊંટ સખ્યામાં વધારો જોવા મળ્યો છે. કુલ 23 વર્ષમાં પહેલી વાર કચ્છમાં ઊંટની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં કચ્છમાં કુલ 9,042 ઊંટની સંખ્યા થઇ ગઇ છે. કચ્છમાં ઊંટના સંવર્ધનની સાથે જ ઊંટ પાલકોને આર્થિક લાભ પણ થઇ રહ્યો છે.

એક સમયે માલધારી ઊંટનું વેચાણ કરીને બીજા વ્યવસાય બાજુ વળ્યા હતા. હાલમાં સમય બદલાઈ ગયો છે. કચ્છના માલધારી ફરીવાર ઊંટનો ઉછેર કરી રહ્યા છે. લોકો પણ ગુણકારી ઊંટડીનું દૂધ પી રહ્યા છે તથા માર્કેટમાં પણ ઊંટડીના દૂધની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. ખેતી અને પશુપાલન એવો વ્યવસાય છે કે, જેમાં સમય જતા તેમાં પણ પરિવર્તન લાવવું જોઈએ. જેના કરને આવક અને ઉત્પાદનમાં પણ ઘણો ફાયદો જોવા મળે છે. હાલના સમયમાં સમગ્ર રાજ્ય સહીત દેશમાં સફળ ખેડૂતો અને પશુપાલકોની સંખ્યા વધી રહી છે, તેનું એકમાત્ર કારણ છે કે, આ દરેક લોકો ટેક્નોલીજી અને સમયની સાથે બદલતા આવ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post