September 25, 2020

પશુઓનું છાણ બની શકે છે ઉંચી કમાણીનું શ્રેષ્ઠ સાધન, છાણના આવા ઉપયોગથી થઇ રહી છે લાખોની કમાણી

Share post

છાણનો વપરાશ ગામડાના લોકો વધુ કરતાં હોય છે. શહેરમાં રહેતાં લોકોને એનો ઉપયોગ કરવો વધુ પસંદ નથી હોતો. એના ઉપયોગમાં જોઈએ તો એમાંથી છાણા બનાવવા સિવાય ખાતર તથા  બાયોગેસ પણ બનાવવામાં આવે છે. ઘણાં લોકો સારી રીતે જાણતા પણ હશે પરંતુ શું તમે સાંભળ્યું છે કે, તેમાંથી લાકડા પણ બનાવવામાં આવે છે. આજે અમે આપને છાણમાંથી બનેલ લાકડા, કુંડા તથા અગરબત્તી વિષે જણાવીશું, કે કેવી રીતે છાણ તમારી કમાણીનું શ્રેષ્ઠ સાધન બની શકે છે.

મથુરા કોલોનીમાં આવેલ બાબા મગની રામ ગૌશાળામાં નિસ્વાર્થ પશુ સેવા સોસાયટીનાં લોકો છાણમાંથી લાકડા બનાવે છે તેમજ અલ્હાબાદ જીલ્લામાં આવેલ કોડીહાર બ્લોકનાં શ્રીગવેરપુરમાં આવેલ બાયોવેદ કૃષિ પ્રોદ્યોગિકી તેમજ વિજ્ઞાન શોધ સંસ્થામાં છાણમાંથી બનાવી શકાતા વિવિધ ઉત્પાદનો બનાવવાની તાલીમ આપવામાં આવે છે. ઉત્તર પ્રદેશ જ નહિ પરંતુ અન્ય રાજ્યોના પણ કેટલાંક લોકો પણ આ તાલીમ લઇ ગયા છે.

ત્યાંના વ્યવસ્થાપક નિર્દેશક ડો. હિમાંશુ ત્રિવેદી જણાવતાં કહે છે કે, અમારે ત્યાં છાણમાંથી લાકડું બનાવાય છે તેમજ અન્ય લોકોને એની તાલીમ પણ આપવામાં આવે છે. એને ગોકાષ્ઠ કહેવામાં આવે છે. એમાં એકમડ ઉમેરવામાં આવે છે, જેથી એ વધારે સમય સુધી સળગી રહે છે તથા ગોકાષ્ઠ બાદ હવે છાણમાંથી બનાવવામાં આવેલ કુંડા પણ ખુબ જ જાણીતાં બન્યાં છે. અહી છાણમાંથી કુંડા બનાવ્યા બાદ એની પર લાખનું કોટિંગ કરવામાં આવે છે તેમજ એ ખુબ જ  પ્રભાવશાળી હોય છે.

જો, આપ કોઈ નર્સરી માંથી ઘરે રોપવા માટે કોઈ પણ છોડ લાવી રહ્યાં છો તો એ પ્લાસ્ટિકની થેલીમાં આપવામાં આવે છે. જો એ થેલીને દુર કરી દેવામાં થોડી પણ બેદરકારી થઇ તો છોડનાં મૂળ ઘણાં ખરાબ થઇ શકે છે તેમજ એ  છોડ સારી રીતે વિકાસ પામી શકતો નથી. આવી પરીસ્થિતિથી બચવા માટે છાણનાં કુંડા ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. અહી આ કુંડાને મશીનમાં તૈયાર કરવામાં આવે છે. આ કુંડામાં સામાન્ય કુંડાની જેમ માટી ભરીને છોડ ઉગાડવામાં આવે છે.

જો કોઈ છોડને જમીનની માટીમાં દાટીને ઉગાડવામાં આવે તો જમીનમાં ખાડો ખોદીને આ કુંડાને જ માટીમાં દબાવી દેવાય છે. એનાથી છોડ ખરાબ નથી થતો તેમજ એને છાણનું ખાતર પણ મળી જશે તથા છોડ ખુબ જ સરળતાથી વિકસી શકશે.આ લાકડાઓ પણ મશીન દ્વારા જ બનાવાય છે તેમજ તેનો વપરાશ શ્મશાન ઘાટ, બોઈલર્સ અથવા તો ઈંટ બનાવતી કેટલીક ભઠ્ઠીઓમાં કરવામાં આવે છે. એના કારણે પર્યાવરણને કોઈપણ જાતનું નુકશાન નથી થતું. કુલ 5 ક્વિન્ટલ છાણમાંથી કુલ 1.25 ક્વિન્ટલ લાકડા બનાવવામાં આવે છે.

આપને જણાવી દઈએ કે, આ સંસ્થામાં કેળાનાં થડનો પણ સારો એવો પ્રયોગ કરવામાં આવે છે. ડો. હિમાંશુ ત્રિવેદી એના વિષે જણાવતાં કહે છે કે, કેળાનાં થડ માંથી સાડીઓ પણ બનાવવામાં આવે છે, એવી જ રીતે છાણમાંથી એનર્જી કેક પણ બનાવવામાં આવે છે, જે ચુલામાં કુલ 3-4  કલાક સુધી સહેલાઈથી સળગતી રહે છે. એને ગેસની જેમ જ સળગાવાય છે. એવી રીતે અમારે ત્યાં સ્ટીકલેસ અગરબત્તી પણ બનાવવામાં આવે છે.

પશુનાં છાણ તેમજ મૂત્રમાંથી લાખનાં ઉપયોગથી કેટલીક કિંમતી વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. છાણના કુંડા, લક્ષ્મી-ગણેશ, કમલદાન, કુડાદાન, મચ્છર દુર કરવાની અગરબત્તી, જીવ રસાયણો બનાવવા, મીણબત્તી તથા અગરબત્તી સ્ટેન્ડ અને ઇનામમાં આપવામાં આવતી ટ્રોફીઓ બનાવવી વગેરે વસ્તુઓ આ યાદીમાં રહેલી છે. આ તમામ વસ્તુઓ બનાવવાં માટે બાયોવેદ શોધ સંસ્થાઓ કરી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post