યોગ્ય માવજત અને જીવાત નિયંત્રણ દ્વારા કેળાની ખેતીથી કરો બમણી કમાણી

Share post

રાજ્યમાં ખેડૂતોને કેળાની ખેતી આર્થિક રીતે લાભદાયક સાબિત થતી આવી છે. કેળાની ખેતીનો હવે મધ્ય તથા દક્ષિણ ગુજરાત પછી સૌરાષ્ટ્ર સુધી વ્યાપ સતત વધી રહ્યો છે. કેળાની રોપણી કરવાં માટેનો યોગ્ય સમય સામાન્ય રીતે જૂલાઇ માસથી લઈ ઓગસ્ટ મહિનામાં કરવાથી પાકનાં બજારમાં સારા એવાં ભાવ મળવાની સંભાવનામાં વધારો થતો જાય છે. કેળાના પાકમાં પૂરતી માવજત આપવી ખૂબ જરૂરી રહેલી છે.

કેળાનાં પાકને પૂરતા પોષણ માટે છોડદીઠ કુલ 200 ગ્રામ નાઇટ્રોજન, કુલ 100 ગ્રામ ફોસ્ફરસ, કુલ 200 ગ્રામ પોટાશ તથા કુલ 15 ગ્રામ બાયોમાયસીલ આપવુ જોઇએ. રાજ્યમાં સજીવ ખેતીનો સતત વ્યાપ વધતો જાય છે ત્યારે કેળાના પાકમાં કુલ 50% જથ્થો ટ્રાયકોમીલ જેવા સજીવ સેન્દ્રિય ખાતર ઉપયોગ કરીને ઓછા ખર્ચમાં વધારે ઉત્પાદન કરી શકાય છે. કેળાના પાકમાં યોગ્ય સમયે પોષણની સાથે જ ફૂગ, કૃમિ તથા જીવાણુજન્ય રોગોની સામે રક્ષણ આપવામાં આવે તો ગુણવત્તાયુક્ત મબલક ઉત્પાદન કરી શકાય છે.

કેળાના પાકમાં આવતા ઘણાં રોગ તેમજ એના લક્ષણો અને કારણો વિશે માહિતી મેળવીએ. કેળાનાં પાકમાં રીંગ રોટ એટલે કે, કંદના સડાનો રોગ ઇરવીનિયા નામના જીવાણુમાંથી થાય છે. આ રોગને ગરમ તથા ભેજવાળુ હવામાન અનુકુળ આવે છે. આ રોગની શરૂઆતમાં કેળમાં કાળા ચાઠા પડી જાય છે. કંદને ફાડીને જોતા અંદરનો ભાગ બદામી અથવા તો કાળા રંગનો થઇ ગયેલ તથા પોચો જોવા મળે છે.

રોગની શરૂઆતમાં તો ખુબ જ તીવ્ર હોય તો પીલા નિકળતા નથી અથવા તો નિકળે તો ધીરે-ધીરે પીળા પડીને સુકાય જાય છે. કેળામાં આવતો મોકો રોગ એટલે કે, રાલ્સટોનીયા નામના જીવાણુમાંથી થતો સુકારાનો રોગ જેને લીધે પાકમાં ખુબ નુકસાન થઇ શકે છે. રોગીષ્ટ છોડના પાન ઉપરથી નીચે બાજુ પીળા પડીને સુકાઇ જાય છે. આવા છોડના ફળને કાપતા એની વચ્ચેથી કથ્થઇ રંગનો સડો જોવા મળે છે.ભમરા તથા ફળમાખી આ રોગનો ફેલાવો કરે છે.

કેળાના પાકમાં સિગાટોકા લીફ સ્પોટ એટલે કે, પાનના પીળા ત્રાકીયા ટપકાનો રોગ સામાન્ય રીતે જુલાઇમાસથી લઈને ઓગસ્ટ મહિનામાં વધારે જોવા મળે છે. પાન પર પીળા અથવા તો ભૂખરા લીલા ટપકાં જોવા મળે છે. આવા રોગને સતત ભેજવાળુ, હુંફાળુ તથા વરસાદવાળુ વાતાવરણ વધુ માફક આવે છે. આ રોગની અસરવાળા છોડનો વિકાસ ખુબ ઓછો થાય છે તથા લુમ ખુબ નાની રહે છે.

આની સાથે જ  લુમમાં કેળાનાં કદમાં અથવા તો સંખ્યામાં ઘટાડો જોવાં મળે છે. આ રોગના આક્રમણથી છોડમાં ઇથીલીનની માત્રામાં સતત વધારો થવાંને લીધે કાચા કેળા પાકી જવાની સમસ્યા ઉભી થાય છે. કેળાના પાકમાં ગુલ્લો મરી જવો નામથી ઓળખાતો આ રોગ જે ફ્યુજેરીયમ નામની ફૂગ તથા જીવાણુથી એમ બંનેમાંથી થાય છે. જેને લીધે સડી ગયેલ દાંડામાંથી ખરાબ વાસ આવે છે. આખી લુમ પરિપક્વ થતા પહેલા જ ખરી પડતી હોવાથી ઉત્પાદન પર સીધી અસર પડે છે.

કેળાનાં પાકને સંતુલિત પોષણ તથા ફૂગ, કૃમિ તથા જીવાણુજન્ય રોગોનું નિયંત્રણ કરવાની વાત કરીએ. કેળની રોપણી કરતી વખતે છોડ દીઠ ટ્રાયકોમીલ કુલ 500 ગ્રામ, ટ્રાયકોમાઇસીલ કુલ 5 ગ્રામ, પેસિલોમાઇસીલ કુલ 5 ગ્રામ તથા કુલ 5 ગ્રામ સ્યુડોમાઇસીલની સાથે કુલ 500 ગ્રામ માટી ભેળવીને ખાડામાં આપવા જોઈએ. રોપણી કરતી વખતે ખાડામાં આપેલ ન હોય તો રોપણી પછી ડ્રેન્ચિંગ દ્વારા આ મિશ્રણને આપી શકાય છે.

આની ઉપરાંત આ મિશ્રણને ટ્રાઇકોમીલ તથા સેન્દ્રિય ખાતર સાથે છોડની ફરતે રીંગ કરીને આપી શકાય છે. રીંગરોટ, સુકારો, સિગાટોકા, ગુલ્લી મરી જવો, થડનો કોહવારો જેવા રોગોના રાસાયણિક નિયંત્રણ માટે કુલ 30 ગ્રામ સ્ટ્રેપ્ટોસાઇક્લીન, કુલ 500 ગ્રામ હીલપંચ તથા કુલ 500 મીલી બાયોમાઇસીલને માત્ર 200 લિટર પાણીમાં ભેળવીને ડ્રેન્ચિંગ કરવુ જોઈએ અથવા તો જરૂર જણાય આવે તો આ દ્વાવણનો છંટકાવ પણ કરી શકાય છે.

કેળાના પાકને સંતુલિક પોષણ આપવા તથા ફૂગ, કૃમિ તેમજ જીવાણુજન્ય રોગોના નિયંત્રણ અંગેની વધારે જાણકારી મેળવવાં માટે ટી.એમ પેઢડિયાનો મો. 9925947247 પર સંપર્ક કરી શકો છો.કેળાના પાકમાં આવતા રોગની સામે રક્ષણ આપવાની સાથે જ જરૂરી પોષકતત્વો આપવા પણ આવશ્યક રહેલી છે. કેળને જરૂરી પોષણ આપવા માટે અલ્બર્ટ સોલ્યુશનનો ઉપયોગ કરી શકાય. અલ્બર્ટ સોલ્યુશનનો ટપક અથવા તો ડ્રીન્ચીંગ દ્વારા પ્રતિ એકર કુલ 2 કિલો મુજબ ઉપયોગ કરવો જોઈએ. અલ્બર્ટ સોલ્યુશનનો ઉપયોગ કોઇપણ રાસાયણિક ખાતરની સાથે ભેળવીને પણ કરી શકાય.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post