Sun. Feb 23rd, 2020

આ ખેતીમાં 15 હજારનું રોકાણ કરીને ત્રણ મહિનામાં કરો રૂપિયા 3 લાખની કમાણી!

આજકાલ લોકોની વચ્ચે ડિસ્પોઝેબલ કપ, પ્લેટ, બાઉલ જેવા પ્રોડક્ટ્સ યુઝ કરવાનો ટ્રેન્ડ વધી ગયો છે. કોઈપણ નાના કાર્યક્રમો અને મુસાફરી દરમિયાન લોકો આ પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરે છે. જો તમે પણ કોઇ એવા બિઝનેસની શોધમાં છો, જેને શરુ કરવામાં પૈસા પણ ઓછા ખર્ચ થાય અને સરકાર પણ થોડી મદદ કરી દે.

નેચરલ પ્રોડક્ટ અને દવાઓનું બજાર એટલું મોટું છે કે તેના માટે કામમાં લેવામાં આવતી કુદરતી વસ્તુઓની હંમેશા માંગ રહે છે. તો શું મેડિસિનલ પ્લાન્ટની ખેતીના બિઝનેસમાં નસીબ અજમાવવું જોઈએ? આવી ખેતીમાં ખર્ચ ખૂબ નજીવો આવે છે પરંતુ વળતર લાંબા સમય સુધી અને વધારે મળે છે. મેડિસિનલ પ્લાન્ટની ખેતી માટે બહુ મોટાં મોટાં ખેતરની પણ જરૂર નથી. આ માટે તમે ખેતરને ભાડે પણ લઈ શકો છો. આજકાલ અનેક કંપનીઓ કોન્ટ્રાક્ટ પર ઔષધિઓની ખેતી પણ કરાવી રહી છે. આવી ખેતી શરૂ કરવા માટે તમારે અમુક રકમની જરૂર પડશે, પરંતુ તેનાથી કમાણી લાખોમાં થાય છે.

મોટાભાગના હર્બલ પ્લાન્ટ જેવા કે તુલસી, જેઠીમધ એલોવિરા, આર્ટિમિસિયા અન્નુઆ (સ્વીટ વોર્મવૂડ) ઝડપથી તૈયાર થઈ જાય છે. આમાંથી અમુક રોપાઓને નાનાં નાનાં કુંડાઓમાં પણ ઉગાડી શકાય છે. આજકાલ દેશમાં અનેક એવી કંપનીઓ છે જે પાક તૈયાર થઈ જવા સુધીનો કોન્ટ્રાક્ટ કરે છે. આવા કોન્ટ્રાક્ટમાં આવકની પણ ગેંરેટી આપવામાં આવતી હોય છે

3 મહિનામાં 3 લાખની કરો કમાણી

સામાન્ય રીતે તુલસીને ધાર્મિક બાબતો સાથે જોડીને જોવામાં આવે છે. પરંતુ મેડિસિનલ ગુણો ધરાવતી તુલસીની ખેતી કરીને તેમાંથી કમાણી કરી શકાય છે. તુલસીના અનેક પ્રકાર છે. તુલસીમાં યૂઝીનોલ અને મિથાઇલ સિનામેટ હોય છે. આના ઉપયોગથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ માટે દવા તૈયાર કરવામાં આવે છે. એક હેક્ટર જમીન પર જ તુલસી ઉગાડવામાં આવે તો તેના માટે ફક્ત રૂ. 15 હજાર જેટલો ખર્ચ આવે છે, પંરતુ ત્રણ મહિના પછી જ્યારે તે તૈયાર થઈ જાય છે ત્યારે તે રૂ. 3 લાખની કમાણી કરી આપે છે.

પતંજલિ, ડાબર, વૈધનાથ વગેરે આયુર્વેદ દવાઓ બનાવતી કંપનીઓ તુલસીની કોન્ટ્રાક્ટ ખેતી કરાવે છે. આ કંપનીઓ તમારા તૈયાર પાકની ખરીદી કરી લે છે. તુલસીના બીજ અને તેલનું પણ મોટું માર્કેટ છે. દરરોજ નવા ભાવ પર તુલસીનું તેલ અને બીજ વેંચવામાં આવે છે.

જરૂરી છે ટ્રેનિંગ :-

મેડિસિનલ પ્લાન્ટ ની ખેતી કરવા માટે તમારી પાસે જરૂરી ટ્રેનિંગ હોવી આવશ્યક છે. લખનૌ સ્થિત સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન્ટ આ છોડ ના ઉત્પાદન અંગે ટ્રેનિંગ આપે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…