fbpx
Mon. May 27th, 2019

કીટકો ના કારણે ખેડૂતોને થયું ૨૦ કરોડનું નુકસાન- વાંચો સરકારે તાત્કાલિક શું કાર્યવાહી કરી

‘ફોલ આર્મીવાર્મ’ નામના કીટકોને કારણે મિઝોરમમાં મકાઈની ખેતી અને ખુબ જ મોટું નુકસાન પહોંચ્યું છે. રાજ્યના કૃષિ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રાજ્યના તમામ આઠ જિલ્લામાં મકાઈની ખેતી પર ફોલ આર્મી વાર્મ નામના કીટકોનો પ્રકોપ છે. આ રાજ્યમાં અંદાજે 20 કરોડની મકાઈની ખેતી ને નુકસાન પહોંચ્યું છે.

રાજ્યના કૃષિ મંત્રી શ્રી લાલરિનસાંગા એ જણાવ્યું કે આ કીટકો 122 ગામમાં 1,747.9 હેક્ટર જમીન પર કરવામાં આવેલ મકાઈની ખેતી ને નુકસાન પહોંચાડયું છે. રાજ્ય સરકારે ખેડૂતોની મદદ માટે તરત જ કાર્યવાહી કરવા નો નિર્ણય કર્યો છે જેનાથી આ કીટકો દ્વારા થતા નુકસાનને રોકી શકાય.

કેન્દ્ર સરકારે આ એફ.એ.ડબલ્યુ કીટકના હુમલાને લઇને રાજ્ય સરકારને પહેલા જ ચેતવણી આપી હતી. આ કિટક પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ ખેતી ને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડી આવ્યા છે.

તેમને જણાવ્યું કે ખેડૂતોને કીટનાશકોનો ઉપયોગ પર સાવધાની રાખવાના નિર્દેશ આપવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારની ચેતવણી મળતાં જ રાજ્ય સરકારે દરેક જિલ્લાના કૃષિ અધિકારીને સૂચના આપી દીધી છે. ફોલ આર્મીવાર્મ નામનો કીટક મકાઈના પાંદડા અને ખાઈ જાય છે સાથે જ મૂળ ને પણ નુકસાન પહોંચાડે છે. ખરીફ ઋતુમાં દેશના દક્ષિણ ભારતના અનેક રાજ્યોને આ કીટક ના કારણે મકાઈની ખેતી ની નુકસાની ભોગવવી પડી છે.