ગુજરાત: બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો અકસ્માત- 5 લોકોના ઘટના સ્થળે જ મોત

Share post

અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહે છે. આવા અકસ્માતમાં ઘણા લોકો પોતાના જીવ ગુમાવી બેસતા હોય છે, એક નાની એવી ભૂલ તેમની જિંદગી છીનવી લે છે. આવી જ એક ઘટના ગુજરાતના અમદાવાદમાં બની છે. છત્તીસગઢના રાયગઢમાં થયેલા કંપારી છૂટી જાય તેવા અકસ્માતમાં અમદાવાદથી લખનૌ જઈ રહેલા પંચ દસાનન જૂના અખાડાના અધ્યક્ષ મહંત સોમેશ્વર ગિરી સહિત 5 લોકોના મોત નીપજ્યા છે. સોમેશ્વર ગિરી સિવાય અન્ય ચાર લોકો અક્માતમાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા છે. તેઓ ઈન્દોરના એક જ પરિવારના સભ્યો હતા. જેમાં પતિ-પત્ની અને તેમના બાળકોનો પણ સમાવેશ થાય છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આ અકસ્માત રાયગઢમાં નેશનલ હાઈવે-52 પર થયો હતો. જેમાં બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં વધુ 4 લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં વેગનઆર કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. જ્યારે ઈનોવા કારમાં મહંત સોમેશ્વર ગિરી સવાર હતા, જેમનું અકસ્માતમાં જ નિધન થયું છે.

આ અકસ્માત પણ એટલો ભયંકર હતો કે બે ગાડીઓ ટકરાવનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો. અને લોકો દોડી આવ્યા હતા. અકસ્માત બાદ ત્યાંથી પસાર થતા લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને રાહત કામગીરીમાં મદદે આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. આ અકસ્માત બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા મહંતને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post