ભારતની આ કંપનીએ વિદેશમાં કૃષિ-ટેકનોલોજીનું વ્યૂહાત્મક જોડાણ કરી કરે છે કરોડોની ખેતી, જાણો વધુ

Share post

કંપની દ્વારા આ ભાગીદારી માટે અંદાજે રૂ. 30 કરોડનું રોકાણ થશે

અમદાવાદ: મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનાં ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરે (એફઇએસ) સ્વિટ્ઝર્લેન્ડની એગ્રી ટેકનોલોજી કંપની ગામાયા SAમાં 11.25% હિસ્સો ખરીદવા 4.3 મિલિયન અમેરિકન ડોલર (અંદાજે રૂ. 30 કરોડ)નું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ રોકાણ ગામાયા SAનાં 300 કોમન શેર અને 30,469 સીરિઝ બી પ્રેફર્ડ શેરમાં સબસ્ક્રિપ્શન દ્વારા થશે. આ રોકાણ દ્વારા મહિન્દ્રા કંપનીની ફાર્મિંગ 3.0 સ્ટ્રેટેજીને અનુરૂપ આંતરરાષ્ટ્રીય સ્તરે ખેડૂતોને કૃષિનાં શ્રેષ્ઠ સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવશે.

આ વ્યૂહાત્મક પાર્ટનરશિપ વિશે મહિન્દ્રા ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરનાં પ્રેસિડન્ટ રાજેશ જેજુરિકરે કહ્યું કે, જેમ જેમ ખેતીવાડીમાં ધીમે ધીમે ટેકનોલોજીનો ઉપયોગ વધતો જાય છે, તેમ તેમ અમે મહિન્દ્રામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખેડૂત સમુદાયને સંપૂર્ણ સોલ્યુશન્સ પ્રદાન કરવા ભવિષ્ય માટે સજ્જ ટેકનોલોજીઓમાં રોકાણ કરીએ છીએ. ગામાયા સાથે અમારું વ્યૂહાત્મક જોડાણ અમને ખેતીવાડી માટે ભવિષ્યની ટેકનોલોજી ક્ષમતાઓ વિકસાવવા સક્ષમ બનાવશે.

ગામાયાનાં સહ-સ્થાપક અને સીઇઓ યોસેફ અખ્તમાને કહ્યું હતું કે, કૃષિ જટિલ ઉદ્યોગ છે, જેમાં કાર્યદક્ષતા અને ટકાઉપણાની દ્રષ્ટિએ ઝડપથી પરિવર્તન થઈ રહ્યું છે. આ પ્રક્રિયાની સફળતાનો આધાર ઉદ્યોગનાં સ્થાપિત લીડર્સ અને ઇનોવેટર્સ વચ્ચે જોડાણ પર રહેશે. આ વ્યૂહાત્મક પાર્ટનરશિપથી ગામાયાને અત્યાધુનિક ટેકનોલોજીનો લાભ મળશે, જેમાં હાયપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ અને મશીન લર્નિંગ સામેલ છે. આ લાભ દુનિયાનાં ઔદ્યોગિક સ્તરે ખેતી કરતાં ખેડૂતો અને નાનાં ખેડૂતો એમ બંનેને થશે.

વર્ષ 2015માં રચિત ગામાયા સ્વિટ્ઝર્લેન્ડની કંપની છે, જે ખેતીવાડી માટે ચોક્કસ પાક આધારિત ટેકનોલોજી સોલ્યુશન પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. આ હાયપરસ્પેક્ટ્રલ ઇમેજરી એનાલીટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગમાં વધારે ક્ષમતા ધરાવે છે, જે ખેડૂતોને તેમનાં ખેતરો અને પાકોની સ્થિતિ વિશે માહિતી આપવા ઇમેજરી ઝડપે છે અને એનું અર્થઘટન કરે છે. કંપની બ્રાઝિલમાં કાર્યરત છે તથા ભારત, યુક્રેન અને અન્ય થોડાં દેશોમાં કેટલીક વિકાસલક્ષી કામગીરીઓ કામ કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post