ગણેશજીની મૂર્તિનાં આકાર પરથી જ બનાવવામાં આવ્યું છે મંદિર -જાણો સમગ્ર ભારતનાં આ એકમાત્ર મંદિરની રહસ્યમય વાતો   

Share post

ગુજરાતમાં પ્રાચીન સંસ્કૃતિનાં ઘણાં મંદિરો આવેલાં છે. એમાંથી હાલમાં એક મંદિરની જાણકારી લઈને સામે આવી રહ્યાં છીએ. ગુજરાતમાં આવેલ અમદાવાદ પાસે આવેલ આ ગણેશ મંદિર ખાસ છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે, આ ગણપતિ મંદિરનો આકાર જ ગણેશજીની મૂર્તિ જેવો છે. આની ઉપરાંત આ મંદિરની ખાસ બાબત તો એ છે કે, એનો સંબંધ મુંબઈમાં આવેલ પ્રખ્યાત સિદ્ધિ વિનાયક મંદિરની સાથે રહેલો છે. અમદાવાદ શહેરથી અંદાજે 25 કિલોમીટર દૂર આવેલ છે. મંદિર ખુલ્લુ મુકાયા પછી વર્ષે લાખો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. આ મંદિરને નદી કિનારે બનાવવા પાછળનું રસપ્રદ કારણ છે. દર્શન માત્રથી ધન્ય થાય છે ભક્તો.

બનાવટ છે ખાસ :
શ્રીગણેશ ભગવાનના મંદિરમાં ક્યાંય સિમેન્ટ અથવા તો લોખંડ નથી વપરાયું પણ જમીનની કુલ 20 ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે તથા એક શિલા પર તે ઉભુ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં દુનિયાના કુલ 10 જેટલા દેશમાં સ્થાપિત શ્રીગણેશજીની પ્રતિકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. કુલ 5 માળના આ મંદિરમાં બીજા માળ પર ભક્તો માટે ભજન કિર્તન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં સત્સંગ માટે ખાસ સત્સંગ હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

મુંબઈમાં આવેલ સિદ્ધીવિનાયક મંદિર સાથે સંબંધ :
અમદાવાદથી ડાકોર જતા માર્ગમાં મહેમદાવાદ નજીક વાત્રક નદીના કાંઠે આ મંદિર આવેલ છે. આ મંદિરની ઉંચાઈ કુલ 73 ફૂટ છે. મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિમા જેવી જ પ્રતિમાની અહીં સ્થાપન કરવામાં આવ્યું છે. દેશના આ સૌથી મોટા ગણેશ મંદિરમાં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે.

આ મંદિર અમદાવાદ શહેરથી અંદાજે 25 કિલોમીટર દૂર આવેલ છે. મંદિર ખુલ્લુ મુકાયા પછી વર્ષે લાખો ભક્તો અહીં દર્શન કરવા આવે છે. દર મંગળવારનાં રોજ અહીં ખુબ મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ રહે છે. વાત્રક નદીના કિનારે મહેમદાવાદમાં 9 માર્ચ, વર્ષ 2011 અને ફાગણ સુદ ચોથ, સંવત 2067ના રોજ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ અંદાજે 14 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

કેમ નદી કાંઠે છે મંદિર?
દાદરમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરના માર્ગદર્શન પ્રમાણે ગણેશનું મંદિર બનાવવું હોય તો નર્મદા અથવા તો વાત્રક નદીકાંઠે હોવું જોઇએ તથા તે સ્થળે સફેદ આકડો હોવો ખુબ જરૂરી છે એટલે જ વાત્રક નદીના કાંઠે આ મંદિર બનાવવામાં આવ્યું છે.

મંદિરની ઉપરાંતનાં આકર્ષણ:
આ મંદિરના મુખ્ય આકર્ષણમાં ભગવાન ગણેશના દર્શનની સાથે જ અહીં હર્બલપાર્ક, નાના અન્ય મંદિરો, યાત્રાળુઓ માટે નિવાસ સ્થળ અને ભોજનાલય તથા કાફેટેરિયાની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ મંદિરમાં ગણેશજીની અખંડ જ્યોત પણ છે. સમગ્ર ભારતમાં આ એકમાત્ર એવું મંદિર છે કે, જેના છેક ઉપરના માળે ગણેશજીની મૂર્તિ બિરાજમાન છે, જ્યાં જવા માટે ભક્તો માટે લિફ્ટની પણ સુવિધા રાખવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post