મહાશિવરાત્રિએ કરો આ શિવલિંગની પૂજા અને મેળવો ઈચ્છિત વરદાન

Share post

ભગવાન શિવ એક એવા દેવ છે જે એક લોટો જળ ચઢાવવાથી પોતાના ભક્તો પર કૃપા વરસાવવા ની શરૂ કરી દે છે. કહે છે કે સોમવારનો દિવસ ભગવાન શિવની પૂજાનો દિવસ હોય છે.એવી માન્યતા છે કે જે કોઈ તેમની પૂજા સોમવારના દિવસે કરે છે તેની દરેક ઈચ્છાઓ મહાદેવ પૂર્ણ કરે છે.તેની સાથે જ મહાશિવરાત્રી જે આ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીના રોજ આવી રહી છે અને આ ખાસ દિવસે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે.તેમજ બીજી બાજુ વાસ્તુ અનુસાર તેમના પારાના શિવલિંગની પૂજાનો વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.મહાશિવરાત્રીના દિવસે પારાના શિવલિંગ ને ઘરમાં સ્થાપિત કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે.વાસ્તુ અનુસાર ઘર કે ઓફિસમાં પારાના શિવલિંગ ને રાખવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં જો શિવલિંગ છે તો તેના પર રોજ બીલીપત્ર અર્પિત કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા ફેલાય છે અને ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે.

કહે છે કે ઘરમાં સ્થાપિત શિવલિંગ પર હંમેશા જળની ધારા રહેવી જોઈએ.પરંતુ એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે જો તમે પારાના શિવલિંગની સ્થાપના કરો છો તો તેના પર જલધારા ન હોવી જોઈએ.

પારાના શિવલિંગ ની વિધિ વિધાનથી પૂજા કરવાથી ધન લાભ થાય છે.વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઘરમાં શિવલિંગની સ્થાપના કોઈ બંધ સ્થળ ઉપર ન કરવી જોઈએ. શિવલિંગને ખુલ્લી જગ્યા પર સ્થાપિત કરવી જોઈએ.

પારાના શિવલિંગને ઘરમાં રાખવાથી તમામ પ્રકારના વાસ્તુદોષ તમારાથી દૂર થઈ જાય છે અને સાથે જ ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post