‘આત્મનિર્ભર ભારત’ તરફ જગતનાં તાતનું અનોખું પ્રયાણ: ઘરઆંગણે જ શરુ કરી વિશ્વની સૌથી અનોખી બેંક- આ રીતે મળશે લોન
અત્યાર સુધી તમે પૈસાનું રોકાણ કરતી બેંક તો જોઈ જ હશે પરંતુ હાલમાં જે જાણકારી સામે આવી છે એને જાણીને તમને ખુબ નવાઈ લાગશે. મહારાષ્ટ્રના એક ખેડૂત દ્વારા અનોખી પહેલની શરૂઆત કરવામાં આવી છે. તેમણે એકીકૃત ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક ‘બકરી બેંક’ ની શરૂઆત કરવામાં આવી છે. આકોલા જિલ્લામાં આવેલ સાંગવી મોહાડી ગામમાં ‘ગોટ બેંક ઓફ કરખેડા’ પહેલની સમગ્ર રાજ્યમાં પ્રશંસા થઇ રહી છે.
પંજાબ રાવ કૃષિ વિદ્યાપીઠના સ્નાતક 52 વર્ષનાં નરેશ દેશમુખે જુલાઈ વર્ષ 2018 માં બકરી બેંકની શરૂઆત કરવામાં આવી હતી. લોન લેવા માટે ઇચ્છુક ખેડૂતે રજિસ્ટ્રેશન ફી 1,200 રૂપિયા ભરીને કરાર કરવો પડશે. કરાર પ્રમાણે, ખેડૂત બકરી મેળવી શકે છે. બકરી લેનાર વ્યક્તિએ 40 માસની સમય મર્યાદામાં કુલ 4 બકરીનાં બાળકોને પરત આપવાનાં હોય છે.
340 લોકોને વહેંચી ચૂક્યા છે બકરીઓ :
દેશમુખને આ વિચાર મળ્યો જ્યારે તેણે ગામમાં જોયું કે, આર્થિક રીતે નબળા લોકો તથા બકરીઓ ઉછેરમાં રોકાયેલા મહિલાઓ તેમના બાળકોને શિક્ષિત કરી શકે છે તથા ધામધૂમપૂર્વક લગ્ન સમારોહનું આયોજન પણ કરી શકે છે. બકરી ઉછેરની સાથે સંબંધિત પરિવારોનો અભ્યાસ કર્યા બાદ, દેશમુખે બકરી બેંક બનાવવાનું નક્કી કર્યું હતું. તેમણે આ ક્ષેત્રના આયોજનથી લોન યોજનાની શરૂઆત કરવાનું નક્કી કર્યું હતું.
40 લાખ રૂપિયાનું રોકાણ કર્યું :
દેશમુખે તેની બચતમાંથી 40 લાખ રૂપિયાનું રોકાણ કરીને કુલ 340 પુખ્ત બકરીઓની ખરીદી કરી હતી. કુલ 340 બકરી ઉછેર પરિવારોની નોંધણી કર્યા બાદ, તે લોકોમાં આ બકરીઓ વહેંચવામાં આવી હતી. એવો અંદાજ રહેલો છે કે, આ યોજના અંતર્ગત બકરી પાલન કરતી તમામ મહિલાને અંદાજે 2.5 લાખ રૂપિયાનો લાભ થશે. દેશમુખની પહેલની ચારેય બાજુ પ્રશંસા થઈ રહી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…