ગુજરાતમાં આવેલા 500 વર્ષ જુના આ પ્રાચીન મહાકાય વડનો ઈતિહાસ જાણી આંખે અંધારા આવી જશે

Share post

ગુજરાતમાં દર વર્ષે વિકાસના નામે લાખો વૃક્ષનું નિકંદન કરવામાં આવતું હોય છે ત્યારે એક એવા વૃક્ષની વાત કરવાં જઈ રહ્યાં છીએ કે, જેની ડાળ તોડવાની પણ કોઈમાં હિંમત થતી નથી. ગાંધીનગર જીલ્લાનાં દહેગામ તાલુકામાં આવેલ કંથારપુર ગામમાં 500 વર્ષ જુનો વડ આવેલ છે. આ વડ મહાકાલીના વડથી પણ પ્રખ્યાત છે. આ વડ કુલ 2.5 વિઘામાં પથરાયેલો છે જ્યારે વડની ઊંચાઈ કુલ 40 મીટર છે. આ વડ ધાર્મિક મહત્વ પણ ધરાવે છે, વડના થળમાં મહાકાલીનું મંદિર પણ આવેલું છે. PM નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના CM હતા ત્યારે તેઓ મહાકાલીના દર્શન કરવાં માટે આવતા હતા.

ગુજરાતમાં વિશાળ ઝાડમાં કબીરવડ પછી કંથારપુર વડની ગણતરી કરવામાં આવે છે. આ વડ કુલ 40 મીટર ઊંચો તથા કુલ 2.5 વિઘા જમીનમાં ફેલાયેલો છે. દર વર્ષે વડ ચારેયબાજુ કુલ 3 મીટર જેટલો ફેલાયેલો છે. વડનું આયુષ્ય 500 વર્ષ માનવામાં આવે છે. વડને લીધે અહીં પ્રવાસન પણ ખુબ વિક્સયું છે. લોકો ગરમીની ઋતુમાં વડની મુલાકાત અચૂક લેતા હોય છે.

વડ દર વર્ષે કુલ 3 ફૂટ જેટલો ફેલાય છે. વડની આજુબાજુ ખેડુતોની જમીન આવેલ છે પરંતુ ખેતરમાં વડ ભલે ફેલાય પણ ખેડૂતો એને કાપતા નથી. વડ ન કાપવા બાબતે સ્થાનિકોનું માનવું છે કે, કોઈ વડને નુકસાન કરે તો તે વ્યક્તિને ખુબ નુકસાન થાય છે. જેને કારણે કોઈ પણ વ્યક્તિ વડને કાપવાની હિંમત કરતો નથી. તેથી જ આજુબાજુના ખેડૂતો પણ વડને પોતાના ખેતરમાં ફેલાવા દે છે પરંતુ તેને કાપતા નથી. અહીં ખેડૂતોની જમીનની કિંમતની વાત કરવામાં આવે તો કુલ 25 લાખ રૂપિયા પ્રતિ વીઘા છે એમ છતાં ખેડૂતો ધાર્મિક વડને લીધે લાખોની જમીન જતી કરે છે.

PM નરેન્દ્ર મોદી જ્યારે CM હતા ત્યારે અચૂક મહાકાળી માતાના મંદિરે દર્શને જતા :
વડના થડના ભાગમાં મહાકાળી માતાનું મંદિર આવેલ છે. PM મોદી જ્યારે ગુજરાતના CM હતા ત્યારે આ મંદિરે અચૂક દર્શન કરવાં માટે આવતા હતાં. વડાપ્રધાને વડની આજીબાજુ વિકાસ માટે કુલ 4 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. જો કે, વહીવટી કારણોસર હજુ વડનો વિકાસ કરવામાં આવ્યો નથી. આમ છતાં સ્થાનિકોની માંગણી રહેલી છે કે, વડની આજુબાજી વિકાસ થાય તો પ્રવાસીની સંખ્યામાં વધારો થાય તેમજ સ્થાનિકોને રોજગારી મળે.

વડને કારણે સ્થાનિકોને રોજગારી મળી રહે છે :
આ વડ ફક્ત પ્રાકૃતિક તથા ધાર્મિક મહત્વની ઉપરાંત વડને કારણે સ્થાનિકોને રોજગારી પણ મળી રહે છે. વડની આજુબાજુ કુલ 29 જેટલી નાની-મોટી દુકાન તથા  પાથરણા આવેલ છે, જેના દ્વારા કુલ 40 પરિવારને રોજગારી મળી રહે છે. ખાસ કરીને તો નાના બાળકો માટે રમકડાં, પૂજાનો સમાન, ખાણીપીણી જેવા અનેક વ્યવસાય થકી લોકોને રોજગારી મળી રહે છે. મહાકાળી માતાનું મંદિર આવેલ હોવાથી દર્શન માટે પણ લોકોની ભીડ રહે છે, પૂનમ તેમજ તહેવારના દિવસમાં હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવાં માટે આવતા હોય છે. જ્યારે વિકેન્ડ શહેરી વિસ્તારમાંથી લોકો ફરવા માટે આવતા હોય છે.

સ્થાનિકોની માંગણી છે કે, બાયપાસ રોડ બનાવવામાં આવે
વડના મધ્યમાંથી માર્ગ નીકળે છે જેને કારણે વડને ખુબ નુકસાન પહોંચે છે. સ્થાનિકોની માંગણી રહેલી છે કે, બાયપાસ રોડ બનાવવામાં આવે તો વાહનોનો ધસારો ખુબ ઓછો થાય જેને કારણે પ્રદુષણમાં ઘટાડો થાય તેમજ વડને નુકસાન ઓછું પહોંચે. જો કે, સ્થાનિક વહીવટી તંત્રને રજુઆત કરવા છતાં હજુ રોડ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post