કઈક નવું કરી બતાવવાની ઇચ્છા ધરાવતાં આ ખેડૂતભાઈએ કરી ખાસ પ્રકારના મેજિક ચોખાની ખેતી -જાણો એની ખાસિયતો વિશે

Share post

સોશિયલ મીડિયા પર અવારનવાર ખેતીવાડીને લઈ કેટલીક ઉપયોગી થતી હોય છે. કેટલીક વખત તો ખેતીવાડીમાં ખેડૂતો કઈક અલગ કરી બતાવતા હોય છે. હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને ખુબ આશ્વર્ય થશે. બાસમતીથી લઇને આપણે કેટલાંક પ્રકારના ચોખાનું સેવન કર્યું હશે પરંતુ મેજિક રાઈસ વિશે ખુબ ઓછા લોકોએ સાંભળ્યું હશે. બિહારમાં ઊગતા આ રાઈસ ખુબ સ્પેશિયલ છે, તેને રાંધવા માટે ચૂલો અથવા તો ગેસની જરૂર પડતી નથી.

નોર્મલ પાણીમાં નાખતા તે ખાવાલાયક રંધાઈ જાય છે, જેથી તેનું નામ મેજિક રાઈસ પડ્યું હતું. આ ખાસ પ્રકારના ચોખાની ખેતી બિહારનાં ચંપારણ જીલ્લામાં આવેલ હરપુર ગામમાં રહેતા વિજય ગિરિ નામના ખેડૂતભાઈએ કરી બતાવી છે. ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલ વિજય અનાજ તથા ઘઉંની વિવિધ પ્રજાતિ ઉગાવવા માટે ખુબ જાણીતાં છે.

મેજિક અનાજની ખાસિયત છે કે, તેને સામાન્ય પાણીમાં અડધા-પોણા કલાક માટે રાખવાં જોઈએ. તેનો સ્વાદ ચૂલા અથવા તો કૂકરમાં રાંધવાથી પણ ન આવે તેવો ટેસ્ટી હોય છે. કિંમતની વાત કરવામાં આવે તો કુલ 50 રૂપિયા પ્રતિ કિલોના છે. આ રાઈસ આસામમાં પણ ખુબ પ્રખ્યાત છે. ત્યાં તેને GI ટેગ મળેલું છે.આની ઉપરાંત વિજય ગિરિ કાળા ઘઉં તેમજ કાળું અનાજનું પણ વાવેતર કરી રહ્યા છે.

કારણ કે, એમાં કાર્બોહાઈડ્રેટસનું પ્રમાણ ખુબ વધારે હોય છે તથા તે શુગરના દર્દીઓ મારે ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે. કાળા ચોખા, કાળા ઘઉં ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેમાં આયર્નની માત્રા પણ ભરપુર પ્રમાણમાં હોય છે. જે સ્વાસ્થ્યની માટે ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post