આ કૃષિયંત્ર ખેડૂતો માટે છે એક મોટો ચમત્કાર: પાકમાં ભેજ, જમીનની ખારાશ અને દવાનાં છટકાવની કરશે આગાહી

Share post

ભારત એક ખેતીપ્રધાન દેશ છે. દેશનાં તમામ ખેડૂતો વિવિધ પાકનું ઉત્પાદન કરે છે પરંતુ જો એમને હવામાન તેમજ ખેતીને લગતી સંપૂર્ણ જાણકારી ટેકનોલોજી સાથે મળે તો તેઓ હજુ વધુ ઉત્પાદન કરી શકે છે આ શબ્દો છે નિરમા ઇલેક્ટ્રિકલ વિભાગનાં પૂર્વ સ્ટુડન્ટ હર્ષ અગ્રવાલ. હર્ષ જણાવતાં કહે છે કે, મારા છેલ્લાં વર્ષના અભ્યાસ દરમિયાન કુલ 50 દિવસની ઇન્ટર્નશિપ માટે અમને ગાંધીનગરમાં આવેલ અમરાઇપુર ગામમાં ગયા હતા.

ગામમાં ગયા બાદ ખેડૂતો તથા પ્રકૃતિને જોવાનો આનંદ અમારા માટે નવો હતો. જે ખેડુતને પાક ઉત્પાદન તથા હવામાન વિશેની અપૂરતી જાણકારીના અભાવ છે મોટી સમસ્યાઓ વેઠવી પડે છે. આ પરીસ્થિતિ જોઇને ખુબ દુઃખ થયું તથા મારી મિત્ર નિકિતા તિવારીએ ખેડૂતોની પરીસ્થિતિને પાસેથી જોવાનો પ્રયત્ન કર્યો હતો.

ખેડૂતોનાં પાક ઉત્પાદનમાં વધારો થાય તેની માટે પાકમાં કેટલા પ્રમાણમાં ભેજ, જમીનની ખારાશ, તાપમાન, દવાનો છંટકાવ તથા વરસાદના અનુમાન વિશેની જાણકારી મળે તેની માટે ISRO સાથે મળીને સ્માર્ટ સેન્સર ફોર હાઇડ્રોલોજી એન્ડ લેન્ડ એપ્લિકેશનની મદદથી ‘શૂલ’ ડિવાઇસ તૈયાર કરવામાં આવ્યું છે. આ ડિવાઇસ જમીનના વિવિધ પરિબળોની ચોકસાઇ સાથેની એડવાન્સ જાણકારી આપવાનું કામ કરે છે.

ખેડૂત ખેતરમાં ઊભા રહેલ પાકમાં કેટલા પ્રમાણમાં તથા ક્યારે પાણીની જરૂર રહેતી હોય છે. એની એડવાન્સ જાણકારી ડિવાઇસ આપે છે. એ મોબાઇલથી કનેક્ટ કરી શકાય છે. જ્યારે ખેડૂત ખેતરમાં જઇ શકે એમ નથી ત્યારે ખેતીનાં પાકની તથા અચાનક ફેરફાર થતાં વાતાવરણની જાણકારી આપે છે.

સમય, નાણા તેમજ શ્રમનો બચાવ થાય છે :
ખેડૂતને પાક તૈયાર કરવામાં જેટલો ખર્ચ ઓછો થાય તો વધારે નફો મળી શકે છે. ખેડૂતોની અણસમજને કારણે પાકમાં બિનજરૂરી દવાનો છંટકાવ કરીને નાણાંનો ખોટો ખર્ચ કરે છે. જેનાંથી પાકની સાથે પોતાનાં શ્રમનો વ્યય થાય છે. આવાં સમયે આ ડિવાઇસ ખેતીનાં પાકની સંપૂર્ણ જાણકારી આપતું હોવાને લીધે સમય, નાણાં તથા શ્રમનો બચાવ કરીને ઉત્પાદનમાં વધારો કરી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post