સરહદે ઘુસણખોરી કરવા માંગતા પાકિસ્તાની હુમલાખોરોને રોકવા જતા ચાર ભારતીય વીર શહીદ- વાંચો સમાચાર

Share post

સૈન્ય અને સરહદ સુરક્ષા દળ (બીએસએફ) દ્વારા સંયુક્ત ઓપરેશનમાં, સુરક્ષા દળોએ રવિવારે જમ્મુ-કાશ્મીરના માચીલ સેક્ટરમાં ત્રણ આતંકીઓને મારી પાડ્યા છે. જ્યારે બે ભારતીય જવાનો ઘાયલ થયા અને મુઠભેડમાં ત્રણ ભારતીય વીરોએ પોતાનો જીવ ગુમાવ્યો.

રાતે 12 વાગ્યે, બીએસએફ પેટ્રોલિંગ પાર્ટીને એલઓસીથી આશરે ૩.૫ કિલોમીટર દૂર, એન્ટી ઘૂસણખોરી અવરોધ સિસ્ટમ (Anti Infiltration Obstacle System (AIOS) (LoC Fence)) નજીક શંકાસ્પદ ગતિવિધિ દેખાઈ હતી. ભારતીય સેનાની હુમલો કરતી ટીમએ એક આતંકવાદી મારી પાડ્યો. ભારતીય સેનાની હુમલો કરતી ટીમ સાથેની મુઠભેડ સવારે 4 વાગ્યે અટકી ગઈ.

સવારે 10.20 વાગ્યે ફરી આ મૂઠભેડ શરુ થઇ. જ્યારે એલઓસીથી આશરે 1.5 કિલોમીટર દૂર પોતાની સર્ચ પાર્ટીઓ દ્વારા ભારે હુમલાખોરોને કાબૂમાં લેવામાં આવ્યા. આ લડાઇમાં વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા.આર્મીના નિવેદનમાં વધુમાં કહેવાયું છે કે, ઓપરેશન દરમિયાન કાર્યવાહીમાં સેનાએ એક BSF જવાન સહિત 4 સૈનિકોને પણ ગુમાવ્યા હતા. જેમાં કોન્સ્ટેબલ સુદિપ સરકારનો સમાવેશ થાય છે, અને બે ઘાયલ છે.

સૈન્યના પ્રવક્તાએ રવિવારે જણાવ્યું હતું કે, 8 નવેમ્બરની મધ્ય રાત્રે, કોઈ અજાણ્યા આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો, સેનાએ લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર ઘૂસણખોરી ના પ્રયાસને નિષ્ફળ કરી દીધો હતો.

સૈન્યના  પ્રવક્તાએ માહિતી આપી હતી કે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને આર્મીની પેટ્રોલિંગ પાર્ટી દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને તેમની સાથે થયેલા ફાયરિંગના બદલામાં એક આતંકવાદી માર્યો ગયો, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું. સ્થળ પરથી એકે રાઇફલ અને બે બેગ મળી આવી હતી. સર્ચની કામગીરી હજી ચાલુ છે, અને વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…