fbpx
Tue. Oct 15th, 2019

જાણો મા-અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાનો લાભ કયા જિલ્લાએ સૌથી વધુ ઉઠાવ્યો ?

ગુજરાત સરકાર દ્વારા માં અમૃતમ કાર્ડ ધારક પરિવારને ત્રણ લાખ ની સારવાર નોંધાયેલી હોસ્પિટલમાં મફત પુરી પાડવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલા મા અમૃતમ કાર્ડ યોજના નો લાભ લેવા માં અમદાવાદ જિલ્લો અગ્રક્રમે ચાલી રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ જિલ્લાના નાગરિકોએ આ કાળજા કી અત્યાર સુધીમાં 300 કરોડની સારવાર મફતમા કરાવી છે.

આ માં અમૃત કાર્ડ નો ઉપયોગ ઘણા બધા લોકો કરી રહ્યા છે. અમદાવાદના પરિપેક્ષમાં નજર કરીએ તો અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારના 75485 લોકોને માં અમૃતમ કાર્ડ અને 295674 લોકો ને મા વાત્સલ્ય કાર્ડ આપવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 78702 લોકોને માં અમૃતમ કાર્ડ અને 128544 લોકોને મા વાત્સલ્ય કાર્ડ આપવામાં આવ્યા છે.

આ યોજનાનો લાભ અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાના વિસ્તારના કુલ 176507 લોકો કરી ચૂક્યા છે. જેમાં સરકાર દ્વારા 282 કરોડ 16 લાખ 84હજાર 148 રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 73560 લોકોનો આવા કાર્ડ નો ઉપયોગ કરે છે. જેમાં સરકાર દ્વારા 78 કરોડ 89 લાખ 68 હજાર 465 રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. જો હવે શહેર અને ગ્રામ્ય એમ આખા અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધીમાં સરકારી દર્દીઓની મફત સારવાર પેટે 361 કરોડ 6 લાખ 44 હજાર 249 રૂપિયાની સારવાર કરી છે.

આ વિશે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કહે છે કે ગુજરાત સરકારની યોજના સિવાય રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ની આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કુલ 3 લાખ 81 હજાર 216 લોકોને ગોલ્ડન કાર્ડ આપવામાં આવ્યા છે. અને હજુ 4454 કાર્ડ પેન્ડિંગ છે અને 34300 લોકોની અરજી રીઝેકટ કરવામાં આવી છે.

સરકારની આ યોજના માટે અનેક લોકો લાઈન લગાવીને ઊભા છે. જોકે આજે જે લોકો પાસે કાર્ડ છે તેની યોગ્ય સારવાર ન થતા હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે. ત્યારે સરકાર હવે આ યોજનાના યોગ્ય અમલીકરણ માટે કઈ રીતે પગલાં લે છે તેના પર લોકોની નજર મંડરાયેલી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…