MBA અને એન્જિનિયરિંગ કરી બન્ને ભાઈઓએ નોકરી છોડી અને શરૂ કરી ખેતી, થઈ રહી છે કરોડોની કમાણી!

Share post

આજના જમાનામાં યુવાનોને ખેતીને બદલે નોકરી કરવામાં વધુ રસ છે. ખેડૂતોને પણ ઓછી આવકથી સંતોષ માનવો પડે છે. પરંતુ અમે આજે એવા ૨ સગ્ગા ભાઈઓની વાત કરી રહ્યા છીએ જેમણે ખેતી નહી કરવા માંગતી યુવાપેઢીને નવી દિશા આપી છે. લખનૌના શશાંક અને અભિષેક નામના બે ભાઈઓએ આધુનિક ખેતી કરી કરોડોની કમાણી કરી રહ્યા છે. લખનઉમાં રહેતા શશાંક ભટ્ટ, જેણે MBA છોડી અને ખેતી કરવાની શરૂઆત કરી. શશાંકના ભાઈ અભિષેકે B.Tech પૂર્ણ કરી તેના ભાઈ સાથે ખેતીમાં જોડાયા છે.

ગુજરાત કરતા ઉત્તર પ્રદેશ ખેતીની બાબતમાં પાછળ છે, આ ભાઈઓએ આધુનિક ખેતીની પદ્ધતિઓનું પાલન કર્યું અને નાના સ્તરે ખેતી શરૂ કરી. શરૂઆતમાં શશાંકે લીઝ પર 5 એકર જમીનમાં કેપ્સિકમની ખેતી કરી, જ્યારે આજે શશાંક 22 એકરથી વધુ જમીનમાં ખેતી કરે છે. શરૂઆતના તબક્કામાં આવક ઓછી મળી પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આવકમાં વધારો થયો.

શશાંક કહે છે, “2010 માં એમબીએ પૂર્ણ કર્યા પછી, મેં ૨૦૧૧ માં ખેતી મા જવાનું નક્કી કર્યું. મારા મામા, રાજીવ રાય, જે પહેલાથી જ આધુનિક ખેતીના વ્યવસાયમાં હતા, તેમણે મને ઘણું શીખવામાં મદદ કરી.”

હાલની તારીખે આ બંને  ભાઈઓ 15 કરોડથી વધુની આવક મેળવી રહ્યા છે. શશાંકે તેના ભાઈ સાથે એગ્રિપ્લાસ્ટ નામની કંપનીની સ્થાપના પણ કરી. જે કૃષિ ક્ષેત્રે કામ કરે છે. આ કંપની મોટી સંખ્યામાં ખેડૂતોને તેમની સાથે જોડી રહી છે અને તેમને આધુનિક ખેતી માટે તાલીમ આપી રહી છે.

ગામના યુવાનો આજે ખેતી છોડી રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશના બે ભાઈઓએ એમબીએ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી ખેતી અપનાવી છે. 4 વર્ષની મહેનત બાદ હવે તેનું વાર્ષિક ટર્નઓવર 11 કરોડ છે. બંને ભાઈઓએ વાતચીતમાં જણાવ્યું હતું કે, 2011 માં તેઓને નોકરી માટે 4 લાખનું પેકેજ મળ્યું હતું. પરંતુ તેઓ ધંધો કરવા માગે છે, તેથી તેઓએ ટેકનોલોજી દ્વારા ખેતી કરવાનું નક્કી કર્યું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post