એક નવેમ્બરથી રાંધણગેસના નિયમોમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર, જાણો જલ્દી…

Share post

રાંધણ ગેસ (LPG Gas) સિલિન્ડર વિશે નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. એક નવેમ્બરથી આ નવો નિયમ લાગુ થઈ શકે છે. LPG સિલિન્ડરની હોમ ડિલિવરીની આખી સિસ્ટમ હવે બદલવા જઈ રહી છે. સરકારી ઓઈલ કંપનીઓએ તે અંગે તૈયારી પણ કરી લીધી છે. નવેમ્બર મહિનાથી ડિલિવરી માટે નવી સિસ્ટમ લાગુ થશે. તેમાં પણ જો તમે ઘરે બેઠા ગેસ સિલિન્ડર મંગાવતા હોવ તો આ માહિતી તમારા માટે જરૂરી છે.

સૂત્રો અનુસાર એક નવેમ્બરથી રાંધણ ગેસ સિલિન્ડર(LPG Cylinder)ને મંગાવવાની પદ્ધતિ બદલાઈ જશે. આ પગલું એ સિલિન્ડરમાંથી ચોરી થતા ગેસ, તથા સિલેન્ડરની ચોરી રોકવા માટે અને ગ્રાહકની યોગ્ય ઓળખ કરવા માટે લાગુ થઈ રહી છે. આ સિસ્ટમમાં હવે માત્ર બુકિંગ કરાવવાથી જ કામ નહીં થાય.

સૂત્રો અનુસાર ઓઈલ કંપનીઓએ નવી સિસ્ટમને ‘ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ’(DAC) સાથે જોડવાનો પ્લાન બનાવ્યો છે. જેમાં સિલિન્ડરનું બુકિંગ કરાવશો ત્યારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક કોડ આવશે. આ કોડ સિલિન્ડરની ડિલિવરી લેતા વખતે ડિલિવરી બોયને આપવો જ પડશે. જ્યાં સુધી કોડ નહીં બતાવો ત્યાં સુધી ડિલિવરી આપવામાં આવશે નહી અને ગેસ નો બોટલ પેન્ડિંગમાં જ રહેશે.

જો તમારો મોબાઈલ નંબર ગેસ વિક્રેતા એજન્સી પાસે રજિસ્ટર્ડ નહીં હોય કે બદલાઈ ગયો હશે તો ડિલિવરી સમયે તેને અપડેટ કરાવી શકશો. આ માટે ડિલિવરી બોયને એક એપની સુવિધા આપવામાં આવશે. ડિલિવરી વખતે તમે તે એપની મદદથી તમારો મોબાઈલ નંબર ડિલિવરી બોયને કહીને અપડેટ કરાવી શકશો. એપ દ્વારા રિયલ ટાઈમ બેસિસ પર મોબાઈલ નંબર અપડેટ થશે. ત્યારબાદ તે નંબરથી કોડ પણ જનરેટ કરવાની સુવિધા હશે.

ઓઈલ કંપનીઓ આ નવી ડિલિવરી સિસ્ટમને સૌથી પહેલા 100 સ્માર્ટ સિટીમાં લાગુ કરશે. આ પાયલટ પ્રોજેક્ટ તરીકે ઓળખાશે. ધીરે ધીરે દેશના બીજા ભાગમાં પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. હાલ બે શહેરોમાં આ સિસ્ટમ પાયલટ પ્રોજેક્ટ તરીકે ચાલે છે. નવી સિસ્ટમ ફક્ત રાંધણ ગેસ સિલિન્ડર પર જ લાગુ થશે. કોમર્શિયલ સિલિન્ડરને પણ તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post