મોટાભાગના લોકોએ દરરોજ ત્રણ મિનીટ શરુ કર્યું આ સહેલું કામ, અને થોડા જ સમયમાં આપમેળે ઉતરવા લાગ્યું વજન…

Share post

હાલના સમયની જો કોઈ મોટી સમસ્યા હોય તો તે લોકોનું સતત વધતું જતું વજન છે. વજનમાં થયેલ વધારાને ઓછું કરવા માટે કેટલાંક લોકો જાત-જાતના પ્રયોગ કરતા રહેતાં હોય છે. કેટલાંક લોકો ડાઈટિંગની મદદ લેતાં હોય છે તો કેટલાંક લોકો જીમનો સહારો લેતા હોય છે. એટલી હદ સુધી વિવિધ જાતના પ્રયોગો કરવા છતાં તથા મહેનત કર્યા પછી જોઈએ એવું પરીણામ મળતું નથી. આજે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ કે, જે તમને ખુબ ઉપયોગી સાબિત થશે.

તમે કોઇપણ પ્રકારની મહેનત કર્યાં વિના એક્યુપ્રેશર પદ્ધતિના ઉપયોગથી વજન ઘટાડી શકો છો. આ ખુબ જૂની પદ્ધતિ છે તેમજ આખા શરીરમાં રહેલ વિવિધ પોઈન્ટ્સને દબાવવાનાં હોય છે. આ પદ્ધતિથી કેટલીક જીવલેણ બીમારીના નિદાન પણ થઈ શકે છે. આ પદ્ધતિથી તણાવ, માથાનો દુખાવો તથા અનિન્દ્રા જેવી તકલીફો દુર થઈ જાય છે. આની સિવાય મગજને લગતી કોઇપણ પ્રકારની બીમારી પણ દૂર કરી શકાય છે.

આ પદ્ધતિ માત્ર રોગને જ દુર નથી કરતી પરંતુ શરીરના મેટાબોલિઝ્મમાં વધારો કરવાંની સાથે જ વજન ઘટાડવામાં પણ ખુબ મદદરૂપ થાય છે. આ પદ્ધતિ માટે તમારે કોઈ નિષ્ણાંત વ્યક્તિની પણ જરૂર પડતી નથી. તમે જાતે જ પ્રેક્ટિસ કરીને વજન ઘટાડી શકો છો. આપણા શરીરમાં કેટલાંક પોઈન્ટ્સ હોય છે કે, જ્યાં તમારે ફક્ત આંગળીથી દબાણ આપીને આ સરળ રીતે વજન ઘટાડવાનું હોય છે.

સૌપ્રથમ તો તમારે તમારા ઉપરના હોઠ તથા નાકની વચ્ચે આવેલ જગ્યા પર આંગળીથી હળવું દબાણ આપીને વજન ઓછું કરી શકો છો. આ પ્રેશર પોઈન્ટને ‘શુઈગો સ્પોટ’ ના નામથી ઓળખવામાં આવે છે. જો નિયમિત આ જગ્યા ઉપર માત્ર 3 મિનીટ સુધી દબાણ આપીને મસાજ કરવામાં આવે તો તેનાથી મેટાબોલિઝ્મ સિસ્ટમ ખુબ સારી થાય છે તેમજ વજનમાં ઘટાડો થાય છે.

આની સિવાય કોણીથી1 ઈંચ નીચેના ભાગે નિયમિત અંગુઠાથી 3 મિનીટ સુધી દબાણ આપવામાં આવે તો તેનાથી આંતરડા સારી રીતે કાર્ય કરે છે તેમજ સંપૂર્ણ ભોજન વ્યવસ્થિત રીતે પચી જાય છે. આ પોઈન્ટને ‘ઈનર એલ્બો પોઈન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. કાનના બુટીના ભાગમાં દબાણ આપીને વજનમાં ઘટાડો કરી શકાય છે. તમારા કાનના બુટીના ભાગને આંગળથી પકડી ઉપર-નીચે કરવું તથા નીચે કરતા સમયે આંગળીથી દબાણ આપવું જોઈએ.

આ પોઈન્ટને નિયમિત 2 મિનીટ સુધી દબાવતાં રહેવું જોઈએ. આ પોઈન્ટથી ભૂખ નિયંત્રિત રહે છે તેમજ વજનમાં વધારો થતો નથી. આની સિવાય હાથના અંગૂઠાની નીચેના ભાગમાં દબાણ આપવું. આ પોઈન્ટ થાઈરોઈડ ગ્રંથિને ઉત્તેજિત કરે છે તથા મેટાબોલિઝ્મને મજબૂત બનાવે છે. આ પોઈન્ટને નિયમિત દબાણ આપવું જોઈએ. આ પોઈન્ટ ને થમ્બ પોઈન્ટ કહેવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post