દેવઊઠની એકાદશીનાં પરમ પવિત્ર દિવસે જાણો કેવી રીતે થાય છે દેવતાઓના દિવસ અને રાતની ગણતરી

Share post

25 નવેમ્બરના રોજ એટલે કે, બુધવારે દેવઊઠની એકાદશી છે. આ દિવસે ભગવાન વિષ્ણુ કુલ 4 મહિનાની યોગ નિદ્રામાંથી જાગે છે. દર વર્ષે કારતક મહિનાના સુદ પક્ષની એકાદશીને દિવસે દેવઊઠની એકદાશી કહેવામાં આવે છે. જે કુલ 4 મહિનામાં ભગવાન વિષ્ણુ સૂવે છે, તેને ચાતુર્માસ કહેવામાં આવે છે.

આ વર્ષે અધિકમાસ હતો, જેને લીધે ચાતુર્માસ કુલ 5 મહિનાનો હતો. દેવઊઠની એકાદશીથી લગ્ન તેમજ અન્ય શુભ કાર્યોની શરૂઆત થઈ જાય છે. ત્યારપછી ભગવાન વિષ્ણુ 20 જુલાઈ 2021ના રોજ દેવશયની એકાદશીથી ફરી વિશ્રામ કરશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા મુજબ ભગવાન વિષ્ણુના જાગવા તથા સૂવા અંગે કેટલીક માન્યતાઓ ખુબ પ્રચલિત છે.

દેવતાઓના દિવસ-રાતની ગણતરી માનવીના દિવસ-રાતથી જુદી હોય છે. એવું કહેવામાં આવે છે કે, સતયુગમાં ભગવાન વિષ્ણુએ શંખાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. અસુર સાથે યુદ્ધને લીધે તેઓ થાકી ગયાં હતાં. ત્યારપછી ભગવાને અંદાજે 4 મહિના સુધી આરામ કર્યો હતો.

માનવીના દિવસ-રાત કુલ 4 પ્રહરના :
કુલ 4 પ્રહર મળીને માનવીના દિવસ-રાત બને છે. એક પ્રહર એટલે કે, કુલ 3 કલાકનો સમય. આ પ્રકારે કુલ 4 પ્રહરનો દિવસ એટલે કે કુલ 12 કલાકનો દિવસ તેમજ કુલ 4 પ્રહરની રાત. કુલ 15 દિવસનો એક પક્ષ હોય છે. જે સુદ તથા વદ પક્ષના નામે ઓળખાય છે. કુલ 2 પખવાડિયાનો 1 મહિનો હોય છે. આ એક મહિનાને પિતૃ (મૃતઆત્માઓ)નો દિવસ માનવામાં આવે છે.

કુલ 2 મહિનાની એક ઋતુ હોય છે. આ પ્રકારે વર્ષમાં કુલ 6 ઋતુઓ એટલે કે સિઝન હોય છે, આ ઋતુ વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશરનાં નામે ઓળખાય છે. કુલ 6 મહિનાનું એક અયન એટલે કે અડધું વર્ષ હોય છે. સૂર્યની સ્થિતિ પ્રમાણે ઉત્તરાયણ તથા દક્ષિણાયન, કુલ 2 અયન હોય છે. આ બંને અયન મળીને દેવતાઓના એક દિવસ તેમજ એક રાત બરાબર હોય છે. ઉત્તરાયણમાં દેવતાઓનો દિવસ તથા દક્ષિણાયનમાં રાત્રી હોય છે.

સૂર્યની સ્થિતિથી જોઈએ તો મકરથી મિથુન રાશિ સુધી જ્યારે સૂર્ય રહે છે ત્યારે ઉત્તરાયણ કહેવામાં આવે છે, સૂર્ય 15 જાન્યુઆરીથી મકર રાશિમાં આવશે એટલે કે, આ દિવસથી ઉત્તરાયણની શરૂઆત થશે. જે સૂર્યના કર્ક રાશિમાં જવા સુધી ઉત્તરાયણ રહેશે.

15 જાન્યુઆરીથી 15 જુલાઈ સુધી ઉત્તરાયણ રહેશે. ત્યાં 16 જુલાઈથી સૂર્ય કર્ક રાશિમાં આવી જશે તથા દક્ષિણાયનની શરૂઆત થશે. જે 14 જાન્યુઆરી 2-22 સુધી સૂર્યના ધન રાશિમાં રહેવા સુધી રહેશે. આ દેવતાના દિવસ તથા રાત્રી છે. ઉત્તરાયણ દિવસ છે, દક્ષિણાયન રાત છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…