ખેડૂતોની ચિંતામાં વધારો: આવી રહી છે અસંખ્ય તીડોનું ટોળું- સરકારે અત્યારે જ કરવું પડશે આ…

Share post

સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO)એ ભારતને તીડના હુમલા અંગે ફરી ચેતવણી આપી છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO)એ જણાવતા કહ્યું છે કે અસંખ્ય તીડનું આક્રમણ વધી રહ્યું છે. આવી પરિસ્થતિમાં ભારતે આગામી ચાર અઠવાડિયા સુધી હાઇએલર્ટની પરિસ્થતિમાં રહેવું જોઇએ. તીડને રોકવા માટેનો આ જ એક ઉપાય છે તેમ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO)એ જણાવ્યું હતું.

છેલ્લા ત્રણ મહિનાથી ભારતના ઘણા રાજ્યોમાં તીડનો પ્રકોપ જારી છે, આ પરિસ્થતિ વચ્ચે સરકારે પણ ડ્રોન અને બેલ હેલિકોપ્ટરની મદદથી તીડને ભગાડવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. સમગ્ર ભારત દેશમાં તીડથી સૌથી વધુ પ્રભાવીત રાજ્યોમાં રાજસ્થાન ટોચના સ્થાને છે. તદઉપરાંત ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, હરિયાણા અને બિહારમાં પણ તીડનો ત્રાસ વધી રહ્યો છે. અને ખેડૂતોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે.

ભારતના આ રાજ્યોમાં હજારો ખેડૂતોના ઉભા પાકને તીડ નાસ કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) વિભાગે ચેતવણી આપી હતી કે જે તીડ જતા રહ્યા છે. તેઓ ચોમાસુ આગળ વધશે તેમ પરત પણ આવશે. ખાસ કરીને રાજસ્થાનમાં તીડ પાછા આવે તેવી ઘણી શક્યતાઓ છે. જ્યારે મોટી સંખ્યામાં વધુ અનેક તીડ હજુ પણ ભારત આવી રહ્યા છે. આ તીડ ઇરાન અને પાકિસ્તાન થઇને ભારત તરફ આવી રહ્યા છે.

જ્યારે વધુ એક તીડોનું મોટુ ઝુંડ હાલમાં જે તીડ સક્રિય છે તેમાં ભળી જશે તો પરિસ્થતિ વધુ કફોડી બની શકે છે. ખાસ કરીને ખેડૂતોને ખુબ મોટું નુકશાન થવા પામશે એવી ઘણી શક્યતાઓ છે. પહેલા પણ અસંખ્ય તીડોએ ભારતના ઘણા રાજ્યોમાં આતંક ફેલાવ્યો હતો. ખેડૂતોના ઘણા પાકોને ખાઈને વેરવિખેર કરી નાખ્યો હતો, જેનાથી ખેડૂતોને મોટું નુકશાન થવા પામ્યું હતું.

અને હાલ પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર પણ તીડોની ત્સુનામી ભારત તરફ આવી રહી છે, જેવી રીતે કોરોનાને ભગાવવાનો કોઈ ઉપાય નથી એવી જ રીતે આ અસંખ્ય તીડોને પણ ભગવવું ખેડૂતો માટે ગંભીર પરિસ્થતિ સાબિત થવાની છે, ખેડૂતોની તો એક જ માંગણી છે કે સરકાર કઈ મદદરૂપ સાબિત થાય અને તીડ માટે કોઈ ખાસ પગલું ભરે.

આવી પરિસ્થતિમાં ભારત દેશે આગામી ચાર અઠવાડિયા સુધી હાઇએલર્ટ જારી કરી દેવું જોઇએ. કારણ કે હજુ પણ તીડની ત્સુનામી આવી રહી છે અને જે પહેલાથી જ તીડ સક્રિય છે તેમાં ભળી જશે તો ભારે નુકસાન થવાની ભીતિ છે. અન્ય જે દેશોને હાઇએલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી છે તેમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, સુડાન, સાઉથ સુડાન, સોમાલીયા, ઇથોપિયાનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ લોકસ સર્કલ ઓફિસ દ્વારા જે રાજ્યોમાં અસર છે ત્યાં 1,35,207 હેક્ટર વિસ્તારમાં તીડના કન્ટ્રોલ માટેની કાર્યવાહી હાથ ધરાઇ હતી જેમાં દવાનો છંટકાવ સહિતના પગલાઓનો સમાવેશ થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post