પાકીસ્તાનથી અસંખ્ય તીડોના ટોળા ભારતના આ રાજ્યમાં પ્રવેશવાની મોટી સંભાવના- જાણો વિગતે

Share post

છેલ્લા ઘણા સમયથી ગુજરાત, રાજસ્થાન જેવા રાજ્યોમાં તીડના ના ટોળા ખેતરોમાં ઉભા પાકને મોટાપાયે સફાયો કરી નાખે છે. ત્યારે હજુપણ આગળના અમુક દિવસોમાં દક્ષિણ આફ્રિકાથી તીડના ટોળા મોટાપાયે રાજસ્થાનમાં પ્રવેશે તેવી FAO દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે.

FAO ના જણાવ્યા અનુસાર, રાજસ્થાન તેમજ અન્ય રાજ્યના ખેડૂતોને ફરી એક વખત તીડના ના ટોળા નો સામનો કરવો પડી શકે છે. આ વખતે દક્ષિણ આફ્રિકાથી ખૂબ જ મોટા પ્રમાણમાં રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાં તીડના ટોળા આવી રહ્યા છે જેના કારણે ખેડૂતોએ પોતાના ખેતર માં તૈયાર કરેલા ઉભા પાકને જંગી નુકસાન કરે તેવી આશંકાઓ સેવાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે-ત્રણ મહિનાથી પાકિસ્તાન તરફથી આવી રહેલા તેમના ટોળાએ ભારત અને ઉત્તર અને પશ્ચિમનાં રાજ્યોમાં ખેડૂતોએ તૈયાર કરેલા ઉભા પાકનો સફાયો કરી નાખ્યો હતો. ત્યારે ફરી એક વખત દક્ષિણ આફ્રિકાથી આવી રહેલા તીડના ટોળા રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાં ખેડૂતોએ તૈયાર કરેલા ઉભા પાકનો સફાયો કરે તેવી આશંકાઓ સેવાઈ રહી છે.

તીડના પ્રકોપનો સામનો કરવા તંત્રના તકેદારીના પગલા:
હાલમાં FAO દ્વારા થયેલી ચેતવણીના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. FAO એ ખેડૂતોને સાવધાન કરતા કહ્યું કે, સોમાલિયા શહીદ આફ્રિકાના કેટલાક દેશોમાં થી યોજના ટોળા પાકિસ્તાનની બોર્ડર પર થઈને ભારતમાં પ્રવેશી રહ્યા છે. જેના કારણે રાજસ્થાનમાં આવેલ જેસલમેર ખાતે હાલમાં તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે.દક્ષિણ આફ્રિકાથી આવી રહેલા તીડના ટોળા નો સામનો કરવા માટે હાલમાં કૃષિ વિભાગ દ્વારા તેમજ બીએસએફ દ્વારા બેઠક કરવામાં આવી રહી છે અને તેને કઈ રીતે નિયંત્રણ કરવું તે અંગે યોજના કરવામાં આવી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post