ફરી એકવાર પાકિસ્તાનથી આવી રહ્યા છે લાખોની સંખ્યામાં તીડ, જાણો શું છે રુપાણી સરકારની પૂર્વ તૈયારી

Share post

પાકિસ્તાનમાં કોરોના વાયરસને પગલે પાકિસ્તાનમાં હાલમાં ફફડાટનો માહોલ છે. 300 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 2 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. હવે કોરોના વાયરસથી પાકિસ્તાન સામે મોટી સમસ્યા પેદા થઈ છે . પાકિસ્તાનની સરકારે આ સમસ્યાનો નિકાલ ન કર્યો તો અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડી શકે તેમ છે. આ સમસ્યાને પગલે પાકિસ્તાનમાં ધાન્યનો સફાયો થઈ જશે અને લોકો અનાજ માટે બુમરાણ મચાવશે. પાકિસ્તાનમાં હાલમાં લાખોની સંખ્યામાં તીડ છે. જો પાકિસ્તાન આ તીડોને રોકવામાં નિષ્ફળ ગયું તો જૂનમાં ગુજરાતમાં તીડ આતંક મચાવશે એ ફાયનલ છે. રાજસ્થાને પણ કૃષિવિભાગને તીડ ત્રાટકવાની એડવાન્સમાં આગાહી કરી અત્યારથી જ ઉપાયો શરૂ કરી દીધા છે.

ભારતમાં આવનારી આ મોટી આ સમસ્યાનું નામ તીડ છે. પાકિસ્તાનના પંજાબ, બલુચિસ્તાન અને સિંધ પ્રાંતમાં તીડના હુમલાને પગલે હજારો એકર ઘઉંના પાકનો સફાયો થઈ ગયો છે. દવાના છંટકાવ છતાં તીડની સંખ્યા ઓછી થઈ રહી નથી. સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે. પાકિસ્તાનના ખેડૂતોનું કહેવું છે કે, મોટી સંખ્યામાં તીડના નારંગી રંગના ઈંડા ખેતરમાં પડ્યાં છે. એ તીડ બનીને કપાસના પાકને ખાઈ જશે. હવે પાકિસ્તાનના ખેડૂતો સરકાર પાસે મદદ માગી રહ્યાં છે. ખેડૂતો બુમરાણ મચાવી રહ્યાં છે કે પાક સાફ થઈ જતાં બાળકો ભૂખે મરી રહ્યાં છે.

બલૂચિસ્તાનના ખેડૂત અબ્દુલ કાદરીનું કહેવું છે કે, ગામમાં 2000 ખેડૂતો રહે છે. ઘઉંની દરેક ખેડૂત 70થી 100 બોરી પેદા કરે છે. હાલમાં હાલત એ છે કે, હવે 10 બોરી ઘઉં પણ નહીં પાકે. પાકિસ્તાનના અધિકારી ખુર્રમ શહેજાદના કહેવા મુજબ તીડના હુમલાને પગલે કૃષિને જીડીપીના 2 ટકાથી વધારે નુક્સાન થયું છે. સેન્ટ્રલ બેંકે આ અનુમાન 4 ટકા લગાવ્યું છે. પાકિસ્તાનમાં આ તીડોની સંખ્યા વધી તો ભારતના રાજ્યો પણ પ્રભાવિત થઈ શકે છે. સૌથી વધારે નુક્સાન રાજસ્થાન અને પંજાબ અને ગુજરાતમાં થઈ શકે છે. રાજસ્થાનમાં સરકાર અધિકારીઓને તીડ રોકવા માટે પ્રશિક્ષણ આપી રહી છે . રાજસ્થાન સરકારે આગાહી કરી છે. જૂનથી મે સુધી રાજસ્થાનમાં તીડનો હુમલો થઈ શકે છે.

ગયા મહિના 8 સદસ્યોનું એક પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન આવ્યું હતું. જેને પાકનું આંકલન કર્યું હતું. પાકના રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણના એક રિપોર્ટ અનુસાર ચીન તીડને રોકવા છાંટવા માટેની દવા અને સાધનો આપી શકે છે. પાકિસ્તાનમાં કપાસની આયાત-નિકાસને પગલે 60 ટકા લોકોને રોજગાર મળે છે. હાલમાં ચીન પાકિસ્તાનની મદદ માટે તૈયાર થયું છે. જો પાકિસ્તાન આ દુશ્મનને ન રોકી શક્યું તો ગુજરાતનો પણ મરો થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…