વધુ એક સાધુની હત્યા, મૃત્યુના દિવસો બાદ મૃતદેહ મળતા સડી ગઈ લાશ

Share post

કોરોનાવાયરસની મહામારીને કારણે દેશમાં lockdown લાગ્યું છે, તે દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી સાધુ-સંતોની હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. મહારાષ્ટ્રના પાલઘર અને ઉત્તર પ્રદેશમાં થયેલ સાધુઓની હત્યાને હજુ થોડા દિવસો પણ પસાર નથી થયા ત્યાં પંજાબમાં એક સાધુની હત્યાની ઘટના સામે આવી છે. પંજાબ ના નવાશહેરમાં યોગેશ્વર મુનિ દેશમની કોહવાયેલી લાશ તેમના આશ્રમમાં થી જ મળી આવ્યું છે. પોલીસે શબ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું છે. તેમજ ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળ પરથી પુરાવાઓ ભેગા કર્યા છે. આશ્રમની જમીન પર પગ જોકે ચોરી કરવાના ઈરાદાથી હત્યાને અંજામ આપવામાં આવ્યો હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. આશ્રમ પાસે ત્રણ એકર જમીન છે.

સંત યોગેશ્વર મુનિ રોપડ નજીક નવા શહેર જિલ્લાના ગામ માં સતલુજ નદી ના કિનારે આશ્રમ બનાવીને રહેતા હતા. તેમની લાશ રૂમમાં ખરાબ હાલતમાં પડેલી મળી. લાશ જોઇને એવું લાગી રહ્યું હતું કે જાણે કુતરા ઓએ તેમના પર હુમલો કર્યો હોય. રૂમનો દરવાજો તૂટેલો હતો અને ઘટનાસ્થળ પરથી એલઇડી ટીવી, ઇન્વર્ટર અને બેટરી પણ ગાયબ હતા. એવામાં આ ઘટના ચોરી કરવા માટે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

સાધુના ભાઈએ જણાવ્યું કે તેઓ છેલ્લા ૪૦ વર્ષથી એકલા જ આશ્રમ બનાવીને રહેતા હતા. Lockdown અને પ્રદેશમાં લાગેલા કરફ્યુ ને કારણે અહીં શ્રદ્ધાળુ આવતા ન હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અત્યારે થઈ તેની શોધખોળ માટે ફોરેન્સિક ડીપાર્ટમેન્ટ નો સહયોગ લેવામાં આવી રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post