જાહેર થયું ગુજરાતના બેસ્ટ ખેડૂત એવોર્ડનું લીસ્ટ- જેમણે પોતાની આવડત અને કોઠાસૂઝથી ખેતીમાં સારી એવી સફળતા મેળવી

Share post

આત્મા ફાર્મસ એવોર્ડ અંતર્ગત રાજ્ય અથવા જીલ્લા કક્ષાના ખેડૂતોને એક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ બેસ્ટ આત્મા ફાર્મસ બનેલા ખેડૂતોને આપવામાં આવે છે. જે કોઈ પણ ખેડૂતે વર્ષ દરમિયાન પોતાની આવડત અને ટેકનોલોજીનો ઉપયોગ કરી સરી એવી સફળતા મેળવી હોય તેવા ખેડૂતોને આત્મા ફાર્મસ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જેનાથી ખેડૂતોને પ્રોત્સાહન મળે અને વધારે સફળતા પ્રાપ્ત કરી શકે તે માટે આ એવોર્ડનું વિતરણ કરવામાં આવે છે.

આત્મા ફાર્મસ એવોર્ડ દર વર્ષે બેસ્ટ ખેડૂત બનેલા લોકોને આપવામાં આવે છે. જેમણે પોતાની આવડત અને કળાસુજથી ખેતી ક્ષેત્રે સરી સફળતા મેળવી હોય. આ એવોર્ડ બે કક્ષામાં વિતરણ કરવામાં આવે છે. તેમાં પ્રથમ કક્ષા છે જીલ્લા ક્ષેત્રે અને બીજી કક્ષા છે રાજ્ય ક્ષેત્રે. વર્ષ દરમિયાન જીલ્લા કક્ષાના બેસ્ટ ખેડૂતોની યાદીમાં સમાવેશ થયેલા ખેડૂતોને 25,000 હજારનું ઇનામ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. સાથે-સાથે રાજ્ય કક્ષાના આત્મા ફાર્મસ એવોર્ડમાં નિયુક્ત થયેલા ખેડૂતોને ૫૦,000 હજારનું ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. ગયા વર્ષ ૨૦૧૮-૨૦૧૯ માટે નિયુક્ત થયેલા ખેડૂતોને હાલના સમયમાં એટલે કે ચાલુ વર્ષે આત્મા ફાર્મસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તો રાજ્ય ક્ક્ષાએ સૌથી પહેલું નામ જે ખેડૂતનું આવ્યું છે તે નામ ભરૂચ જિલ્લાના પાણેથા ગામમાં ખેતી કરતા ધીરેન્દ્ર ભાઈ દેસાઈનું છે.

દુનિયામાં સૌથી વધુ ન્યુટ્રિશનથી ભરપૂર ફળ એટલે કેળાછે. આ કેળાની ખેતી ભારતમાં મોટા પાયે કરવામાં આવે છે. કેળાનો પાક રોકડિયા પાકની શ્રેણીમાં આવે છે. દુનિયામાં સૌથી વધુ પૌષ્ટિક આહાર મા ખવાતુ ફળ એટલે કેળા. આપણો દેશ વિશ્વભરમાં કેળાની નિકાસ કરે છે, તો આપણું ગુજરાત પણ કેમ પાછું પડે!! દક્ષિણ ગુજરાતના ભરૂચ પાસે આવતા પાણેથા ગામમાં ખેતી કરતા ધીરેન્દ્ર ભાઈ દેસાઈ સાથેની વાતચીતમાં તેમની સફળતાની ચાવી શું છે તે જાણવા મળ્યું. આજે અમે પણ તમને કેળાની ખેતી માં જે રીતે સુધારા-વધારા કરીને તેમને સફળતા મેળવી તેમાંથી આપને પણ કોઈ પ્રેરણા મળે તેવો અમારો પ્રયત્ન રહેશે.

રાજ્ય કક્ષાના બેસ્ટ આત્મા એવોર્ડ તરીકે પહેલા ખેડૂતનું નામ ધીરેન્દ્રભાઈ દેસાઈનું આવ્યું છે. તે ઉપરાંત પણ બીજા ઘણા ખેડૂતો છે કે જેમના નામ આ લીસ્ટમાં સમાવેશ થયો છે.

ધીરેન્દ્રભાઈ દેસાઈ એ ખેડૂત ક્લબ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, અને ૨૨ એકર જમીનમાં ખેતી કરીએ છીએ અને 26 મહિનાના સમયગાળામાં ત્રણ વખત કેળાનો પાક લઈએ છીએ. અમને દેશમાં સૌથી વધુ ઉત્પાદન કરવા માટે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા એવોર્ડ પણ એનાયત કરાયેલા છે. અમારી સફળતાનો પૂર્ણ શ્રેય ટીશ્યુ ટેકનોલોજી અને ડ્રીપ ઇરીગેશન ને જાય છે. આ માટેની તાલીમ અમને રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા પણ આપવામાં આવી હતી.

ધીરેન્દ્રભાઈ વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે , ટેકનોલોજીથી એક જ ઘરમાં અમને અઢીથી ત્રણ લાખની આવક થાય છે એમાંથી ખર્ચ બાદ કરવાનો અને ટિશયું ટેકનોલોજી સિવાય વિદેશી ખાતર અમે ઈઝરાયલથી મંગાવીએ છીએ અને આ ખાતરના ઉપયોગથી મબલખ ઉત્પાદન મળે છે આ ખાતર માટે અમને સરકાર તરફથી 27 હજાર રૂપિયા જેટલી સબસિડી પણ મળે છે.

ધીરેન્દ્ર ભાઈને વિવિધ સંગઠનો અને સરકાર દ્વારા અનેક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. દેશનો સર્વોચ્ચ એવોર્ડ આઇફા પ્રોગ્રેસિવ ફાર્મર એવોર્ડ એનાયત થયો હતા. પ્રતિ એકમ સૌથી વધુ ઉત્પાદન કરવા માટે ધીરેન્દ્ર ભાઈને વર્ષ 2017 નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સિવાય ધીરેન્દ્ર ભાઈ ને કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય તરફથી ખેડૂતોની આવક ડબલ કરવા માટે ની કોન્ફરન્સમાં પણ આમંત્રિત કરીને સન્માનવામાં આવ્યા હતા. આ સિવાય સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર થી પણ નવાજીને ગુજરાત સરકારે ધીરેન્દ્ર ભાઈની કોઠાસૂઝને નવાજી હતી. અને હાલ આત્મા ફાર્મસ એવોર્ડના પણ પોતે હકદાર થયા છે.

કૃષિ સંશોધન વૈજ્ઞાનિકો પણ ધીરેન્દ્ર ભાઈને મળવા પડાપડી કરતા હોય છે. અમે આપ ખેડૂત મિત્રોને પણ જરૂરી માર્ગદર્શન મળી રહે તે હેતુથી ધીરેન્દ્રભાઈ નો સંપર્ક નંબર આપી સરકારી યોજનાઓનો લાભ કઈ રીતે પ્રાપ્ત થાય તેનો સુંદર જ્ઞાન પણ ધીરેન્દ્રભાઈ ખેડૂત મિત્રોને નિસ્વાર્થ ભાવે આપતા રહે છે. આપ ધીરેન્દ્ર ભાઈનો સંપર્ક 9428687219 પર કરી શકો છો. માર્ગદર્શન માટે બીજા ખેડૂતના પણ પ્રેરણાસ્ત્રોત બની શકે તે હેતુથી આ પોસ્ટ વધુમાં વધુ મિત્રો સુધી શેર કરીને ખેડૂતોને મદદરૂપ થઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post