અહિયાં વીજળીએ કાળો કેર વર્તાવ્યો, ખેડૂતો સહીત 163 લોકોના વીજળી પડવાથી મોત

Share post

અગાઉ પર બિહાર સહીત ઘણા રાજ્યોમાં વીજળી પાડતા ઘણા ખેડૂતો સહીત ઘણા લોકોના મોત થયા હતા, હાલ પણ એવી જ એક ઘટના બિહાર રાજ્યમાં થઇ છે. શનિવારનાં રોજ બિહારમાં વીજળી પડવાથી 21 લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટના રાજ્યના 4 જિલ્લામાં બની ગઈ છે.ત્યારે ભોજપુરમાં 4, સારનમાં 4, પટનામાં 1 અને બક્સરમાં પણ 1 નું મોત નીપજ્યું હતું. છેલ્લા 24 કલાકમાં 7 જિલ્લાઓમાં અતિભારે વરસાદે કેર વરસાવ્યો હતો, અને 18 લોકો તેનો ભોગ બન્યાં હતાં. હવામાન ખાતાએ આગામી 24 કલાક માટે હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બિહાર રાજ્યના CM નીતિશકુમારે રાજ્યનાં લોકોને ઘરમાં જ રહેવા માટેની અપીલ કરી હતી. ભોજપુર જિલ્લામાં 6 લોકો દાઝી ગયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. હવામાન ખાતા દ્વારા પટના, ભોજપુર, વૈશાલી, નાલંદા સહિતનાં 12થી પણ વધુ જિલ્લાનાં લોકોને વીજળીથી સાવધાન રહેવા એલર્ટ કર્યા હતા. મુંબઈમાં સમુદ્ર તોફાની બન્યો હતો અને તેને લીધે હાઈટાઈડની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન ખાતાએ ધોધમાર વરસાદને લીધે 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું.

બિહારમાં ગુરુવારે વીજળી પડવાથી 5 જિલ્લામાં કુલ 8 નાં મોત નિપજ્યા હતા, જેમાંથી લખીસરાયમાં 2, સમસ્તીપુરમાં 3, બાંકા અને જમુઈમાં 1-1નો ભોગ લેવાયો હતો. ગુરુવારે પણ વીજળીનાં પડવાથી કુલ 26 લોકો ભડથુ થઈ ગયા હતા. મંગળવારે કુલ 11 લોકોનાંઅને 26 જૂનનાં રોજ કુલ 96 લોકોનાં વીજળી ત્રાટકતા જ મોત થયાં હતા. છેલ્લા 8 દિવસમાં વીજળી પડવાથી બિહારમાં કુલ 163 લોકોનો ભોગ લેવાયો હતો.

હવામાન ખાતાએ આગામી 24-48 કલાક માટે દિલ્હી, મધ્યપ્રદેશ, યુપી, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, છત્તીસગઢ, પૂર્વ રાજસ્થાન, આંધ્રપ્રદેશનાં કાંઠાનાં વિસ્તારો, ઓડિશા, ગુજરાતમાં પણ ભારે ગાજવીજ અને વીજળીનાં કડાકા-ભડાકાની સાથે અતિભારે વરસાદ આવવાની આગાહી કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post