આવનારા 5 દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

થોડાં સમયથી રાજ્યમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. ઘણાંખરાં વિસ્તારમાં તો મેઘરાજા તો મન મુકીને વરસી ચૂક્યા છે. ત્યારે વરસાદ અંગેની હવામાન વિભાગે આગામી કુલ 5 દિવસમાં હળવો થી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો-છવાયો અથવા તો અતિભારે વરસાદ આવી શકે છે.
હવામાન વિભાગના ડાયરેકટર જયંત સરકારના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં અનુકૂળ પરિસ્થિતિ બનતા જ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. ચોમાસાની શરૂઆત પછી રાજ્યના ઘણાંખરાં વિસ્તારમાં જરૂરિયાત કરતા વરસાદ ઓછો પડ્યો છે. જ્યારે અમદાવાદમાં તો હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના જુદાં-જુદાં વિસ્તારમાં પણ પવનની સાથે જ વરસાદની આગાહી આપવામાં આવી છે.
આજે જ વલસાડના ઉમરગામમાં 2 કલાકમાં જ 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેની સાથે જ રાજ્યના ફક્ત 4 તાલુકામાં જ આજે વરસાદ નોંધાયો છે. જેમાંથી વલસાડના પારડીમાં કુલ 7 મિમિ, વાપીમાં કુલ 3 મિમિ વરસાદ તથા નવસારીના ચીખલીમાં કુલ 1 મિમિ વરસાદ પડ્યો છે.
22 જુલાઈએ રાજ્યના 50 તાલુકામાં કુલ 1 મિમિ થી 68 મિમિ સુધીનો વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ રાજકોટના લોધિકામાં પોણા ત્રણ ઈંચ નોંધાયો હતો. જ્યારે ભાવનગરમાં કુલ 2 ઈંચ, અમદાવાદના ધંધુકામાં કુલ 44 મિમિ, સુરેન્દ્રનગરના વઢવાણ તથા અમદાવાદના ધોળકામાં કુલ 32 મિમિ, વલસાડમાં કુલ 26 મિમિ, સુરતના ઉમરપાડામાં કુલ 20 મિમિ, વાપીમાં કુલ 18 મિમિ, ખેડાના માતરમાં કુલ 13 મિમિ વરસાદ પડ્યો હતો. જ્યારે ભરૂચના આમોદ તથા સુરત શહેરમાં કુલ 12-12 મિમિ જ વરસાદ નોંધાયો હતો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club