ભારે વરસાદના કારણે ઠેરઠેર પડ્યા મસમોટા ગાબડા- જાણો વિગતવાર

Share post

હાલમાં થોડાં  સમયથી અતિભારે વરસાદને કારણે રસ્તા ભીનાં થઈ જવાંને કારણે અકસ્માતો થતાં હોય એવી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ વરસાદને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા માત્ર 24 કલાકમાં કુલ 32 માંથી કુલ 31 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે.

જેમાં ઉમરપાડા, પલસાણા, ડોલવણ તથા માંગરોળમાં કુલ 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે બીજા તાલુકામાં હળવો વરસાદ નોધાયો છે.હવામાન વિભાગે કુલ 2 દિવસ હળવાંથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન છેલ્લા માત્ર 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કુલ 32 પૈકી કુલ 31 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

જેમાં ઉમરપાડા, પલસાણા, ડોલવણ તથા માંગરોળમાં કુલ 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. આની સાથે જ કુલ 6 તાલુકામાં અડધા ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. જ્યારે બીજાં તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે.દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે રસ્તાઓની હાલત કફોડી બની ગઈ છે.

જેથી તંત્ર દ્વારા રોડ સમારકામ કરવાંની કામગીરી ચાલી રહી છે. જ્યારે અતિભારે વરસાદને લીધે પલસાણા તાલુકામાં આવેલ ચલથાણ ગામ ખાતે નેશનલ હાઈવે પર મસમોટું ગાબડું પડી ગયું છે. જ્યારે વાંસદા તાલુકા કંબોયાથી વાંદરવેલાને જોડતાં રોડ પર કોતર પર આવેલ પુલની સ્તિથી જર્જરિત થઈ ગઈ છે.

પહેલાં પણ એક વ્યક્તિનું અકસ્માતમાં મોત થયું હતું. ઘણી રજૂઆતો કરવામાં આવી એમ છતાં પણ સ્થિતિ એમ જ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આની સાથે જ ધરમપુરમાં આવેલ ભૂતરૂન ખનકી પરનું નાળું તૂટી જતાં ઘણાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા માત્ર 24 કલાકમાં નોંધાયેલો વરસાદ :
ઉમરપાડામાં 39 મીમી, પલસાણામાં 36 મીમી, માંગરોળમાં 31, ડોલવણમાં 29 મીમી, ગણદેવીમાં 24 મીમી, ચોર્યાસીમાં 20 મીમી વરસાદ નોંધાયો હતો…

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post