ગૌમાતાનું દૂધ પીને નહિ, પરંતુ તેના દુઃખના આંસુ લુછીને બધી જ ગાય માતાને બચાવીએ…

Share post

દેશનાં  PM નરેન્દ્રભાઇ મોદીએ પણ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરીને પર્યાવરણને બચાવવા માટેનો સંકલ્પ કર્યો છે. ત્યારે આપણે સૌ આ દિશામાં જાગૃત બનીએ.સમગ્ર કચ્છમાં પ્લાસ્ટીકની થેલી-ઝબલાનું દુષણ દૂર કરવાં ઘણી સંસ્થાઓ સક્રિય બનીને કાર્ય કરી રહી છે પરંતુ જ્યાં સુધી ઉત્પાદન બંધ ન થાય ત્યાં સુધી દુષણ દૂર થવું ઘણું મુશ્કેલ છે. પ્લાસ્ટીકની થેલીઓ તેમજ ઝબલાનું જથ્થાબંધ ઉત્પાદન થાય છે એવી ફેકટરીઓમાં કુલ 40  માઇક્રોન નીચેનાં થેલી-ઝબલા બનાવવાં પર પ્રતિબંધ લગવવો જાઇએ.

ભુજ તેમજ ઘણાં ગામડાઓ અને શહેરોમાં પ્લાસ્ટીકનાં ઝીણાં ઝબલા-થેલીઓની સામે ઝુંબેશ ચલાવી રહેલ માનવજ્યોત સંસ્થાનાં પ્રમુખ શ્રી પ્રબોધ મુનવર તેમજ મંત્રી સુરેશભાઇ માહેશ્વરીએ જણાવતાં કહ્યું હતું કે, માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દર વર્ષે કુલ 12,000 થી પણ વધારે કાપડની થેલીઓ પ્રિન્ટ કરાવીને વિતરણ કરવામાં આવે છે તથા ઘણાં વિસ્તારોમાં સભાઓ યોજીને લોકોને સમજ પૂરી પાડવામાં આવી રહી છે.

ઘી-તેલ વાળી મીઠાઇ ફરસાણ તેમજ બીજી સુગંધીત વસ્તુઓ આવી પ્લાસ્ટીકની થેલી-ઝબલાઓમાં ઘર સુધી લઇ આવ્યા પછી ડાબરમાં ઠલવીને થેલી ઝબલાઓ જયાં ત્યાં ફેંકી દેવામાં આવે છે. ફેંકી દેવામાં આવેલ પ્લાસ્ટીકની થેલી-ઝબલાઓ ગાય માતા ચાટતી હોય છે તેમજ ત્યારપછી થેલી-ઝબલા પણ ખાઇ જતી હોય છે. ગાય માતાનાં પેટમાં આ પ્લાસ્ટીક જવાથી ગાય બિમાર પડતી હોય છે તેમજ મૃત્યુને ભેટતી છે.

ઘણીવાર સુપાર્શ્વ જૈન સેવા મંડળનાં સેવાભાવી ભાઇઓ ગાય માતાનાં પેટનું ઓપેરશન કરીને કુલ 20-50 કિલો પ્લાસ્ટીક પેટ અંદરથી બહાર કાઢીને ગાય માતાને બચાવે છે. જેનાં શરીરમાં કુલ 33 કરોડ દેવ-દેવતાનો વાસ રહેલો છે. એવી ગાયમાતાને મારી નાખવાનું કામ આપણાં હાથે ન થાય અને આપણે મહાપાપમાંથી બચીએ. એની માટે પ્લાસ્ટીકની થેલી-ઝબલાઓનો વપરાશ સદંતર બંધ કરી દેવો જોઇએ.

પ્લાસ્ટીકનાં ઝબલા-થેલી જયાં ત્યાં ન ફેંકવા જાઇએ. કચરાઓનાં ઢગલામાં તેમજ કચરાપેટીમાં મુખ્ય કચરો પ્લાસ્ટીકનો જોવા મળે છે. આ પ્લાસ્ટીક જમીનમાં જ્યાંં પણ દટાઇ જાય છે. ત્યાં અનાજ તેમજ વૃક્ષ પણ ઉગતા નથી. પર્યાવરણને આવું ઝીણું પ્લાસ્ટીક ખુબ જ નુકશાન કરે છે. પ્લાસ્ટીકનાં ગ્લાસ-ડીસ તથા બીજો પ્લાસ્ટીકનો કચરો પર્યાવરણને ઘણું નુકશાન કરી રહેલો છે.’ગાય માતાને બચાવો’ સૂત્રો માત્રથી ગાયમાતાનો બચાવ થશે નહીં પરંતુ જરૂરી ઝુંબેશ ચલાવીને ઝીણી પ્લાસ્ટીકની થેલી-ઝબલા નાબુદ થશે તો જ આપણે ગાય માતાને બચાવી શકશું.

પર્યાવરણને બચાવવા માટે એનું રક્ષણ તથા જતન કરવાની આપણાં સૌની ફરજ રહેલી છે. ત્યારે પ્લાસ્ટીકની થેલી-ઝબલાનાં દૂષણમાંથી આપણે સૌ મુક્ત થઇને પહેલાંનાં જમાનાંની જેમ જ કાપડની થેલીનો વધુમાં વધુ ઉપયોગ કરીએ. ફક્ત ગાય માતાનું દૂધ પીને જ નહીં પરંતુ એનાં દુઃખનાં આંસુ લુછીને બચાવીએ તો જ ગાયમાતાની સાચી સેવા કરી ગણાશે.પહેલાંનાં જમાનામાં લોકો ઘરેથી નીકળતાં હતાં ત્યારે કાપડની થેલીને હાથમાં લઇને નીકળતા એને અનુસરવું ખુબ જ જરૂરી બન્યુ છે, લોકો સમજે, વિચારે તેમજ કાપડની થેલીઓનો વપરાશ કરે એ સમયની માંગ રહેલી છે.

માનવજ્યોત સંસ્થા છેલ્લા કુલ 15 વર્ષથી આ દિશામાં કામ કરી રહી છે. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, અરવિંદભાઇ ઠક્કર, સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જાશી, પૃથ્વીરાજસિંહ જાડેજા, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ,જેરામ સુથાર, મુરજીભાઇ ઠક્કર, નિતિન ઠક્કર તેમજ સર્વે કાર્યકરોની ટીમ ઘણાં કાર્યક્રમો દ્વારા લોકોને પર્યાવરણનું જતન કરવા માટેની સમજ પૂરી પાડી રહ્યા છે. સભામાં ઘણાં લોકો પ્લાસ્ટીકની થેલી-ઝબલાઓનો વપરાશ સદંતર માટે બંધ કરી દેવાનો સંકલ્પ લેતાં હોય છે.

ત્યારે આપણે સૌ સમગ્ર ભુજ શહેર અને કચ્છને પ્લાસ્ટીકની થેલી-ઝબલાથી મુક્ત બનાવીએ. તો જ ગૌમાતા બચી જશે તેમજ પર્યાવરણનું જતન પણ કરી શકશું. પાણીનો કરકસરપૂર્વક વપરાશ કરીને પાણી બચાવવા પણ લોકોને સમજ પૂરી પાડવામાં આવે છે. માર્ગમાં જયાં ત્યાં વપરાયેલ પ્લાસ્ટીકની થેલી-ઝબલાનો કચરો નજરે ચડે કે તરત જ કચરાપેટીમાં નાંખો. કચરા પેટીમાં નાખો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post