ગોપાલભાઈ પટેલ કરોડો રૂપિયાના હીરાનાં બીઝનેસને છોડી 700 જેટલી ગૌમાતાનો કરી રહ્યાં છે ઉછેર, જુઓ વિડીયો

Share post

ગૌમાતા વિનાનું જીવન હવે વિચારી શકાય એવું નથી. જો ગાયો અને ખેડૂતો દુઃખી હશે તો દેશ ખુશ નહી રહે આવું માનવું છે દેશની સૌથી શ્રેષ્ઠ અને વૈદિક રીતે ચાલતી બંસી ગીર ગૌશાળાનાં સંચાલક ગોપાલ સુતરીયા. ગોપાલભાઈ જે રીતે ગાયોને પ્રેમ કરે છે તેમજ માતાની જેમ કાળજી રાખે છે એ ખરેખર શ્રી કૃષ્ણનાં ‘ગોપાલ’ નામને સાર્થક કરી બતાવે છે.

મુંબઈમાં પોતાનો કરોડોનો બીઝનેસ હોવાં છતાં એને ઠોકર મારીને ગોપાલભાઈ અમદાવાદ બાજુ પરત ફર્યા એ પણ ફક્ત ગૌસેવા કરવાં માટે જ. ગૌસેવા એ જ દેશસેવા. કારણ કે, તેઓનું માનવું છે કે, જેવી ગાય માતાની સ્તિથી હશે એવી જ દેશ તેમજ દેશવાસીઓની સ્તિથી રહેશે. અમદાવાદમાં આવેલ શાંતિપુરા વિસ્તાર નજીક વૈજ્ઞાનિક તેમજ વૈદિક રીતે ગૌમાતાનો ઉછેર કરવાનું શરુ કર્યું. હાલમાં અહીં કુલ 700 થી પણ વધુ દેશી ગાયોનો ઉછેર કરવામાં આવે છે. આ ગાયોની માંગ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે.

ગોપાલભાઈએ શરૂઆતથી જ પોતાનું લક્ષ્ય રાખ્યું છે કે, ગાય આધારિત ખેતી કરીને લોકોનું જીવન સ્વસ્થ તેમજ સારું બનાવવું અને આની માટે તેઓ ગાયોનું એવી રીતે પાલન કરી રહ્યાં છે કે, જેથી ગાયોને પણ કોઈ તકલીફ ન પડે. તેઓ ખેડૂતોને તાલીમ આપીને વ્યાપમાં સતત વધારો કરી રહ્યાં છે. ગોપાલભાઈનું માનવું છે કે, સાચી પ્રગતી તો એ જ કહેવાય કે, જેમાં કોઈનું શોષણ ન થયું હોય. આ ગૌશાળામાં 18 જાતની કુલ 700 થી પણ વધારે ગૌમાતા છે.

સૌથી મહત્વની વાત તો એ છે કે, એકપણ ગૌમાતાને ખીલ્લેથી બાંધવામાં આવતી નથી. જેથી ગૌમાતા મુક્તપણે હરી-ફરી શકે છે. તમામ ગાયોને એમની મરજી પ્રમાણે જ મૂકી રાખવામાં આવેલ ઘાસચારો તેમજ પાણી આપવામાં આવે છે. તમામ ગાયોના નામ રાખવામાં આવ્યા છે. જયારે દોહવાનો સમય થાય ત્યારે માત્ર બુમ પાડવાથી જ ગાયો બહાર આવી જાય છે.  વિવિધ પ્રયોગો દ્વારા તમામ ગાય માતાનું ધ્યાન રાખવામાં આવે છે. અહીંના વાછરડા કોઈને પણ વેચવામાં આવતા નથી.

અહીં ગાયોના છાણ તેમજ મૂત્ર પર એવું સંશોધન કરવામાં આવી રહ્યું છે કે, જેનાથી ખેડૂતોની ખેતી શૂન્ય બજેટની કરી શકાય. ખેડૂતભાઈઓ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે એ માટે તેઓ સતત કાર્યરત રહે છે.હાલમાં ઠેર-ઠેર કેન્સરની બીમારીમાં સતત ફેલાવો થતો જાય છે. ભારતમાં પ્રવર્તી રહેલ 90% બીમારીઓનું નિરાકરણ એકમાત્ર ગૌમાતા જ છે.ગોપાલે કુલ 50 પ્રકારની ઔષધીઓ બનાવી છે કે, જેમાં માનવીની 90% બીમારીઓનું નિરાકરણ મળી જાય છે.

આની સાથે જ ગોપાલે વધુ એક કાર્યની શરૂઆત કરી છે કે, જેમાં બાળકો અભ્યાસની સાથે જ સંસ્કારોનું સિંચન કરવું. આની માટે એમણે ગુરુકુળની પણ સ્થાપના કરી છે. પોતાના ઘરના જ કુલ 7 બાળકોથી શરૂઆત કરનાર ગુરુકુળમાં હાલમાં કુલ 70 થી પણ વધારે બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. આની સાથે જ કુલ 500 જેટલા બાળકો રાહ જોઈ રહ્યાં છે. અહીં બાળકોને શેમાં રૂચી રહેલી છે એને જાણીને બાળકોને તાલીમ આપવામાં આવે છે. જેને કારણે બાળક કોઈપણ ક્ષેત્રમાં પાછળ ન પડે. બાળકોને ખેતીની સાથે ગૌપાલન પણ શીખવવામાં આવે છે. આમ, ગોપાલભાઈએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post