27 વર્ષીય યુવતીએ એન્જિનિયરની નોકરી છોડી શરુ કર્યો મસાલાનો ઓનલાઈન બીઝનેસ, હાલમાં આવી રહ્યા છે દેશ-વિદેશથી ઓર્ડર

Share post

કોરોનાકાળમાં કેટલાંક લોકો પોતાનો નવો જ વ્યવસાય શરુ કરીને કમાણી કરી રહ્યાં હોય એવી ઘણી જાણકારીઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી  બેગ્લુરુમાંથી સામે આવી રહી છે. બેગ્લુરુમાં રહેતી સ્નેહા સિરિવરાએ કમ્પ્યુટર સાયન્સમાંથી એન્જિનિયરિંગ કરેલું છે. એક IT કંપનીમાં એને નોકરી પણ મળી હતી. સારી એવું વેતન પણ હતું. જો, કે એનું મન નોકરી કરવામાં લાગતું ન હતું. એ પોતાનાં બિઝનેસની શરૂઆત કરવા માગતી હતી.

માત્ર 1 વર્ષ બાદ એણે નોકરી છોડીને પોતાના ઘરેથી જ સાઉથ ઈન્ડિયન મસાલાનાં બિઝનેસની શરૂઆત કરી. હાલમાં દર મહિને કુલ 1,000થી પણ વધારે મસાલાઓનાં પેકેટ્સનું વેચાણ કરી રહી છે, ભારતની સાથે જ અમેરિકા તથા કેનેડામાં પણ પ્રોડક્ટ્સની સપ્લાઈ કરી રહી છે. એનું હાલનું ટર્નઓવર વર્ષે કુલ 20 લાખ રૂપિયા જેટલું થાય છે. સ્નેહા જણાવતાં કહે છે કે, મારા કેટલાક સંબંધીઓ અન્ય રાજ્યોમાં રહે છે.

એમની એક સતત ફરિયાદ રહેતી હતી કે, એમને સાઉથ ઈન્ડિયન મસાલા મળતા નથી. ક્યાંક કોઈ સ્ટોર અથવા તો દુકાનોમાં કેટલાક મસાલાઓ મળી જાય તો એમાં બરાબર સ્વાદ તેમજ સુગંધ હોતી નથી. ત્યારપછી મેં ઘરે જ મસાલા તૈયાર કર્યા તથા એનાં કેટલાંક પેકેટ્સ એમને કુરિયરથી મોકલ્યાં, જે એમને ખૂબ પસંદ પણ  આવ્યાં હતાં. ત્યારપછી અન્ય લોકો પણ મારી પાસે મસાલાની માંગ કરવાં લાગ્યા ત્યારે મને લાગ્યું કે, આ ક્ષેત્ર મારે બિઝનેસની શરૂઆત કરવી જોઈએ.

વર્ષ 2013માં મેં નોકરી છોડી દીધી હતી. માત્ર 29 વર્ષની સ્નેહાના પેરન્ટ્સ રિટાયર બેન્કર્સ છે. બંને સ્નેહાના કામમાં મદદ કરે છે. સ્નેહા જણાવતાં કહે છે, નોકરી છોડ્યા બાદ મેં માતા, દાદી તથા બીજી મહિલાઓની પાસેથી મસાલા વિશેનું બેઝિક કામ શીખ્યું હતું. કયા કયા મસાલાઓની માંગ વધારે રહેલી છે તેમજ એ કઈ રીતે તૈયાર થાય છે, એ અંગે વધારે જાણકારી એકત્ર કરી.

સ્નેહા જણાવતાં કહે છે કે, મેં વર્ષ 2013માં મારા ઘરનાં ગેરેજથી કામની શરૂઆત કરી હતી ત્યારે અમે લોકો પ્રોડકશનથી લઈને પેકેજિંગ સુધીનું બધું જ કામ કરતાં હતાં. જે મસાલા અમે તૈયાર કર્યા એને ઘણાં લોકોને પાર્સલ કરી દીધાં તેમજ બાકી મસાલા માટે અમે લોકલ રિટેલરની પાસે ગયા હતાં. એમને અમારી પ્રોડક્ટ બાબતે જણાવ્યું. એમને અમારી આ પ્રોડક્ટ પસંદ પડી તથા અમને ઓર્ડર આપવા લાગ્યા. આવી રીતે અમારું કામ વધતું ગયું તથા અમે પ્રોડક્ટને વધારતા ગયા. થોડાં દિવસ બાદ અમે સંભાર સ્ટોરીઝનાં નામે એક વેબસાઇટ લોન્ચ કરીને બધી જ પ્રોડક્ટને એના પર અપલોડ કરી દીધી હતી.

સ્નેહા જણાવતાં કહે છે કે, જે સંબંધીઓને એની પ્રોડક્ટ મોકલી હતી. એમણે એની પબ્લિસિટી કરી દીધી હતી. અમને લોકો તરફથી ઓર્ડર પણ મળી રહ્યા હતા પણ એમની સંખ્યા ખુબ જ ઓછી હતી. મોટા સ્તર પર ગ્રાહકો સુધી પહોંચવા માટે અમને થોડો સમય લાગ્યો તથા થોડું સ્ટ્રગલ પણ કરવું પડ્યું હતું. ત્યારપછી અમે સોશિયલ મીડિયાની મદદ લઈને ફેસબુક તથા ટ્વિટર પર પોસ્ટ કરી હતી. ત્યારપછી અમારા વ્યવસાય વધતો ગયો હતો.

થોડા દિવસ બાદ અમે વ્હોટ્સએપ બિઝનેસની પણ શરૂઆત કરી. અમારું ગ્રુપ બનાવીને લોકોને જોડવાનું કામ કર્યું તેમજ એના પર પણ ઓર્ડર લેવાની શરૂઆત કરી. જે લોકો ઓનલાઈન ઓર્ડર આપી શકતા ન હતા એમના માટે વ્હોટ્સએપ પર ઓર્ડર આપવો આસન બન્યું હતું. ખાસ કરીને તો ઓછું ભણેલ મહિલાઓની માટે.

તેઓ જણાવતાં કહે છે કે, જ્યારે કામનો વ્યાપ વધારે થયો ત્યારે વર્ષ 2018માં અમે સંભાર સ્ટોરીઝ નામની અમારી ફેક્ટરીની શરૂઆત કરી હતી. હાલમાં અમારી સાથે કુલ 6-7 લોકો કામ કરે છે. અમે લોકોને મસાલાની સાથે જ ચટણી-પાઉડર, અથાણું-પાઉડર, ફિલ્ટર કોફી-પાઉડર, નાસ્તા સહિત કુલ 50 ઉત્પાદનો આપીએ છીએ. ભારતની સાથે હવે અમે બીજા દેશોમાં પણ પ્રોડક્ટ્સ સપ્લાઇ કરી રહ્યા છીએ.

સ્નેહા જણાવતાં કહે છે કે, અમારી પ્રોડક્ટ 100% નેચરલ રહેલી હોય છે. અમે તમામ ચીજવસ્તુ ઘરની જ ઉપયોગમાં લઈએ છીએ. મસાલા માટે રો-મટીરિયલ પણ ગામમાંથી જ મંગાવીએ છીએ, જેને લીધે ક્યાંયથી પણ કોઈ ભેળસેન ન થાય. અમે લોકોને આ મસાલામાં કોઈપણ પ્રકારનું કેમિકલ અથવા તો પ્રિઝર્વેટિવ્સ પણ ઉમેરતાં નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post