ગૌશાળામાં પશુપાલન સહાય બંધ થતા 700 ગાયો બની નિરાધાર

Share post

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. કોરોના મહામારીને કારણે તમામ ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે. આને લીધે ઘણાં લોકો વિવિધ જગ્યાએ સહાય આપતાં પણ બંધ પડી ગયાં છે. હાલમાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. જેને સાંભળીને આપનું હ્રદય કંપી ઉઠશે.બનાસકાંઠા જિલ્લામાં આવેલ ગૌશાળા તથા પાંજરાપોળનું સહાય બાબતે આંદોલન ઘણું ઉગ્ર બની ચુક્યું છે. મંગળવારનાં રોજ વાવ, કાંટ, ધાનેરા,ભાભર,થરા સહિત કુલ 5 ગૌશાળાની કુલ 700 જેટલી ગાયો રોડ પર છોડી દેતાં અફરાતફરી મચી ગઈ હતી.

ગૌશાળા તેમજ પાંજરાપોળમાંથી પશુધનને છોડીને વિરોધ કરવામાં આવ્યો હતો. ગૌશાળા સંચાલકોની માંગ રહેલી છે કે, જ્યાં સુધી સરકાર મદદની માગણી ન સ્વીકારે ત્યાં સુધી ગૌધન હવે રોડ પર જ રહેશે. આવા સમયે પોલીસે સંચાલકોને સમજાવીને ગાયો પાછી ગૌશાળામાં મોકલી આપી હતી. ડીસામાં પોલીસ તથા સંચાલકોની વચ્ચે ચકમક ઝરી હતી. ડીસામાં લગભગ કુલ 200-250, વાવમાં કુલ 250, થરામાં કુલ 100, ભાભરમાં કુલ 50, ધાનેરામાં કુલ 100 ગાયોને છોડી મુકવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી ગૌશાળા તથા પાંજરાપોળનાં સંચાલકો સરકારની સામે મદદ માટે માંગણી કરી રહ્યા છે પણ આ મામલે હકારાત્મક પ્રતિકાર ન મળતાં હવે સંચાલકોએ આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. મંગળવારનાં રોજ બનાસકાંઠા જિલ્લામાં આવેલ ઘણી ગૌશાળાઓમાં પશુધન રોડ પર છોડી દેવામાં આવ્યુ છે. ડીસામાં આવેલ કાંટ પાંજરાપોળમાં ગાયો છોડવાનાં મુદ્દે પોલીસ-સંચાલકોની વચ્ચે બોલાચાલી થઇ હતી તથા ગાયો બહાર ન કાઢે તેની માટે કાંટ પાંજરાપોળમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

કાંકરેજમાં આવેલ ગૌશાળા તેમજ પાંજરાપોળનાં સંચાલકોને ગાયોનાં પાલન માટે સહાય પેકેજ ચુકવવામાં આવે એવી માંગણીની સાથે ગાયોને રોડ પર છોડી મુકવામાં આવી હતી.વાવ તાલુકાની યાત્રાધામ ઢીમામાં આવેલાં શ્રીરામ આશરા ધરણીધર ગૌશાળાની ગાયોને બપોરે છોડી દેવામાં આવી હતી ત્યારે રસ્તા પર ખુબ મોટી સંખ્યામાંગાયો આવતાંની સાથે જ વાહનચાલકોએ પણ ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી હતી.

ભાભરમાં આવેલ જલારામ ગૌશાળા દ્વારા ઘણી મોટી સંખ્યામાં ગૌવંશને રોડ પર છોડી દેવામાં આવ્યું હતું. ગૌશાળામાં કુલ 3 કરોડ જેટલું દેવુંમાં વધારો ગયેલ છે આવકનો સ્ત્રોત શૂન્ય થઈ જતાં આવક વગર ઘાસચારાનાં પૈસાની ચુકવણી કરવી મુશ્કેલ બનતાં મંગળવારનાં રોજ ગૌવંશને રોડ પર છોડી દેવામાં આવ્યો હતો. સરકારની પાસે સહાયની માંગણી કરવામાં આવી હતી.

જલારામ ગૌશાળાનાં ગૌશાળામાં સહાય બંધ થતાં કુલ 700 ગાયોને છોડી મુકી ટ્રસ્ટીઓ તથા સંચાલકોને પોલીસે સમજાવીને ગૌવંશને પાછું ગૌશાળામાં મોકલી દેવામાં આવ્યુ હતું. આ અંગે મહામંન્ડલેશ્વર શ્રી જાનકીદાસજી મહારાજે જણાવતાં કહ્યું હતું કે, સરકાર દ્વારા અમારી માંગણી પૂર્ણ ન કરવામાં આવે ત્યાં સુધી આ આંદોલન યથાવત જ રહેશે. જેથી અમારી માંગણી સત્વરે પૂર્ણ કરવામાં આવે એવું જણાવવામાં આવ્યું હતું.

ધાનેરા તાલુકામાં આવેલ થાવર ગામથી રાજસ્થાનનાં રાણીવાડા ગામ બાજુ જતા માર્ગ પર જીવાણા ગામ પાસે આવેલ જેતગીરીજી મહારાજ ગૌશાળાની આગળ મંગળવારનાં રોજ ધાનેરા તાલુકાનાં ગામડામાં ચાલતી ગૌશાળાનાં સંચાલકો એકત્ર થયા હતા. ગૌશાળાનાં નિભાવ માટે ગુજરાતની ભાજપ સરકાર સહાય કરે તેની માટે છેલ્લા ઘણા સમયથી ગૌશાળાનાં સંચાલકો ઘણાં કાર્યક્રમો રજૂ કરીને સરકારની સામે રજુઆત કરી રહ્યા છે.જો કે. રાજ્ય સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળતા સંચાલકોએ ગાયો રોડ પર છોડીને આંદોલનની સાથે ગુજરાત સરકારની વિરુદ્ધ રોષ પ્રગટ કરી ‘હાય હાય’ નાં નાદ કર્યા હતા. રોડ બંધ થઈ થતાં વાહનચાલકોને પણ કલાકો દૂધી ટ્રાફિકમાં ફસાવું પડ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post