જાણો શા માટે કરવી જોઈએ વાછરડીની સારસંભાળ, એવું તો શું મહત્વ રહ્યું છે…

Share post

ગૌશાળામાં ગાયો ભેંસોને દૂધ ઉત્પાદન હેતુ રાખવામાં આવે છે. ગૌશાળા અથવા ડેરી ફાર્મ ની મુખ્ય આવક દૂધ વેચાણ દ્વારા થતી હોય છે. દર વર્ષે 20 થી 30 ટકા ગાય ભેસનો વિવિધ કારણોસર ઘરમાંથી નિકાલ કરવો પડે છે. જેવા કે મોટી ઉમર, એક અથવા વધુ આચલની કાયમી ખરાબી, આર્થિક રીતે પરવડે નહીં તેવું દૂધ, ગંભીર ચેપી રોગો, કુટેવો વગેરે. આમ ધણી ની સંખ્યા જાળવી રાખવા નવા પશુઓ ૨૦થી ૩૦ ટકા પ્રતિવર્ષ ઉમેરવા પડે છે. આથી ભવિષ્યની ગાયો ભેસો બનાવવા વાછરડી અને પાડી નો ઉછેર કરવો આવશ્યક છે.

પ્રારંભિક સંભાળ
જન્મ પછી તૂરત જ તેમના નાક અને મોંઢામાંથી નીકળતા કોઇપણ શ્લેષ્મ કે કફને તાત્કાલિક દૂર કરો. સામાન્યપણે ગાય વાછરડાને જન્મ આપ્યા પછી તેને ચાટે છે. તેનાથી વાછરડાનું શરીર સૂકું થાય છે અને તેને શ્વાસ લેવામાં અને રૂધિરાભિસરણમાં મદદ મળે છે. જો ગાય વાછરડાને ચાટે નહીં કે પછી ઠંડું હવામાન હોય તો, વાછરડાને સૂકા લૂગડાં કે શણના કોથળાથી ઘસો અને સૂકું કરો. તેની છાતી પર હાથથી દાબ આપીને કૃત્રિમ શ્વાસોશ્વાસ પૂરું પાડો.

શરીરથી 2-5 સેમી દૂર નાળને કસીને બાંધો અને ત્યાંથી 1 સેમી નીચે કાપો અને ટિંક્ચર આયોડિન કે બોરિક એસિડ કે અન્ય કોઈ એન્ટીબાયોટિક લગાવો. ગમાણમાંથી ભીના પાથરણા દૂર કરો અને ગમાણ એકદમ સ્વચ્છ અને સૂકું રાખો. વાછરડાનું વજન નોંધવું જોઇએ. ગાયના આંચળ અને ડીંટડીઓ ધોવા માટે શક્ય હોય તો, ક્લોરિન સોલ્યુશન વાપરો અને સૂકા કરો. ગાયનું પહેલું દૂધ એટલે કે કોલોસ્ટ્રમ વાછરડાને ચુસવા દો. વાછરડું પ્રથમ કલાકમાં પોતાની જા ઉભું થશે અને દૂધ પીશે. વાછરડું નબળું હોય તો, તેને મદદ કરો.

વાછરડાનું પોષણ
નવજાત વાછરડાને અપાતો સૌ પ્રથમ અને સૌથી મહત્વનો ખોરાક કોલોસ્ટ્રમ છે. કોલોસ્ટ્રમ વાછરડાને જન્મ આપ્યા પછી લગભગ 3થી 7 દિવસ માતાના ધાવણમાં નીકળે છે. તે વાછરડાના પોષણ અને પ્રવાહી આહારનો પ્રાથમિક સ્રોત છે. તે આવશ્યક એન્ટીબોડીઝ પણ પૂરા પાડે છે, જે વાછરડાને તાત્કાલિકપણે ચેપી રોગો અને પોષણલક્ષી ઉણપો સામે લડવામાં મદદ કરે છે. તેથી ઉપલબ્ધ હોય તો, સતત પ્રથમ ત્રણ દિવસ વાછરડાને કોલોસ્ટ્રમ આપો.

જન્મ સમયે કોલોસ્ટ્રમના પોષણ ઉપરાંત, વાછરડાને જન્મ પછીના પ્રથમ 3થી 4 સપ્તાહ માટે દૂધ જરૂરી છે. ત્યાર બાદ તેઓ વનસ્પતિજન્ય સ્ટાર્ચ અને શર્કરા પચાવી શકે છે. દૂધનો વધુ આહાર પોષણયુક્ત છે, પરંતુ અનાજ ખવડાવવા કરતા વધારે મોંઘુ પડી શકે છે. તમામ પ્રવાહી ખોરાક ઓરડાના કે શરીરના તાપમાન જેટલા જ તાપમાને ખવડાવવા જોઇએ.વાછરડાને ખવડાવવા માટે ઉપયોગમાં લેવાતા તમામ વાસણો એકદમ સ્વચ્છ રાખો. સાધનોને ચોખ્ખા, સૂકાં સ્થળે રાખો.

પાણી મહત્વનું છે…
તમામ સમયે ચોખ્ખું, તાજુ પાણી ઉપલબ્ધ રાખો. વાછરડું એકસાથે પુષ્કળ પાણી પી ના જાય તે માટે પાણી અલગ વાસણોમાં અલગ સ્થળોએ રાખો.

વાછરડાને ખવડાવવાની રીતો
વાછરડાને ખવડાવવાની રીત તેને ઉછેરવા માટે વપરાતા આહારના પ્રકાર પર નિર્ભર છે. પરંપરાગત રીતે નીચેની રીતો અનુસરવામાં આવે છે: સંપૂર્ણ દૂધ પર ઉછેરવું, ક્રીમ વિનાના દૂધ પર ઉછેરવું, દૂધ સિવાયના અન્ય પ્રવાહી, જેવા કે છાશ, દહીંનો તાજો મીઠો નિતાર, રાબ, વગેરે પર ઉછેરવું, દૂધના વિકલ્પો પર ઉછેરવું, કાફ સ્ટાર્ટર્સ પર ઉછેરવું, ધાત્રી ગાયો પર ઉછેરવું…

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post