જાણો જગવિખ્યાત ચોટીલા મંદિરની સાથે જોડાયેલ દંતકથા અને રોચક ઇતિહાસ વિશે…

Share post

રાજ્યમાં આવેલ સુરેન્દ્રનગરમાં આવેલ ચોટીલા ગામમાં ચામુંડા માતાનું મંદિર આવેલું છે. આ મંદિરને સૌરાષ્ટ્રનું મુખ્ય પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. પાંચાળ પ્રદેશનાં રાજવીની દીકરી પાંચાળી એટલે કે, દ્રૌપદીનું પિયર પાંચાળ વિસ્તારનો મુખ્ય પ્રદેશ ચોટીલા છે.

કવિ ઝવેરચંદ મેઘાણીનો જન્મ પણ ચોટીલામાં જ થયો હતો. ચોટીલાના ડુંગર પર માતા ચામુંડા બિરાજમાન રહેલા છે. લાખો લોકો માતાજીના દર્શન કરવા માટે ચોટીલા આવે છે. ચોટીલા પંથકની ભૂમિમાં પ્રજાના વાણી વિચાર, મહેમાનગતિ, નીતિરીતિ, દિલેરી, બહાદુરી, સંત, સતી તથા શૂરા ભક્તોની ભવ્ય રૂડી ગાથા જોડાયેલ છે.

પાંચાળ પંથકમાં આવેલ ચોટીલાના ડુંગર પર ચામુંડા માતાજીનાં સ્થાનકે દેશ-વિદેશથી લાખો ભક્તો શ્રદ્ધા સાથે પગપાળા ચાલીને આવી માતાજીની સામે મસ્તક ઝુકાવે છે. કુલ 140 વર્ષથી ડુંગર પર ચામુંડા માતાજીની સેવા-પૂજા ગોસાઇ પરિવારના સભ્યો કરી રહ્યા છે.

ચોટીલા ડુંગર પર વર્ષમાં કુલ 3 નવરાત્રિ મહા ચૈત્ર અને આસો મહીનામાં માતાજીનાં ડુંગર પર ઉજવવામાં આવે છે. હાઇવે પર ધાર્મિક કુંભમેળો ભરાયો હોય તેવાં દ્રશ્યો જોવાં મળે છે. ખાસ કરીને તો આસો મહીનાની નવરાત્રિથી છેક દિવાળી સુધી ચાલે છે ત્યારે મોટી ઉંમરના લોકો પણ ડુંગર ચડી જટા હોય છે. એવી માતાજીની અસીમ કૃપા રહેલી છે.

ઘણા ભક્તો ખુલા પગે તો, અમુક આળોટતાં આળોટતાં અથવા તો દંડવત્ પ્રણામ કરતાં ડુંગરનાં કુલ 625 પગથિયાં ચડે છે. આવાં દ્રશ્યને જોઇ ભલભલા નાસ્તિક માણસ પણ આસ્તિક થઈ જાય છે. ડુંગરની તળેટીમાં ભોજનાલયમાં રોજ બપોરે લાપસી-દાળભાત-શાકનો પ્રસાદ તમામ ભક્તોને જમાડવામાં આવે છે.

લોકોનું માનવું છે કે, અગાઉનાં સમયમાં ડુંગર પર ભૃગુઋષિનો આશ્રમ હતો. ચોટીલાના પવિત્ર પુરુષ મનાતા કાઠી દરબાર સ્વ.સોમલાબાપુ ખાચર ચામુંડા માતાજીના પરમ ભક્ત હતા. સોમલાબાપુ ખાચર જ્યારે બહારગામ જતા હતા ત્યારે એમની સાથે ભાલું રાખતા હતા.

આ ભાલા પર માતા ચામુંડા ચકલીનું રૂપ ધારણ કરીને એમની રક્ષા કરતા હતાં. ચોટીલા માં ડુંગરની તળેટીમાં દુકાનોમાં ધાર્મિક કેસેટો-પ્રસાદ-ચૂંદડી-માતાજીના છત્ર-માનતા માટેનાં પારણાં- સ્ત્રી શણગાર- રમકડાં વગેરે વસ્તુ વેચવામાં આવે છે. ચોટીલા ચામુંડા માના દર્શન કરવા માટે લાખો ભાવિકો ઉમટી પડે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post