આ બાબતોનું ધ્યાન રાખવાથી ખુબ ઓછા ખર્ચે બટાકાની ખેતીમાં થશે મબલખ ઉત્પાદન – જાણો સંપૂર્ણ માહિતી

Share post

બીજા પાકોની માફક બટાકાની ખેતી પણ ખૂબ જ લાભદાયક હોય છે, બીજા પાકોની માફક ખેડૂતોને બટાકાની ખેતીમાં ખુબ ઓછો નફો મળતો હોય છે.આની  માટે વાવેતર કરતાં પહેલાં કેટલીક બાબતો પર વિશેષ કાળજી રાખવી ખુબ જરૂરી છે. જેનાં મારફતે ખેડૂતભાઈઓ વધુ કમાણી કરી શકે છે. તો ચાલો જાણીએ કે, બટાકાની ખેતી કરનાર ખેડૂતભાઈઓની પડતર ઓછી કરવા એટલે કે, ખર્ચ ઓછો કરવા માટે કઈ-કઈ બાબતોની કાળજી રાખવી ખુબ જરૂરી છે.

માટીની તપાસ :
બટાકાની ખેતીમાં સારું એવું ઉત્પાદન મેળવવાં માટે માટીનું પરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી હોય છે. એની ખેતી કરવાં માટે ચીકણી માટીમાં ઝીણી રેતી ધરાવતી જમીન શ્રેષ્ઠ માનવામાં આવે છે. આની ઉપરાંત માટીનો PH માપદંડ કુલ 6-8 વચ્ચે હોવો જોઈએ. એમાં પાણીના યોગ્ય નિકાલની સુવિધા હોવી જોઈએ. બટાકાનું વાવેતર કરતી વખતે એ જાણવું ખૂબ જરૂરી હોય છે કે, માટીનું સ્વાસ્થ્ય કેવું છે. એમાં જીવાંશનું પ્રમાણ કેટલુ રહેલું છે તે જાણવું પણ ખુબ જરૂરી છે.

ફાયદાઃ
માટીની તપાસ કર્યાં પછી બટાકાની ઉપજ મેળવવા માટે તમારે બિનજરૂરી ખાતર અથવા તો પોષક તત્વો નાંખવાની જરૂર નહીં પડે, જેને લીધે ખાતરને લગતા ખર્ચની પણ બચત થશે.

છાણીયા ખાતરનો ઉપયોગ :
સારૂ ઉત્પાદન મેળવવાં માટે ખેતરની તૈયારી કરતી વખતે જૈવિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. જૈવિક ખાતરમાં વર્મી કમ્પોસ્ટ, છાણીયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ.

લાભઃ
જૈવિક ખાતરનો ઉપયોગ કરવાથી બટાકાની ઉપજમાં લીલાપણુ રહેતુ નથી. એનાથી બટાકા મીઠા થતા નથી તેમજ કીટક-બીમારીઓ સામે લડવાની છોડની ક્ષમતામાં વધારો થાય છે.

રોગમુક્ત બિયારણ :
જો તમે ખેતરમાં કોઈપણ પ્રકારનું જોખમ ઉઠાવવા માંગતા ન હો તો રોગમુક્ત બિયારણોની પસંદગી કરવી જોઈએ. આની ઉપરાંત એવી કિસ્મોનું વાવેતર કરવું જોઈએ કે, જે આગોતરી તેમજ પાછોતરી સ્થિતિમાં ઝુલસા રોગ પ્રતિરોધક હોય. એનાથી કોઈપણ પ્રકારના જોખમ લેવાથી બચવું જોઈએ.

ફાયદા :
 રોગમુક્ત તથા રોગ પ્રતિકારક બિયારણની પસંદગી કરવાથી તમને કીટનાશક તથા દવાઓના વધુ પડતા ખર્ચમાં બચત કરી શકો છો.

બિયારણ તથા જમીન સંશોધન :
વાવેતર કરતી વખતે બીજ તથા જમીનનું સંશોધન કરી લેવું જોઈએ. એનાથી જીવાણુ તથા ફૂગનાશક દવાઓ મુક્તિ મળી જાય છે.

લાભઃ
બીજ તથા જમીન સંશોધનની જગ્યાએ છોડમાં કોઈપણ પ્રકારના જીવાણુ તથા વાયરસનો હુમલો થતો નથી. રાસાયણીક દવાઓની ઉપરાંત વધુ પડતો ખર્ચ બચાવી શકાય છે.

વાવેતરની યોગ્ય પદ્ધતિ :
બટાકા કુલ 25 મિમીથી લઈને કુલ 45 મિમીથી 45 મિમી લગાવવા જોઈએ.આ કદના બીજનું અંકુરણ ખુબ સારું હોય છે.

ફાયદા :
જેને કારણે પાક ઉત્પાદનમાં વધારાની સાથે જ આવકમાં પણ વધારો થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post