જાણો ગાંધારીએ કેવી રીતે એક સાથે આપ્યો હતો ૧૦૦ કૌરવો ને જન્મ ? મહાભારતની એક રહસ્યમય ગાથા..

Share post

આ ભારતનુ એક આ મહાન આ ગ્રંથ એ એટલે મહાભારત કે જેમા આ ઉલ્લેખ છે કે આ કૌરવ અને આ પાંડવોનો. અને આ ધર્મ યુદ્ધ જેવી લડાઈઓ ની સાથે સાથે આ ઘણા એવા પણ એક રહસ્યો એ જોડાયેલા છે કે જેના વિશે આ આજે પણ આમ તો ઘણા લોકો એ અજાણ છે. કૌરવો અને પાંડવો વચ્ચે થયેલા યુદ્ધ જેવી ઘણી બાબતો મહાભારતના ગ્રંથમાં દર્શાવેલી છે જેની પાછળ ઘણા રહસ્યો છુપાયેલા છે.જેના વિષે આજે પણ રહસ્ય બનેલો છે. તેવું જ એક રહસ્ય છે કૌરવો નો જન્મ. આ એક ચમત્કાર જ કહેવાય કે એક માતાએ એક સાથે ૧૦૦ પુત્રોને જન્મ આપ્યો.આના વિશે હજુ લોકો વધારે જાણતા નથી. સૌથી પહેલા તો તમને એ જણાવી દઈએ કે, ગાંધારી ના કુખે થી ૧૦૦ બાળકો નો જન્મ થવો એ કઈ પ્રાકૃતિક ઘટના નથી પરંતુ એ પ્રાચીન સમય નું એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે.

આની પહેલા અમે તમને કહીએ કે ગાંધારી એ ૧૦૦ પુત્રોને જન્મ કઈ રીતે આપ્યો તે પહેલા જાણી લઈએ કે ૧૦૦ કૌરવોને જન્મ આપનારી ગાંધારી કોણ હતી.ગાંધારી ગાંધાર દેશના રાજા ‘ સુબલ ‘ ની પુત્રી હતી . ગાંધાર દેશમાં જન્મ લેવાના કારણે તેનું નામ ગાંધારી પાડવામાં આવ્યું હતું . ગાંધાર આજે અફઘાનીસ્થાન નો એક ભાગ છે. જે આજ પણ ગાંધારના નામથી ઓળખાય છે . મહાભારતના સૌથીં ચર્ચિત પાત્ર શકુનિને તો જાણતા જ હશો . એ ગાંધારીના ભાઈ હતા . શકુની ગાંધારી ના લગ્ન પછી તેમની સાથે જ રહેવા લાગ્યા હતા .

અફઘાનીસ્થાન નો ગાંધાર દેશ

ગાંધારી ના લગ્ન હસ્તિનાપુર ના મહારાજા ધૃતરાષ્ટ્ર સાથે થયા હતા. જોકે, ધૂતરાષ્ટ્ જન્મ થીજ અંધ હતા એટ્લે ગાંધારી એ પણ જીવન ભર પોતાની આંખ પર પટ્ટી બાંધી રાખી . પોતાના પતિ ના કારણે જ ગાંધારી આજીવન એક અંધ વ્યક્તિ ની જેમ રહી . રાજા ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ના 100 પુત્ર થયા જેમને આજે આપણે કૌરવો ના નામ થી જાણીએ છીએ . પરંતુ આ 100 પુત્ર નો જન્મ ઇતિહાસ ની સૌથી વિચિત્ર ઘટના છે , જેના વિશે કદાચ તમને પણ ખબર નહીં હોય .

મહારાણી ગાંધારી ઘણી ધાર્મિક પ્રવૃત્તિ ની સ્ત્રી હતી . ગાંધારી ની સેવા થી પ્રસસન થઈ ને મહર્ષિ વેદ વ્યાસ એ એમને 100 પુત્ર થવા નો વરદાન આપ્યો હતો . મહર્ષિ વેદ વ્યાસ ના વરદાન મુજબ એ ગર્ભવતી થઈ . પરંતુ થોડાક દિવસ પછી એ ખબર પડી કે એમના ગર્ભ માં એક નહીં પરંતુ 100 બાળકો નું ગર્ભ છે . આના સિવાય જ્યાં સામાન્ય સ્ત્રી નું ગર્ભ 9 મહિના નું હોય છે ત્યાં જ ગાંધારી 2 વર્ષ સુધી ગર્ભવતી રહી . 24 મહિના પછી પણ જ્યારે ગાંધારી ને પ્રસૃતિ ના થઈ તો ગાંધારી એ આ ગર્ભ ને પાડવા નો નિશ્ચય કર્યો . ગાંધારી એ પોતાના બાળક નું ગર્ભપાત કરાવ્યુ તો એમાં થી લોખંડ ની જેમ એક માંસ નું એક પિંડ નિકળ્યું , જેને જોઈ ને ઘબરાઈ ગયાં .

માન્યતા છે કે આ આખી ઘટના ને એ વખતે મહર્ષિ વેદ વ્યાસ પણ જોઈ રહ્યા હતા . ગર્ભપાત ની વાત સાંભડતા જ એ હસ્તિનાપુર આવ્યા અને એમણે મહારાણી ના ગર્ભ થી નીકળેલા માંસ પિંડ પર એક વિશેષ પ્રકાર નું જળ નાખવા નું કહ્યું . માન્યતા પ્રમાણે પિંડ પર જળ નાખતા જ માંસ ના પિંડ ના 101 ટુકડા થઈ ગયાં . મહર્ષિ એ આના પછી ગાંધારી ને આ માંસ ના પિંડ ને ઘી થી ભરેલા 101 કુંડા માં નાખી ને 2 વર્ષ સુધી આમ જ મૂકી રાખવા કહ્યું .

બે વર્ષ પછી ગાંધારી એ ઘી ના કુંડો ને ખોલ્યું . કેહવા માં આવે છે કે ગાંધારી એ સૌથી પેહલા જે પિંડ ને ખોલ્યું એમાં થી દુર્યોધન નો જન્મ થયો . આવી જ રીતે ગાંધારી એ બધા પિંડો ને ખોલ્યું અને બધા માંથી એક પુત્ર નો જન્મ થયો , જેમાં થી એક પુત્રી હતી . પુત્રી નું નામ દુઃશલા હતું .

એવું કેહવા માં આવે છે કે જન્મ લીધા પછી તરત જ દુર્યોધન ગધેડા ની જેમ બોલવા લાગ્યો હતો . જેને જોઈ ને પંડિતો અને જ્યોતિષો એ કહ્યું કે આ બાળક કુળ નો નાશ કરી દેશે . જ્યોતિષો એ દુર્યોધન નો ત્યાગ કરવા માટે કહ્યું હતું , પરંતુ પુત્રમોહ ના કારણે ધૃતરાષ્ટ્ર આવું ના કરી શક્યા . આના પછી ની વાર્તા તો તમને ખબર જ છે કે કેવી રીતે 100 કૌરવો ને 5 પાંડવો ના હાથે મૃત્યુ પ્રાપ્ત થઈ .

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post