પાંચ લાખનું રોકાણ કરીને શરુ કરી માટી વગરની ખેતી, હાલમાં કરી રહ્યા છે કરોડોની કમાણી

Share post

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આમ છતાં હાલનાં યુવાનો ખેતીને પસંદ નથી કરતા. ગામડામાંથી પણ લોકો શહેર બાજુ વળવા લાગ્યા છે તથા ખેતીને છોડી રોજગાર અથવા તો ધંધા કરવા લાગ્યા છે પણ હજુ ઘણાં એવા લોકો છે કે, જેને ખેતીને જ રોજગાર બનાવ્યો તેમજ એમાંથી ખુબ જ નફો મેળવ્યો.ચેન્નાઈનાં રહેવાસી શ્રીરામ ગોપાલની કે જેમને માટીના ઉપયોગ વિનાની આ રીત એટલે હદે ગમી કે એને જીવન નિર્વાહ માટે આ પદ્ધતિને અપનાવી લીધી.

આ વ્યક્તિએ માટી વિનાની ખેતી માટે એક શરૂઆત કરી તેમજ એની વાર્ષિક આવક કુલ 2 કરોડ સુધી પહોચી ગયું છે.એમણે જણાવતાં કહ્યું હતું કે, આજથી અંદાજે કુલ 5  વર્ષ અગાઉ એમના એક દોસ્તએ એમને એક વિડીયો દેખાડ્યો હતો કે જેમાં માટી વિનાની ખેતીની પદ્ધતિ બતાવવામાં આવી હતી તેમજ ત્યાંથી પ્રેરણા લીધી હતી. આ પદ્ધતિમા ખેતરની જરૂરીયાત રહેતી નથી. આ માટી વિનાની ખેતીને ‘હાઈડ્રોપોનિકસ’ કહેવામાં આવે છે તથા આ ખેતીની શરૂઆત એમને પોતાના પિતાના કારખાનાથી કરી હતી.

શરૂઆત કરી ધાબા પરથી :
હાઈડ્રોપોનિકસની પદ્ધતિમાં હર્બ્સને ઉગાડવામાં આવે છે. એના છોડની માટે જરૂરી એવાં પોષકતત્વોને ફક્ત પાણીથી છોડનાં મૂળ સુધી પહોચાડવામાં આવે છે. આ છોડને કેટલીક ફ્રેમના ટેકે એક પાઈપમાં ઉગાડવામાં આવે છે. એના મુળિયાને પાઈપની અંદર પોષકતત્વોથી ભરેલ પાણીમાં મૂકી દેવામાં આવે છે તથા એમાં માટી ન હોવાને કારણે ધાબા પર વજન પણ વધતો નથી. એમાં એક જુદી રીતનો ઉપયોગ કરવામાં આવે છે. જેને કારણે ધાબામાં પણ કોઈજાતનો ફેરફાર કરવો પડતો નથી.

માત્ર 5 લાખ રૂપિયાથી શરુ કર્યો વેપાર:
શ્રીરામનાં જણાવ્યા મુજબ એમણે કુલ 5 લાખ રૂપિયામાં પોતાનાં મિત્રોની સાથે મળીને ફ્યુચર ફાર્મસની શરૂઆત કરી હતી. એમના પિતાની એક જુના કારખાનામાં અમુક જગ્યા પડી હતી. ત્યાં એમણે હાઈડ્રોપોનિકસ પદ્ધતિથી ખેતી કરવાનો વિચાર કર્યો હતો. એમનાં પિતાનાં કારખાનામાં ફોટા ફ્રેમ બનાવવામાં આવતી પણ હાલની ડીઝીટલ ફોટોગ્રાફી આવવાંથી ફેક્ટરી બંધ થઇ ગઈ હતી. આજની તારીખમાં એમની વાર્ષિક કમાણી કુલ 8 કરોડ રૂપિયા પહોચવાની એમને આશા રહેલી છે.

હાઈડ્રોપોનિકસ ને આપી રહ્યા છે પ્રોત્સાહન :
શ્રીરામનાં મત મુજબ આ ખેતીમાં કુલ 90% ઓછું પાણી વપરાય છે. હાલમાં એમની કંપની હાઈડ્રોપોનિકસનાં કીટ્સ બનાવી વેચે છે. આ કીટ્સની કિંમત 999 રૂપિયાથી શરુઆત કરવામાં આવી છે. અહિયાં ક્ષેત્રફળ પ્રમાણે હિસાબ કરીને એની કિંમત નક્કી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં માત્ર 1 એકરમાં ફીટ કરવાનો ખર્ચ 50 લાખ રૂપિયા થાય છે. જો ઘરમાં કુલ 80 સ્ક્વેર ફૂટમાં એનો ખર્ચ 50,000 રૂપિયા થાય છે. એમાં કુલ 160 છોડ ઉગાડી શકાય છે.

વાર્ષિક ૩૦૦% ના દરથી વધે :

શ્રીરામે વાત કરતાં જણાવ્યું કે, વર્ષ 2015-’16માં આ કંપનીનું ટનઓવર કુલ 38 લાખ રૂપિયા હતું. એમાં વાર્ષિક વધારો કરીને કુલ 2 કરોડ રૂપિયા સુધી કરવામાં આવે  છે. એમના મત પ્રમાણે આ આંકડો કુલ 300%  વાર્ષિક દરે વધે છે. હાલમાં એમનું ટનઓવર કુલ 2 કરોડ રૂપિયા હતો. હવે એમને આશા રહેલી છે કે, આ આવનાર વર્ષે ટનઓવર કુલ 6 કરોડ રૂપિયા સુધી પહોચી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post