જાણો કયા વિટામિનની ઉણપથી કયા-ક્યા રોગ થાય છે, જાણો સંપૂર્ણ માહિતી

Share post

વિટામિન A :-
વિટામિન-A એ આંખ માટે ખૂબ જરૂરી છે. આ વિટામીનની સૌથી વધારે પ્રમાણમાં જરૂર એ બાળકો અને ગર્ભવતી મહિલાને પડતી હોય છે. જો એમને પૂરતા પ્રમાણમાં વિટામિન-A ન મળે તો નવજાત શિશુનું ગર્ભમાં જ મૃત્યુ પણ થઈ શકે છે. સામાન્ય રીતે માનવજાતિમાં વિટામિન-A ની ઉણપથી આંખને લગતા વિવિધ રોગો થતા હોય છે. આ ઉપરાંત શરીરમાં ફેફસાં અને શ્વાસને લગતી બીમારી, સાયનસ, શરદી, તાવ, દાંત અને હાડકાં નબળાં પડવાં, વજન ઘટવું, કબજિયાત, ટીબી, જલોદર અને બહેરાશ જેવા અનેક રોગ આવી શકે છે. આ તમામ પ્રકારના રોગો ન થાય એ માટે વિટામીન-A મળી રહે એવા પોષકતત્વો વાળા આહાર લેવા જોઈએ. જેમ કે – પાલક, કોબીજ, મૂળાનાં પાંદડા, પપૈયા, ટામેટાં, ગાજર, કેરી, સીતાફળ, દૂધ, માખણ, ઘી, કેળાં અને લીંબુ, વગેરે લઈ શકાય છે.

વિટામિન B :-
વિટામિન B એ શરીર અને મસ્તિષ્કના હોર્મોન્સનું સંતુલન જાળવી રાખે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તથા હૃદયનું સ્વાસ્થ્ય સુધારે છે. વિટામિન- B ની ઉણપથી રક્તકણનું પ્રમાણ ઘટી જવાની ઘટના સૌથી વધારે બનતી હોય છે. હિમોગ્લોબીન કે રક્તકણોની ઉણપ વિટામિન B-12 ના અભાવના કારણે થતી હોય છે. જેમાં દર્દીની શારીરિક ક્ષમતા અને ચયાપચયની ક્રિયા પર વધારે અસર થાય છે. B-12 ની ઉણપ ન થવા દેવા માટે પાણીને ઉકાળીને કે ફિલ્ટર કરીને પીવું જોઈએ. શાકભાજી અને ફળોને પાણીથી ધોઈને ઉપયોગમાં લેવા અને દૂધ અને તેમાંથી બનતી બનાવટોનો ઉપયોગ વધારે કરવો. વિટામીન-B બટાકા, કેળાં, આખા ધાન, રાજમા, નટ્સ વગેરેમાંથી વધારે પ્રમાણમાં મળે છે.

વિટામિન D :-
શરીરમાં હાડકાં બનવામાં અને તેની જાળવણી કરવામાં મદદરૂપ થાય છે. આ સિવાય વિટામિન-D એ આંતરડાં અને હૃદય ઉપર પણ અસર કરે છે. તે શરીરમાં જુદાં જુદાં સ્વરૂપે કામ કરતા હોય છે. બધા જ પ્રકારના વિટામિનની સરખામણી કરીએ તો, ભારતમાં લોકોના શરીરમાં વિટામિન-D નું પ્રમાણ ખુબ જડપથી ઘટી રહ્યું છે. આમ થવાના કારણે હાડકાં નબળાં પડી જાય છે અને તૂટી પણ શકે છે. ઓસ્ટિઓમલેસિયા જેવા હાડકાંનાં રોગો પણ થઇ શકે છે. વિટામિન-D પ્રાપ્ત કરવાનો સૌથી સારો સ્ત્રોત સૂર્યકિરણો છે. આ સિવાય ગાજર, ટામેટાં, નારંગી, લીલા શાકભાજી, નારિયેળ, માખણ, પપૈયું, દહીં, ઘી, બીટ અને મૂળા વગેરેમાંથી પણ મળે છે.

વિટામિન E :-
વિટામિન-E એ લોહીમાં લાલ રક્તકણોને બનાવવાનું કામ કરે છે. આ વિટામિન એ શરીરમાં એન્ટિ-ઓક્સિડન્ટ તરીકે  કામ કરે છે. તે દરેક રંગને સક્રિય રાખવામાં મદદરૂપ બને છે. વિટામીન-E એ ફેટી એસિડને પણ સંતુલીત રાખી ત્વચાને સુંદર અને સારી રાખે છે. પ્રિમેચ્યોર નવજાત શિશુમાં વિટામિન-E ની ઉણપથી લોહી ઘટી જતું હોય છે. આમ થવાથી એનેમિયા થઈ શકે છે. બાળકો અને વૃદ્ધોને વિટામિન-E ના અભાવથી મોટે ભાગે મગજની નસો કે ન્યુરોલોજિકલ સમસ્યા થતી હોય છે. આમ થવાથી કોઈ પણ રોગનો ચેપ જલ્દી લાગી શકે છે. આ સિવાય કમળો, નપુંસકતા, ડાયાબિટીસ, વાળ ખરવા જેવી સમસ્યાઓં પણ થતી હોય છે. વિટામિન-E ઘઉં, જવ, ખજૂર, ચણા, લીલાં શાકભાજી, મલાઈ, માખણ, વનસ્પતિ તેલ, સન ફ્લાવર અને મકાઈના તેલ વગેરેમાંથી સારા પ્રમાણમાં મળે છે.

વિટામિન K :-
વિટામીન K એ શરીર માટે ખુબ અગત્યનું વિટામિન-K છે. આ વિટામિન શરીરમાં ગમે ત્યાં થતાં રક્ત સ્ત્રાવને અટકાવે છે. વિટામિન-K ની ઉણપથી લોહી પાતળું થવું, રક્ત સ્ત્રાવ થવો અને આંતરડા પર સોજો આવી જાય છે. તેના લીધે યકૃત બગડે, ક્ષયનો રોગ થાય, શરીરમાં ગાંઠ થઈ જતી હોય, ઓપરેશન પહેલાં અને પછી લોહીનો સ્ત્રાવ ન થાય અથવા તો ઓછો થાય એ માટે વિટામિન-K નો ઉપયોગ કરાવામાં આવે છે. વિટામિન-K પાલક, મૂળા, ગાજર, ઘઉં, સોયાબિનનું તેલ, દૂધ, લીલાં શાકભાજી, લીંબુ, ચોખાં, ઘી, સતરાં, વગેરે રસદાર ફળોમાંથી મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post