બારેમાસ લીલો ઘાસચારો મેળવવા કરો ‘ગજરાજ ઘાસ’ની ખેતી- જાણો વિગતવાર

Share post

હાલમાં ગામડાંમાં ઘણાં ખેડૂતો ખેતીની સાથે જ પશુપાલનનો વ્યવસાય પણ કરી રહ્યાં છે. પશુપાલનનાં વ્યવસાયમાંથી આવક તો બમણી મળે છે, પરંતુ આ વ્યવસાયમાં પશુની સારસંભાળ રાખવી એ ખુબ જ આવશ્યક બની રહે છે. હાલમાં અમે આપની માટે આવી જ એક જાણકારી લઈને આવ્યા છીએ.

પશુઓની માટે બારેય મહિના લીલો ઘાસચારો સારી રીતે મળી રહે એની માટે સમગ્ર વિશ્વમાં ઉગાડવામાં આવતાં ઘાસવર્ગનાં ‘ગજરાજ ઘાસ’નો ઉપયોગ કરવો જોઈએ. આ વધુ વર્ષીય ઘાસ હોવાથી સંપૂર્ણ વર્ષ દરમિયાન પોષણયુકત સ્વાદિષ્ટ લીલો ઘાસચારો પૂરો પાડે છે. આ ઘાસ મધ્યમ વરસાદ પડે છે ત્યાં તથા પિયત વિસ્તારમાં વધારે ઉત્પાદન આપે છે.

ગુજરાત રાજ્યમાં ઘાસનો વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે. તેનાં પીલા પણ ખૂબ જ ફેલાય છે. ઘાસની વૃદ્ધિ ચોમાસા તથા ઉનાળાની ઋતુમાં વધારે થાય છે પણ શિયાળાની ઋતુમાં ઠંડીને લીધે વિકાસ મંદ પડી જાય છે. આ ઘાસ સુંવાળા તથા નરમ હોવાંને કારણે ગાય-ભેંસ, ઘેટાં તેમજ બકરાં જેવા પશુ ખાવામાં પ્રથમ પસંદગી કરે છે.

આ ઘાસનો ઉપયોગ પશુનાં ઘાસચારાને માટે આપ બારેમાસ કરી શકો છો. આ ઘાસ બારેમાસ સુધી બગડી જવાનો ભય પણ રહેતો નથી. બારેમાસ લીલો ઘાસચારો મળવાને કારણે પશુપાલકોને પણ કોઈ જાતની મુશ્કેલી વેઠવી પડતી નથી. જો આપ પણ આવાં ઘાસચારાની ખેતી કરવાં માટે ઇચ્છા ધરાવો છો, તો આપને આ ઘાસનું વાવેતર કરવાં માટેનાં ચીપાં પણ અહી નીચે આપેલ માહિતી પરથી મળી જશે…

ગુજરાત રાજ્યમાં આવેલ આણંદ શહેરમાં સ્થિત આણંદ કૃષિ યુનિવર્સિટીમાં મુખ્ય ઘાસચારા સંશોધન કેન્દ્રમાં ફરજ બજાવતાં ડૉ. D.P. ગોહિલ, ડૉ.H. K. પટેલ અને શ્રી D.R. પઢેરીયા તેમજ વધુ માહિતી મેળવવી હોય તો  (02692) 264179 નંબર પર કોલ કરો.

ખાસ નોંધ :
ઘાસનાં ચીપાં લેવાં માટે અગાઉનાં દિવસે સંપર્ક કરવાં માટેનો સમય નીચે મુજબનો રહેલો છે.

સમય :
સવારનાં 8 વાગ્યાંથી લઈને સાંજનાં 5 વાગ્યાં સુધી કોલ કરી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post