લીલાં શાકભાજી ખરીદતી વખતે રાખો ખાસ ધ્યાન – આ રીતે ફેલાઈ રહી છે હ્રદયથી લઈને કીડની સુધીની ભયંકર બીમારીઓ

Share post

ડોક્ટર લીલા શાકભાજી ખાવાનો આગ્રહ તમામ લોકોને કરતા હોય છે પરંતુ હવે તો લીલા શાકભાજી ખાવાથી પણ હ્રદય તથા કિડનીની બીમારી થઇ શકે એવા તત્વો જોવા મળ્યા છે. ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના અહેવાલ મુજબ શાકભાજીમાં લીડ કેડમિયમ તથા હેવી મેટલ્સનુ પ્રમાણ વધારે હોવાનુ સામે આવ્યુ છે. સરેરાશ કુલ 9.21% શાકભાજીમાં હેવી મેટલ્સનું પ્રમાણ વધારે આવ્યુ છે.

સ્વસ્થ રહેવા તથા ઇમ્યુનિટીમાં વધારો કરવાં વધારવા માટે ડોક્ટર લીલા શાકભાજી ખાવાની સલાહ આપતા રહેતાં હોય છે પણ NGTના આદેશ પછી કરવામાં આવેલ અભ્યાસમાં ચોકાવનાર તારણો સામે આવી રહ્યાં છે. લીલા શાકભાજીમાં લીડ કેડમિયમ તથા હેવી મેટલ્સનુ પ્રમાણ વધારે હોવાનુ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડના અભ્યાસમા સામે આવ્યુ છે.

પાંદડાંવાળા, વેલી પર ઉગતી શાકભાજી તથા કંદમૂળના કુલ 3,323 નમુના લેવામાં આવ્યાં હતા. આ રીતે સમગ્ર વર્ષ અભ્યાસ કરવામાં આવ્યો તથા છેલ્લા 2 માસમાં એનો રિપોર્ટ તૈયાર કરાવવામાં આવ્યો. આ અભ્યાસમાં કુલ 9.21% શાકભાજી બિનઆરોગ્યપ્રદ જોવા મળ્યા હતાં. આ અભ્યાસમાં સૌથી ભયંકર પરીસ્થિતિ મધ્યપ્રદેશમાં હોવાનું સામે આવ્યુ છે.

મઘ્યપ્રદેશમાં શાકભાજીના કુલ 25%  નમુનામાં હેવી મેટલ્સનું ઊંચું પ્રમાણ જોવા મળ્યું છે. મધ્યપ્રદેશમાં ટામેટામાં નક્કી માત્રાથી કુલ 6 ગણુ જ્યારે ભીંડામાં કુલ 10 ગણું વધારે જોવા મળ્યું છે. છત્તીસગઢમાં કુલ 13.6% તથા બિહારમાં કુલ 10.6% શાકભાજીના નમૂના બિનઆરોગ્યપ્રદ જોવા મળ્યા હતાં. ગુજરાતમાં કુલ 8.7% જ્યારે ચંદીગઢમાં કુલ 8.2% શાકભાજી બિનઆરોગ્યપ્રદ હતા. આવાં પ્રકારના શાકભાજી ખાવાથી શરીરના બધાં ભાગોને નુકસાન થઇ શકે છે.

ડોક્ટરનું માનવામાં આવે તો આવાં પ્રકારના શાકભાજી ખાવાથી હાર્ટથી લઇને કીડનીને સૌથી વધારે જોખમ રહેલુ છે. ડાયાબીટીસમા પણ વધઘટ જોવા મળી શકે છે એટલે કે, શાકભાજીની ખરિદી કરતા પહેલા એની ગુણવત્તા તથા સુંગઘથી એની સાચી પરખ કરવી જોઇએ. હાલમાં શાકભાજી ઉગાડવા માટે કેમિકલયુક્ત ગંદા પાણીનો ઉપયોગ કરવામા આવે છે.

આની સાથે જ જંતુનાશકોના ઉપયોગથી શાકભાજીમાં હેવી મેટલ્સનુ પ્રમાણ વધ્યુ છે. કેગના અહેવાલના મત પ્રમાણે ગુજરાતમાં કુલ 40% પાણી કન્ટામિનેટેડ એટલે કે, દુષિત છે એટલે પાણીજન્ય રોગચાળો સહીતનો રોગ ફેલાઇ શકે છે. આ અભ્યાસને માટે કુલ 5 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો હતો. ફુડસેફ્ટીના મુખ્ય કાર્યકારી અધિકારી અરુણ સિંઘલે કેન્દ્રીય જળશક્તિ, પર્યાવરણ તથા કૃષિ મંત્રાલયને પત્ર લખીને આ દિશામાં યોગ્ય પગલાં લેવાની અપીલ કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post