પાકવીમો પરત મેળવવાં ખેડૂતોએ ખેતરમાં એવા બેનરો લગાવ્યાં કે મુખ્યમંત્રીને પરસેવો આવશે

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે વધુ પડતાં વરસાદને લીધે ઘણાં ખેડૂતોને ઘણું નુકશાન પણ વેઠવું પડ્યું છે. થોડાં દિવસ પહેલાં ખેડૂતોનો પાકવીમો સરકાર દ્વારા  ન અપાયો હોવાથી તમામ ખેડૂતોમાં રોષ ભરાયો હતો. હાલમાં જ આ ઘટનાને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.

અમરેલી જિલ્લામાં આવેલ લાઠી પંથકમાં ખેડૂતોએ પાકવીમા નાંમુદ્દે વિરોધ પણ નોંધાવ્યો છે. ખેડૂતોએ પોતાનાં ખેતરોમાં બેનરો લગાવીને પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે. આની સાથે જ સરકારની સામે સુત્રોચ્ચાર પણ કર્યા હતા. લાઠી તાલુકાનાં તમામ ખેડૂતોને પાકવીમો ન મળતા બેનરો લગાવીને સરકારની સામે વિરોધ પણ કર્યો છે. બેનરમાં લખવામાં આવ્યું છે –  ‘હિસાબ આપો અમે મુર્ખ નથી’.

અમરેલી જિલ્લામાં આવેલ લાઠી તાલુકાનાં ખેડૂતોને પાકવીમો ન મળતાં વિરોધ નોંધાવ્યો છે. ભાલવાવ, ઠાંસા, ધામેલ, હજીરાધાર તથા દામનગર સહિતનાં ઘણાં ગામોમાં ખેડૂતોએ પોતાનાં ખેતરોમાં બેનરો લગાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. આની સાથે જ ખેડૂતોએ પ્રશ્ન કર્યા હતાં, કે પાક વીમાનાં આંકડાઓ સંતાડીને સરકાર કેમ બેઠી રહેલી છે?

અમારા ખેતરોનો છેલ્લા કુલ 5 વર્ષનો વીમો લૂંટારૂઓ લૂંટી ગયા છે કે પછી સરકાર ખાઈ ગઈ છે?  આંકડાઓ અમને જોવાં દો, ગણવા દો અમે પણ મુર્ખ નથી તેવાં ઘણાં પ્રશ્ન કર્યા હતાં. અમરેલી જિલ્લાનાં ખેડૂત સમાજનાં પ્રમુખ નરેશ વિરાણી તથા તાલુકાનાં તમામ ખેડૂતોએ સરકારની સામે ઝુંબેશ ઉપાડી છે તથા સમગ્ર તાલુકામાં બેનરો લગાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post