રાજકોટમાં ભારે વરસાદને કારણે સર્જાઈ મોટી દુર્ઘટના- ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ જતા એકનું કરુણ મોત

હાલમાં સમગ્ર રાજયમાં મેઘરાજા ખુબ જ મહેરબાન થઈ ચુક્યા છે. ગઈકાલે સમગ્ર રાજ્યનાં ઘણાં ભાગોમાં વરસાદ આવવાથી ઘણી જગ્યાએ નદીમાં નવાં નીર આવ્યાં છે. તો ઘણી જગ્યાએ નદીઓમાં ઘોડાપુર પણ આવ્યાં છે. આવી સ્તીથીમાં હાલમાં જ વરસાદને કારણે ઘણી ઘટનાઓ સર્જાતી હોય છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ ગઈકાલે અતિભારે વરસાદ પડ્યો હતો. અતિભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં આવેલ જેતપુરમાં પેઢલાની નજીક એક કાર વરસાદનાં પાણીનાં ધસમસતા પ્રવાહમાં તણાઈ પણ ગઈ હતી. કારમાં સવાર એક વ્યક્તિનું ડૂબી જવાથી તેનું મોત પણ નિપજ્યું છે. સ્થાનિક તરવૈયાઓની સહાય લઈને રાત્રે જ રેસ્ક્યૂ કરીને કારને બહાર પણ કાઢવામાં આવી હતી.
ઢલાથી પાચપીપળાં તરફ જવાનાં રસ્તે પર ઘોડાપૂરનાં પાણી અચાનક જ આવી જતાં આ બનાવ બન્યો હતો. પાણીનાં ધસમસતા પ્રવાહમાં કાર પણ તણાઈ ગઈ હતી. નગરપાલિકાનાં તરવૈયા દ્વારા કાર તેમજ તણાયેલ વ્યક્તિનું પણ રેસ્ક્યુ કરીને બહાર કાઢવાનું કામ કરાયું હતું.
પેઢલાથી સરદારપુર તરફ જવાનાં રસ્તે પર પુરનું પાણી અચાનક જ આવી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. પાણીનાં ધસમસતા પ્રવાહમાં કાર પણ તણાઈ ગઈ હતી. આ કારમાં જેતપુરમાં રહેતા ચદ્રકાંત ભાઈ છાંટબારનું પાણીમાં ડૂબી જવાથી મોત પણ થયું છે. મોડી સાંજે સ્થાનિક લોકોએ તેમજ ક્રેન દ્વારા કાર તથા તણાયેલ વ્યક્તિનું રેસ્ક્યુ કરીને બહાર પણ કાઢવાનું કામ શરૂ કર્યું હતું.
અહી ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં કુલ 188 તાલુકામાં રાત્રીના 10 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે. જેમાંથી રાજકોટમાં આવેલ જેતપુર અને વિછીયા તાલુકામાં પણ રાત્રીનાં 10 વાગ્યા સુધીનાં કુલ બે જ કલાકમાં કુલ 3 ઈંચથી પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે. જેતપુરમાં પણ અતિભારે વરસાદને કારણે પાણી લોકોનાં ઘરમાં પણ ઘુસ્યા છે. માત્ર 3 જ કલાકમાં કુલ 4 ઈંચ કરતા પણ વધારે વરસાદ વરસી ચુક્યો છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…