વિદેશી ટેકનોલોજી આધારિત સૌપ્રથમ વખત આ પટેલ ખેડૂતભાઈએ શરુ કરી જમીન વિનાની ખેતી -જાણો કેવી રીતે? 

Share post

ગુજરાતમાં આવેલ મહેસાણામાંથી એક પટેલ ખેડૂતભાઈને લઈ એક જાણકારી સામે આવી રહી છે. મહેસાણામાં આવેલ વિજાપુર તાલુકાના સુંદરપુર ગામના ખેડૂત કાંતિભાઈ છગનભાઈ પટેલે જમીન વિનાની ખેતીની શરૂઆત કરી છે. જમીન વિનાની ખેતી પ્લાસ્ટીકની કુલ 8/10 ઈંચની બેગમાં માટીની જગ્યાએ નાળિયેરના છોતરા અથવા તો ભૂકકો ભરીને એમાં પાણી તથા વિદેશથી આયાત કરવામાં આવેલ ખાતર નાંખીને તેઓ કાકડીનો પાક લઈ રહ્યાં છે. વિદેશી ખાતર ખુબ મોંઘા હોય છે.

આ ખેતી ગ્રીન હાઉસમાં જ કરી શકાય છે. જેની માટે માત્ર 1 એકરમાં કુલ 34 લાખ રૂપિયાના ખર્ચે ગ્રીન હાઉસ તૈયાર કરવું પડે છે. આની સાથે જ માત્ર 1 એકરે આ જમીન વિનાની ખેતીનો ખર્ચ ખુબ ઊંચો આવે છે. કાકડીનું માત્ર 1 બી કુલ 8 રૂપિયાનું આવે છે. જયારે કુલ 90,000 રૂપિયાનું બિયારણ થાય છે. કુલ 50,000 રૂપિયા મજૂરી, કુલ 25,000 રૂપિયા દવા એમ મળીને ખુબ વધુ ખર્ચ આવે છે.

વિદેશથી આયાત થતું ખાતર કુલ 25 કિલો થેલા માટે કુલ 11,500 રૂપિયાનો ખર્ચ આવે છે. જેનું ઘણું ઊંચુ ખર્ચ આવે છે. કુલ 1.50 લાખ રૂપિયાની આવક કાકડીમાંથી થાય છે. જે ગુજરાતના ખેડૂતોને પોસાય એમ નથી. કુલ 35 ટન કાકડીનું ઉત્પાદન થાય છે તથા માત્ર 1 કિલોનો વેચાણ ભાવ કુલ 17 રૂપિયા જેવો મળે છે. સૌથી મોટો લાભ એ છે કે, ખરાબાની કે પડતર અથવા તો રણ વિસ્તારમાં આની ખેતી થઈ શકે છે.

કુલ 12 ટન નાળિયેરીના છોતરા તથા કુલ 70,000 વેલા કાકડીના તૈયાર કરેલાં છે. આમ સંપૂર્ણ ખેતી વિદેશી ટેકનોલોજી પર આધારિત છે. કારણ કે, એનું બિયારણ તથા ખાતર તો આ કંપનીના જ ખરીદવા પડે છે. જ્યાં પડતર જમીન પડેલી છે ત્યાં ગ્રીન હાઉસ તૈયાર કરીને બાદમાં ખેતી કરી શકાય એવી સંભાવના રહેલી છે. વધુ જાણકારી મેળવવાં માટે 9979 749403 આ નંબર પર સમ્પર્ક કરી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post