“પતિ બહાર ખેતી કરે અને પત્ની ઘરમાં કરે આ કામ” -કોણ છે આ મહિલા જેમણે ગામની બહેનોને ખેતી દ્વારા ચીંધી નવી રાહ

Share post

ભારતમાં ઘણા ખેડૂતો ખેતી કરીને લાખો રૂપિયાની આવક ઊભી કરી રહ્યા છે. મોટેભાગે તો પુરુષો જ ખેતી કરતાં હોય છે પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે, કે  મહિલા ખેતી કરે. “પતિ બહાર કામ કરે તથા પત્ની કરે ઘરે કામ” આ કહેવત હવે જૂના જમાનાની થઈ ગઈ છે. કહેવામાં આવે છે, કે ઘણા એવા કામ છે જે માત્ર પુરુષો જ કરી શકે છે પરંતુ હવે એવું નથી રહ્યું.

કેમ કે મહિલાઓ જ્યાં પુરુષો સાથે પાછળ ની ઊંડાઈ મારી શકે છે. તો ત્યાં જ અંતરિક્ષની ઊંચાઈઓમાં પણ પુરુષોથી કંઈ પાછળ નથી. મહિલા સશક્તિકરણનું આ ઉદાહરણ માત્ર શહેરો સુધી સિમિત ન રહેતા ગામડાઓમાં પણ પહોંચી ગયું છે. હાથમાં વેલણ પકડવાવાળી મહિલાઓ આજે કોદાળી તેમજ પાવડા લઈને ખેતરમાં જવાથી ભય અનુભવતી નથી.

પુરુષવાદી સમાજમાં કૃષિ ક્ષેત્રમાં પણ મહિલાઓ માત્ર આત્મનિર્ભર જ નથી બની પણ મહિલા સશક્તિકરણના નવા સોપાનો પણ બની રહી છે. આજે આપણે એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છે, કે જેમણે જૈવિક ખેતી દ્વારા ન માત્ર વિશ્વમાં નામ બનાવ્યું છે પરંતુ એવોર્ડ મેળવ્યા છે. આ મહિલાનું નામ લલીતા મુકાતિ છે.

મધ્ય પ્રદેશમાં આવેલ ધારના તાલુકામાં આવેલ નાના એવા ગામમાં જન્મેલ લલિતાએ હાલમાં  ખેતીમાં એવા મુકામ પર છે, જ્યાં ઘણા લોકો નથી પહોંચી શકતા. આજે જ્યારે ઘણા ખેડૂતો રાસાયણિક ખાતરનો પ્રયોગ કરીને વધુને વધુ ઉત્પાદન મેળવવા માટે તત્પર રહે છે. એવા સમયમાં એક મહિલા ખેડૂત લલીતા મુકાતિ માત્ર 36 એકર જમીનમાં ચીકુ, સીતાફળ તેમજ કપાસનો ઉછેર કરી રેકોર્ડબ્રેક ઉત્પાદન કરીને પોતાની સાથે નાના એવા ગામ બોલાયને પણ દિલ્હી સુધી ઓળખ અપાવી છે.

જો બધું જ બરાબર રહેશે તો તે પોતાના ખેતરમાં ઉગાડેલ ફળોની સીધી જ વિદેશમાં નિકાસ પણ કરી શકશે. એટલું જ નહીં તેઓ ગામની બીજી મહિલાઓને પણ જૈવિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેના માતા-પિતા પણ ખેડૂત હતા પણ તેઓ પોતાની દીકરીને ખેતી કરવાને બદલે હંમેશા ભણવા માટે પ્રોત્સાહિત કરતાં. માત્ર 19 વર્ષની ઉંમરમાં જ્યારે તેના લગ્ન સુરેશચંદ્ર મુકાતી સાથે થયા ત્યારે નારી શિક્ષણના હિમાયતી તેમના સસરાએ પણ લલીતાને આગળ ભણવા માટે પ્રોત્સાહિત કર્યા.

આમ, પ્રોત્સાહન મળવાને લીધે એમને ઓપન યુનિવર્સિટી દ્વારા BA ની ડિગ્રી પણ પ્રાપ્ત થઈ. આર્ટસ ગ્રેજ્યુએશનની ડિગ્રી એગ્રીકલ્ચરમાં ખાસ કામ આવે એમ હતી નહીં પરંતુ લલીતા એને ખોટું સાબિત કરી બતાવ્યું. આજે લલીતા એવોર્ડ વિનર ઓર્ગેનિક ખેડૂત છે. તે ઉપરાંત કુલ 21 મહિલાઓની ટીમ બનાવીને પેસ્ટિસાઈડ્ઝ મુક્ત ખેતી કરી રહી છે.

આ ક્રમ પ્રમાણે તેમણે બળવાની જિલ્લાના આવેલ બોલાય ગામની પોતાની માત્ર 36 એકર જમીનને પેસ્ટીસાઈડ મુક્ત કરી દીધી છે. જ્યારે ઓર્ગેનિક પાકનું વાવેતર પણ કરે. લલિતાએ ઓર્ગેનિક ખેતીમાં એમના માત્ર 25 વર્ષે સુરેશચંદ્રની મદદ કરવા માટે શરૂઆત કરી હતી. લલિતાના પતિએ ખેતીમાં MSC કર્યું હતું. તેમાં તેમને ટ્રેનિંગ અને બીજા કારણોસર બહાર જવું પડતું.

એવા સમયમાં ખેતી પર ધ્યાન આપી ન શકતા હોવાને કારણે ખૂબ નુકસાન પણ થયું. આ દરમ્યાન ખેતરોમાં મજૂરો કોઈ હતું નહીં એટલે એમણે એવો નિર્ણય લીધો કે પોતે ખેતરમાં જશે તેમજ ખેતી કામમાં પતિને મદદ કરશે એટલે લલિતાએ બાળકો મોટા થઇ ગયા બાદ વર્ષ 2010માં પતિની સાથે ખેતી શીખવા લાગ્યા.

ઘરેથી ખેતર સુધી પહોંચવા માટે એમણે પહેલા સ્કુટી શીખી. ત્યારબાદ ધીમેધીમે તમામ યંત્રો ચલાવવાની શરૂઆત કરી. તેઓ ટ્રેક્ટર ચલાવવાનું શીખ્યા. લલિતાના માત્ર 8 વર્ષના સતત પ્રયત્નથી પરિણામ એ આવ્યું કે મધ્યપ્રદેશ ‘સ્ટેટ ઓર્ગેનિક સર્ટિફિકેશન એજન્સી’ એ એમના ખેતરને ‘ઓર્ગેનિક સ્કોપ સર્ટિફિકેટ’ આપ્યું.

લલીતા પોતાના ખેતરમા વર્મિકમ્પોસ્ટમાં બદલાય છે. સર્વશ્રેષ્ઠ જિલ્લા ખેડૂત પુરસ્કાર તેમજ સર્વશ્રેષ્ઠ ખેડૂત મળેલ એવોર્ડથી સન્માનિત થયેલ લલિતાને મુખ્યમંત્રી ખેડૂત યોજના કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2014માં લલીતા તેમજ તેમના પતિની સાથે તેઓને જર્મની તેમજ ઈટલી જેવા દેશોમાં ફરવાની તક પણ મળી.

ખેતીમાં ઓછા રોકાણ તથા વધુ ઉપજની રીત જાણવા માટે એમણે જર્મની તથા ઇટલીના હાઇટેક ઓર્ગેનિક ખેતરમાં જવાની તક પણ મળી. આની સાથે જ કેન્દ્ર સરકારે પણ એમને દેશની એ કુલ 114 મહિલા ખેડૂતોમાં સામેલ કર્યા છે, કે જેમણે ભારતની ખેતીને ખૂબ જ સારું એવું યોગદાન આપ્યું છે. એમને પ્રધાનમંત્રી એવોર્ડથી સન્માન પણ કરવામાં આવ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post