મેકઅપ વગર લાગો ખૂબસૂરત- બસ માત્ર કરવું પડશે આ કામ

Share post

સૌંદર્ય નિખારવા માટે આજના ફેશન યુગમાં માનવી અલગ-અલગ નુસખા અપનાવતા હોય છે. બ્યુટીપાર્લરમાં વિશિષ્ટ ટ્રીટમેન્ટ લીધા બાદ પણ ઘણી વખત સુંદરતા પ્રાપ્ત કરી શકતા નથી .એવું જરૂરી નથી કે મેકપ દ્વારા જ માનવી સુંદર દેખાય છે .કુદરતી રીતે પણ સૌંદર્ય મેળવી શકાય છે. ઘરમાં રહેલા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરીને ચહેરાને ચમકીલો બનાવી શકાય છે .જોકે આ માટે ત્વચાને પ્રકારો જાણવા જરૂરી છે સામાન્ય રીતે ત્વચા તૈલીય, રૂક્ષ અને સામાન્ય હોય છે તેથી ત્વચાના પ્રકાર ને જાણીને ઘરગથ્થુ સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરો.

રુક્ષ ત્વચા :
રૂક્ષ ત્વચા માટે કીલજર તરીકે દૂધ ઉત્તમ ઉપાય છે .ઠંડા દૂધમાં રૂનું પૂમડું ભીંજવી ચહેરા, હાથ તેમજ ગરદન પર ફેરવવું .થોડીવાર રહીને સુકાઈ જાય પછી તેને લૂછી નાખોવું.જો ત્વચા પરની ગંદકી સાફ થઈ જશે અને ત્વચા મુલાયમ થશે .એક બોટલ ગ્લિસરીન માં એક લીંબુનો રસ અને થોડું ગુલાબજળ ઉમેરી મોઈશ્ચરાઈઝર બનાવો સાબુથી ચહેરો ધોયા બાદ આ મિશ્રણને ચહેરા પર લગાવવું.

ફેસપેક :
ચારોળીને કાચા દૂધમાં બે કલાક ભિંજવી રાખીને પેસ્ટ બનાવી .આ પેસ્ટને ચહેરા પર 20 મિનિટ સુધી લગાડી રાખવું. સુકાઈ જાય બાદ હુંફાળા પાણીથી ધોઈ નાખવું. 1 ચમચો અડદ દાળ માં 4-બદામ ભેળવી તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી રાખવું.સુકાઈ જાય બાદ ચહેરો ધોઈ નાખો.

સામાન્ય ત્વચા:
સામાન્ય ત્વચાને મોટેભાગે વિશેષ દેખાડવાની જરૂર પડતી નથી .પરંતુ થોડો ઘરગથ્થુ નુસખા અપનાવીને વાન નિખારી શકાય છે .ચહેરો, ગરદન અને હાથ પર રોજ સવારે અને રાતના દૂધથી ત્વચા સાફ કરવી .ગુલાબ જળમાં થોડું કેસર અને બદામ નો અર્થ ભેળવી મિશ્રણ બનાવવું. ચહેરો તથા શરીરના ખુલ્લા અંગ પર લગાડવાથી ત્વચા સ્વચ્છ થશે .તેમજ વાન પણ નીખરશે. ફેસપેક મધ તથા સંતરાના રસમાં મુલતાની માટી તેમજ ગુલાબજળ ભેળવી ચહેરા પર લગાડવું .સુકાય જાય બાદ ધોઈ નાખવું ત્વચા ચમકીલી થશે .ચહેરા તથા ત્વચાની ટોનિગ માટે સંતરાની છાલને સુકવી તેને વાટી સામાન્ય ફેસપેક સાથે ભેળવીને ચહેરા પર લગાડવું

તેલી ત્વચા:
ખીરા ના રસ અને ગુલાબજળ ભેળવી ચહેરા તથા શરીરના ખુલ્લા ભાગ ઉપર લગાડવું. થુલામાં છાશ અથવા ખીરાનો રસ ભેળવી ચહેરા પર લગાડવાથી ત્વચા સ્વચ્છ થાય છે. કાળી પડેલી કોણી પર મીઠાના જેતૂનનું તેલ ભેળવી લગાડવાથી ફાયદો થાય છે.

ફાટેલા હોઠ :
2 ચમચા ગ્લિસરીન માં થોડા ટીપા લીંબુનો રસ ભેળવી રાતના લગાડીને સૂઈ જવું .આ ઉપરાંત રાતના હોઠ પર મલાઈ અથવા ઘી લગાડવાથી પણ હોઠ મુલાયમ થાય છ.

હાથની દેખભાળ:
હાથને કોમળ બનાવવા માટે એક ચમચી સાકરમાં છ-સાત ટીપા વેજીટેબલ ઓઈલ ભેળવી હાથ પર મસાજ કરવો. મલાઇમાં ચપટી હળદર અને લીંબુ મેળવી હાથ પર લગાડી સુકાઈ જાય બાદ હુંફાળા પાણીથી ધોઈ નાખવું.

પગલી દેખ ભાળ :
પગની મુલાયમ બનાવવા બદામના તેલથી માલિશ કરવું. સરવના દાણાને ભીંજવી વાટી પેસ્ટ બનાવી તેમાં થોડું દહીં ભેળવી હાથ-પગ પર લગાડવું .રાતના સૂતા પહેલાં હૂંફાળા પાણીમાં પગ થોડી વારડુબાડી રાખવા .ત્યારબાદ બરાબર કોરા કરી તેના પર પેટ્રોલિયમ જેલી અથવા વેક્સ લગાડી મોજાપહેરી લેવા .એડીની ત્વચા ગઈ હશે તો રાહત થશે.

આમ ઘરમાં રહેલી નાની-નાની વસ્તુઓનો ઉપયોગ કરીને પણ ચહેરો હાથ-પગ માં સુંદરતા લાવી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post