આ પટેલ મહિલા ખેડૂતે ખેતીમાં કરેલી અથાગ મહેનત લાવી રંગ, ટામેટા અને ભીંડાની ખેતીમાંથી કરી એટલી કમાણી કે…

Share post

એક કહેવત છે કે, કરતાં આવડે તો ખેતી નહીંતર ફજેતી. આ કહેવતને અજરપુરાની મહિલા ખેડૂતે સાર્થક કરી બતાવી છે. સરકારના ‘આત્મા પ્રોજેક્ટ’ અંતર્ગત જીવામૃતનો ઉપયોગ કરીને કુલ 11 વીઘા જમીનમાં ટામેટાં તથા ભીંડાની ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવ્યું છે. ગુજરાતનાં આણંદ જિલ્લામાં આવેલ અજરપુરા ગામના રેખાબેન પટેલે ફક્ત 11 ધોરણ સુધીનો અભ્યાસ કરી ખેતીને પોતાના જીવનમાં અપનાવી લીધી છે.

તેઓને ખેતીમાં કંઈક નવું કરવાનો શોખ હતો પણ યોગ્ય જાણકારી ન હોવાને લીધે એ કંઈ નવું કરી શક્યા નહીં પણ ‘આત્મા પ્રોજેક્ટ’માં જોડાયા પછી એમનું સ્વપ્ન પૂર્ણ થઈ ગયું છે. રેખાબેન પટેલને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતાં ‘આત્મા પ્રોજેક્ટ’ વિશે જાણકારી મળતાં આણંદમાં આવેલ આત્મા પ્રોજેક્ટની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં ‘આત્મા પ્રોજેક્ટ’ કઈ રીતે કામગીરી કરે છે તથા ખેડૂતોને કેવા પ્રકારની સહાય આપવામાં આવે છે. એ અંગેની જાણકારી મેળવી એમાં જોડાવવાનું નક્કી કર્યું.

ત્યારબાદ ઘણીવાર ‘આત્મા પ્રોજેક્ટ’ દ્વારા યોજવામાં આવતા સેમિનારોમાં જતા હતાં. આમ આ સેમિનારોમાં પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન મળતું તથા એમાંથી એમણે ખેતરમાં પણ પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર આવ્યો પણ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવી એ એમની માટે નવું હતું. જેને કારણે શરૂઆતમાં 1 વીઘામાં ટામેટા તથા 1 વિઘામાં ભીંડાનું વાવેતર શરૂ કર્યું હતું તેમજ એમાં જરૂર પ્રમાણે જીવામૃતનો પણ ઉપયોગ કર્યો હતો.

પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થયેલ ભીંડા તથા ટામેટા શરૂઆતમાં સ્થાનિક બજારમાં વેચવાની શરૂઆત કરી હતી. પ્રાથમિક ધોરણે સફળતા મળતાં છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક પદ્ધતિ દ્વારા 11 વીઘામાં ટામેટા તથા ભીંડાનું વાવેતર શરૂ કર્યુ છે. જેને લીધે મારા ખેતરમાં પાક પણ સારો થયો. હાલમાં રેખાબેનના ખેતરના ટામેટાં તથા ભીંડા ફક્ત સ્થાનિક બજારમાં જ નહીં પણ આણંદ, વિદ્યાનગર, નડિયાદ તથા અમદાવાદના માર્કેટમાં પણ મોકલે છે.

જેને લીધે મારી આવકમાં પણ વધારો થયો હતો. આની સાથે જ ખેતીમાં કંઈક નવું કરવાનું સપનું ‘આત્મા પ્રોજેક્ટ’ દ્વારા સાકાર થયું છે.  અહીં ઉલ્લેખનીય છે કે, ભારતીય સંસ્કૃતિમાં નારીને સન્માનીય સ્થાને અંકિત કરવામાં આવી છે. પ્રાચીન કાળથી માનવીના સાંસ્કૃતિક તથા સામાજિક વિકાસમાં સ્ત્રીઓનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. કીટનાશક ઉપયોગી ન નીવડતા જીવામૃતનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

આ અંગે રેખાબેન પટેલે જણાવતાં કહ્યું હતું કે, ખેતીમાં પહેલેથી જ કંઈક નવું કરવાનો શોખ હતો. જેને લીધે સતત વિચાર આવતો રહેતો કે, એવું તો શું કરી શકાય કે, જેને લીધે પાક પણ સારો થાય. આની સાથે જ આવકમાં પણ વધારો થાય પણ તે સમયે ખેતીમાં શું નવીનતા લાવી શકાય તે અંગે વિચાર આવ્યો નહી. પરંપરાગત ચાલી આવતી ખેતી ચાલુ રાખીને સારો પાક થાય એની આશાએ કીટનાશકનો છંટકાવ પણ કર્યો એમ છતા સંતોષકારક પરિણામ મળ્યું નહી પણ નિષ્ણાંત ખેડૂતોએ આપેલ સલાહ પ્રમાણે જીવામૃતનો ઉપયોગ કરીને વધારે ઉત્પાદન અને આવક મેળવવામાં સફળ રહી તેનો મને ખૂબ આનંદ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post