ઓર્ગેનિક પદ્ધતિથી ભીંડાની ખેતી કરીને ડીસાના આ ખેડૂતભાઈ દર મહીને કરી રહ્યાં છે એટલી કમાણી કે…

ગુજરાતમાં આવેલ બનાસકાંઠામાંથી એક સફળ ખેડૂતની કહાની સામે આવી રહી છે. બનાસકાંઠામાં આવેલ ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં રહેતાં ઠાકોર બાબુજી લક્ષ્મણજીના ફાર્મમાં કુલ 1.25 વીઘામાં આ ઓર્ગેનિક ભીંડાનું વાવેતર કરવામાં આવ્યું છે. જોરાપુરા ગામનાં ખેડૂત બાબુજી લક્ષ્મણજીની મુલાકાત લેતા જણાવતાં કહ્યું હતું કે, મારા મિત્ર જીતુભાઈ વૈદના માર્ગદર્શનથી મેં પહેલાં પણ કુલ ૩ વિઘા જમીનમાં દેશી ખાતરનાં ઉપયોગથી બટાટાની ખેતી કરવામાં આવી હતી.
આ બટાટાની ખેતીમાં સફળતા મળતા આ સિઝનમાં દેશી ખાતર એટલે કે ઓર્ગેનિક પદ્ધતિથી ભીંડાનું વાવેતર કરવામાં આવ્યું છે. આની પહેલાં પણ ઓર્ગેનિક બટાટાનું ઉત્પાદન સારું થતાં તથા ઉચ્ચ ક્વોલિટીનું નીકળતા ગ્રાહકોએ ખૂબ પસંદ કરેલ તથા અન્ય શાકભાજી ઓર્ગેનિક પદ્ધતિથી વાવવાની માંગણી કરેલું. જેને કારણે આ સિઝનમાં ભીંડાનું વાવેતર કરવામાં આવ્યું છે.
હાલમાં આ ભીંડા માત્ર 2 મહિનામાં અંદાજે 1 લાખ રૂપિયા કરતા પણ વધુ આવક મેળવી લીધી છે તથા હજુ કુલ 1 લાખ રૂપિયાની આવક મળવાની શક્યતા રહેલી છે. આ ભીંડાના વાવેતરમાં મને માત્ર 10,000 રૂપિયા જેવો નહીંવત્ ખર્ચ આવ્યો છે. આ ખેતી સામાન્ય રાસાયણિક ખેતીથી પાકતા ભીંડાની ઉપજથી પણ વધુ ઉપજ આપી રહ્યા છે તથા ઉત્તમ ક્વોલિટી અને દેશી ખાતરથી પકવેલ ભીંડા હાલમાં બજારમાં કુલ 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જાય છે.
અમારા ફાર્મની મુલાકાત લેવા માટે આસપાસનાં ગામના ખેડૂતો આવે છે. ભીંડાની વાવણી કરતા પહેલાં ધનજીવા મૃત એટલે કે, દેશી ગાયનું છાણ, ગોળ, ગૌમૂત્રમાંથી બનાવવામાં આવેલ દેશી પદ્ધતિનું ખાતર જે ખેતરમાં વાવણી પહેલાં જમીનના પાયામાં નાખવામાં આવે છે. ત્યારપછી ભીંડાની રોપણી કરવામાં આવે છે.
ભીંડાનો છોડ તૈયાર થતાં જોવામૃત એટલે કે, દેશી ગાયનું તાજું છાણ, મૂત્ર, ગોળ, અથવા તો શેરડીના ટુકડા તથા કોઈપણ કઠોળનો લોટ ભેળવીને બનાવવામાં આવતા ખાતરથી ખેતરમાં છોડને પિયતમાં આપવામાં આવે છે. પાકમાં કોઈપણ જાતનો રોગ ન આવે તેની માટે દેશી ગાયની ખાટી છાશ તથા લીંબોળીનું તેલ ભેળવીને છોડ પર છાંટવાથી જંતુનાશકનું કામ કરે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…