વૈજ્ઞાનિક પદ્ધતિથી ભીંડાની સારામાં સારી ખેતી કેવી રીતે કરવી? -જાણો અહીં

Share post

ભારત દેશમાં ખાસ કરીને તો ગુજરાત રાજ્યમાં વિવિધ પાકોની સાથે જ વિવિધ ફળો તેમજ શાકભાજીની પણ ખેતી કરવામાં આવે છે. હાલમાં અમે આજે આપની માટે ઘણાં લોકોને ભીંડાનું શાક પસંદ હોય છે. હાલમાં આ શાકભાજીનું વાવેતર કેવી રીતે કરવું એની સંપૂર્ણ જાણકારી લઈને આવ્યાં છીએ.

ભીંડો એ શાકભાજીનો ચોમાસુ તથા ઉનાળુ ઋતુમાં થતો મહત્વનો પાક છે. ભીંડાની લીલી કુમળી શિંગોનો ઉપયોગ શાકભાજી તરીકે કરવામાં આવે છે. ભીંડામાંથી વિટામિન A, B તથા C  અને પ્રોટીન તેમજ રેસાઓ પણ સારી માત્રામાં મળી રહે છે. આની ઉપરાંત એમાંથી લોહ તથા આયોડિન જેવાં તત્વો પણ મળતાં હોવાથી ભીંડો સ્વાસ્થ્યની માટે ઘણા ગુણકારી ગણાય છે.

રાજ્યમાં ભીંડાનું વાવેતર મુખ્યત્વે સુરત, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, નવસારી, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર તથા અમદાવાદ જિલ્લામાં ઘણાં ઓછી માત્રામાં કરવામાં આવે છે. ભીંડો એ સ્થાનિક બજાર તથા નિકાસની માટે પણ મહત્વનો પાક હોવાંથી તેનું વધારેમાં વધારે ઉત્પાદન મળી શકે એ માટે એની ખેતી પદ્ધતિ તથા પાક સંરક્ષણ માટેની જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે.

આબોહવા :
ભીંડો એ ગરમ ઋતુનો પાક હોવાંને કારણે એનું વાવેતર ચોમાસા તથા ઉનાળાની ઋતુ દરમ્યાન કરવામાં આવે છે. આ પાકને ગરમ ભેજવાળી આબોહવા વધારે માફક આવે છે પણ વધુ પડતી ઠંડીમાં આ પાક થઈ શકતો નથી.

જમીન :
ભીંડાનો પાક સામાન્ય રીતે તમામ પ્રકારની જમીનમાં લઈ શકાય એમ છતાં પણ નિતારવાળી ભરભરી ગોરાડુ, બેસર તેમજ મધ્યમ કાળી જમીન વધારે માફક આવે છે. વધુ પડતી કાળી જમીનમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ભરાઈ રહેતું હોય એવી જમીનમાં પાક લેવો હિતાવહ નથી પણ આવી જમીનમાં ઉનાળા દરમિયાન આ પાક સારી રીતે લઈ શકાય છે.

જમીનની તૈયારી :
પહેલાંનો પાક પૂર્ણ થયા પછી સારી રીતે ખેડ કરીને અગાઉનાં પાકનાં જડીયા વીણી ખેતરને બરાબર સાફ કરી દેવું. જમીન કરબ તેમજ સમાર મારી ભરભરી બનાવીને તૈયાર કરવી જોઈએ. આવી તૈયાર કરેલ જમીનમાં હળ દ્વારા ચાસ ખોલીને છાણિયું ખાતર તથા પાયામાં આપવાનાં થતાં રાસાયણિક ખાતરો આપવાં.

વાવણીનો સમય :
ચોમાસાની ઋતુમાં આ પાકની વાવણી જૂન-જુલાઈ મહિનામાં કરવામાં આવે છે. જ્યારે ઉનાળાની ઋતુમાં એની વાવણી જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવે છે.

ભીંડાની જાત :

ગુજરાત સંકર ભીડા 1 :
આ જાતનું ઉત્પાદન તેમજ ગુણવત્તા બીજી જાતો કરતાં સારી જણાઈ આવે છે. આ જાત પીળી નસનાં રોગની સામે મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવે છે. આ જાતની શીંગો કુમળી મધ્યમ લંબાઈની આકર્ષક ઘેરા લીલા રંગની હોય છે. પરભણી ક્રાંતિ કરતાં આ જાત કુલ 30-35% વધારે ઉત્પાન આપે છે.

ગુજરાત ભીંડા 2 :
આ જાત ચોમાસું તથા ઉનાળુ એમ બંને ઋતુમાં વાવેતરની માટે અનુકૂળતા ધરાવે છે. આ જાતની શીંગો લાંબી, લીલી, કુમળી તથા આકર્ષક હોય છે. જેથી બજારમાં ભાવ સારો એવો મળે છે. આ જાત પરભણી ક્રાંતિ કરતાં કુલ 30% જેટલું વધુ ઉત્પાદન આપે છે. આ જાત પીળી નસનાં રોગની સામે મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવે છે. આ જાત સુધારેલ પ્રકારની હોવાંને કારણે એનુ બીજ બીજા વર્ષે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

પરભણી ક્રાંતિ :
આ જાત ભીંડાની પીળી નસનાં રોગની સામે મધ્યમ પ્રતિકારકતા ધરાવે છે. ગુજરાતમાં આ જાત ખુબ જ જાણીતી થયેલ છે. આ જાતની શીંગો મધ્ય લંબાઈની કુમળી તથા ઘણી આકર્ષક હોય છે.

આણંદ ભીંડા 5 :

આ જાતની શીંગો લાંબી તથા કુમળી આકર્ષક રંગની તંદુરસ્ત હોય છે. પીળી નસનાં રોગની સામે આ જાત પ્રતિકારકતા ધરાવે છે. અંદાજે કુલ 12,000 કિગ્રા/હેકટર ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. આ જાત ખૂબ જ ઊંચી ગુણવત્તા ધરાવે છે.

અન્ય :
આની ઉપરાંત પ્રાઈવેટ કંપનીની આપણા ઝોન માટે ભલામણ કરેલ જાતોમાં માયકો-10, વર્ષા ઉપહાર, અર્ક અનામિકા વગેરે જાણીતી જાતોની વાવણી કરવામાં આવે છે.

વાવણી પદ્ધતિ અને બીજ દર :
ભીંડાની વાવણી થાણીને અથવા ઓરીને કરવામાં આવે છે. સંકર જાતોનું બીજ સુધારેલ જાત કરતાં વધુ મોંઘા હોવાંને કારણે એનું વાવેતર હંમેશા જાણીને તથા તમામ થાણે કુલ 2-3 બીજ મૂકીને કરવું જોઈએ. જેને કારણે હેકટરે બીજનો ઉપયોગ ઓછામાં ઓછા કરીને બીજ પાછળનો ખર્ચ પણ ઘણો ઘટાડી શકાય છે.

ભીંડાની વાવણી ચોમાસુ પાક તરીકે કુલ 60 સેમી x 30 સેમીનાં અંતરે કરવામાં આવે છે તેમજ ઉનાળુ ઋતુને માટે કુલ 45 સેમી x 30 સેમીનાં અંતરે કરવામાં આવે છે. સંશોઘનનાં પરિણામો ઉપરથી જણાઈ આવે છે, કે મધ્ય ગુજરાતમાં આવેલ વિસ્તારોમાં કુલ 45 સેમી x 20 સેમી, ઉત્તર ગુજરાતમાં આવેલ વિસ્તારમાં કુલ 30 સેમી x 25 સેમીનું અંતર રાખીને વાવણી કરવાંથી વધારેમાં વધારે ઉત્પાદન પણ મેળવી શકાય છે.

બિયારણનાં દરનો આધાર વાવેતર અંતર તેમજ પદ્ધતિ પર રહેલો છે. સામાન્ય રીતે થાણીને કુલ 4-6 કિગ્રા તથા ઓરીને કુલ 8-10 કિગ્રા બિયારણની હેકટરે જરૂર રહેતી હોય છે.

ખાતર :
જમીન ખેડતી વખતે કુલ 10-12 ટન છાણિયું ખાતર પ્રતિ હેકટરે આપવું જોઈએ. ત્યારપછી પાયાનાં ખાતર તરીકે નાઈટ્રોજન, ફોસ્ફરસ તથા પોટાશ ખાતર દરેક કુલ 50 કિગ્રા મુજબ હેકટરે ચાસમાં આપવાં. પૂર્તિ ખાતર તરીકે હેકટરે કુલ 50 કિગ્રા નાઈટ્રોજન ભીંડામાં ફૂલ આવે ત્યારે આપવું જોઈએ.

સંશોધનનાં પરિણામો પરથી જાણવા મળ્યું છે, કે દક્ષિણ ગુજરાતમાં ભીંડાનાં પાકને પાયાનાં ખાતર તરીકે કુલ 75 કિગ્રા નાઈટ્રોજન, કુલ 50 કિ.ગ્રા. ફોસ્ફરસ તેમજ કુલ 50 કિગ્રા પોટાશ ખાતર પ્રતિ હેકટરે આપવાં જોઈએ. પૂર્તિ ખાતર તરીકે કુલ 75 કિગ્રા નાઈટ્રોજન પ્રતિ હેકટરે વાવણી કર્યા પછી કુલ 45 દિવસે આપવું જોઈએ. તે જ મુજબ મધ્ય ગુજરાત વિસ્તારમાં ગુજરાત સંકર ભીંડા- 1નું વાવેતર કરવામાં આવે તો એમાં કુલ 150 કિગ્રા નાઈટ્રોજન પ્રતિ હેકટરે આપવાંથી વધારેમાં વધારે  ઉત્પાદન મેળવી શકાય છે.

પિયત :
ચોમાસામાં વરસાદની સ્થિતિ તથા જમીનની જાતને ધ્યાનમાં રાખીને જરૂર મુજબ જ પિયત આપવું જોઈએ. ઉનાળામાં ભીંડાની જાત જમીનની પ્રત તથા પાકની અવસ્થાને ધ્યાનમાં લઈને કુલ 8-10 દિવસનું અંતર રાખીને પિયત આપવું જોઈએ. ભીંડામાં શીંગની વીણી ચાલુ હોય ત્યારે પિયતની ખેંચ ન વર્તાય એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. વધારેમાં આ પાકને ઉનાળા દરમ્યાન ટપક સિંચાઈ પદ્ધતિથી પિયત આપવામાં આવે તો પાણીનો ઘણો બચાવ કરી શકાય છે તથા વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

નીંદણ નિયંત્રણ :
પાક આવવાંની શરૂઆતની અવસ્થાએ કરબથી કુલ 2-3 આંતરખેડ કરવી. જરૂર મુજબ હાથથી દૂર કરીને પાક નીંદણ મુક્ત રાખવો જોઈએ. જે વિસ્તારમાં મજૂરોની અછત રહેલી હોય ત્યાં નીંદણનાશક દવાને પણ ઉપયોગમાં લઈ શકાય છે. મધ્ય ગુજરાત વિસ્તારમાં ભીંડાનાં પાકને નીંદણ મુક્ત રાખવાં માટે વાવણી કર્યા પછીનાં ત્રીજા તેમજ છઠ્ઠા સપ્તાહમાં પાકને નીંદણ મુક્ત રાખવાથી વધારેમાં વધારે લાભ થાય છે.

જો મજૂરોની રહેલી અછત હોય તો પેન્ડીમિથાલીન તેમજ ફલુકલોરાલિન કુલ 1 કિ.ગ્રા. નીંદણનાશક દવા પ્રતિ હેકટરે વાવણી પછી તરત જ છંટકાવ કરવો જોઈએ. કુલ 45 દિવસ પછી હાથ વડે નીંદામણ કરવાંથી ઘણો લાભ મેળવી શકાય છે.

ભીંડાની વીણી :
વાવણી પછી કુલ દોઢ બે મહીને ભીંડાનો પાક ઉતારવાની શરૂઆત થાય છે. પહેલાં વીણી કર્યા બાદ કુલ 2-3 દિવસનું અંતર રાખીને લીલી કુમળી શીંગો નિયમિત રીતે ઉતારતા રહેવું જોઈએ. મોડું વીણી કરવાંથી શીંગોમાં રેસાનું પ્રમાણ ઘણું વધી જાય છે તેમજ બજારનાં ભાવ પણ ઘણાં ઓછા મળે છે.

કુલ 2 માસ સુધી વીણી ચાલુ રાખવામાં આવે તો અંદાજે કુલ 20-25 વીણી મળે છે. કીટનાશક દવાનો છંટકાવ કર્યાં પછી ઓછામાં ઓછા કુલ 3-4 દિવસ પછી જ વણી કરવી જોઈએ નહીં તો માનવીનાં સ્વાસ્થ્યને ઘણું હાનિકારક નીવડે છે એટલે કે વીણી કર્યા પછી તરત જ જંતુનાશક દવાનો છંટકાવ આ વાતને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. બજારમાં લઈ જતાં અગાઉ રોગવાળી તથા જીવાતની નુકસાન પામેલ શીંગોને દૂર કરવાં. ત્યારપછી ગ્રેડિંગ કરીને બજારમાં વ્યવસ્થિત પેકિંગ કરીને વેચાણ માટે લઈ જવી જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post