કોરોના વચ્ચે ગુજરાતમાં ફોડવાના નહિ પરંતુ ખાવાના ફટાકડા મળી રહ્યા છે, જાણો વિગતવાર

Share post

દિવાળીના તહેવાર પર નાના બાળકો થી લઇ વૃધો સુધીના તમામ સૌ કોઈ ફટાકડા ફોડી દિવાળીના તહેવારનો આનંદ લેતા હોય છે. પરંતુ જો કોઈ તમને એમ કહે કે શું તમે રોકેટ અને સૂતળી બોમ્બ ખાશો? ત્યારે તમને એમ લાગશે કે, આ વ્યક્તિ આપણી સાથે મજાક કરે છે. પરંતુ જો રાજકોટમાં તમને આવું કોઇ પૂછે, તો તરત જ હા પાડી દેજો. કારણ કે રાજકોટમાં યુવતીઓએ ફટાકડાના નામની ચોકલેટ બનાવી છે.

દિવાળીના તહેવારને બસ હવે દસ દિવસ કરતા પણ ઓછો સમય બચ્યો છે. ત્યારે રાજકોટ જીલ્લાના સદર બજારમાં આવેલા ફટાકડા માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, વેપારીઓ આશા રાખી રહ્યા છે કે, દિવાળીના અગાઉના દિવસોમાં કરોડો રૂપિયાના ફટાકડાનું વેચાણ ચોક્કસ થશે.

કારણકે સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વેપારીઓ ફટાકડાની ખરીદી એ રાજકોટમાંથી જ કરતા હોય છે. તો બીજી તરફ રાજકોટની એક યુવતીએ ચોકલેટ  ફટાકડા બનાવ્યા છે. જેમાં શંભુ રોકેટ ચોકલેટ, ભિતિયા બોમ્બ ચોકલેટ, રોકેટ ચોકલેટ, ચકરી ચોકલેટ સહિતની નતનવી વેરાયટીઓં બનાવી છે.

ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં ફટાકડા ચોકલેટ બનાવનાર ખુશીબેને જણાવ્યું હતું કે, મારો પરિવાર છેલ્લા ચારેક વર્ષથી મુખવાસ અને હોમમેડ ચોકલેટ બનાવવાના વ્યવસાય સાથે સંળાયેલા છીએ. તેથી દર વર્ષે ચોકલેટમાં કંઇકને કંઇક વેરાયટી અમે લાવતા જ હોઈએ છીએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે કોરોનાના કારણે બાળકો આ વખતે ફટાકડા ઓછા ફોડવાના છે. ત્યારે બાળકો ફટાકડા રૂપી ચોકલેટ તો ખાઇ જ શકે. તે માટે ફટાકડા જેવી જ દેખાતી ચોકલેટ અમે બનાવી છે.તેમણે આગળ વધુમાં કહ્યું કે, બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ને ફટાકડા ચોકલેટમાં ડાર્ક ચોકલેટ તેમજ ડ્રાય ફ્રુટ ખુબ વધારે પ્રમાણમાં નાખવામાં આવ્યા છે.

આ વર્ષે કોરોના મહામારીના કારણે પ્રદૂષણ ફેલાવતા ફટાકડાનું વેચાણ ખુબ ઓછુ થતું જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ રાજકોટના નવલ નગર વિસ્તારમાં રહેતી ખુશી નામની યુવતીએ આપત્તિને અવસરમાં ફેરવવા માટે ચોકલેટ ફટાકડા બનવ્યા હતા અને  તેનું પણ વેચાણ શરૂ કરી દીધું છે. અને ખુબ સારી એવી કમાણી પણ કરી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post