સરકારની આ યોજના હેઠળ ગુજરાતના આ જીલ્લાના ખેડૂતોને આપવામાં આવી 208 કરોડ રૂપિયાની સહાય, જાણો તમારું તો નામ નથી ને!

Share post

આ વર્ષે  ચોમાસા દરમિયાન સુકા મુલક કચ્છમાં કુલ 270% નો ઐતિહાસીક વરસાદ નોંધાયો હતો. જેને લીધે કચ્છના ખેડૂતોના મોટાભાગનો બધો પાક નિષ્ફળ ગયો હતો. સરકાર દ્વારા ખેડૂતો માટે સહાયની જાહેરાત કરવામાં આવી હતી. સર્વે કર્યાં પછી 1 ઓકટોબરથી 30 ઓકટોબર સુધી ઓનલાઈન પોર્ટલ દ્વારા કચ્છના કુલ 1.53 લાખ જેટલા ખેડૂતો દ્વારા પાક નુકશાનીના વળતર માટે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી.

કુલ 2 હેકટરની મર્યાદામાં કુલ 20,000 રૂપિયાની સહાય ખેડૂતોને મળવા પાત્ર હતી. અરજીઓ થયા પછી DBTના માધ્યમથી સરકાર દ્વારા કચ્છના કુલ 1.25 લાખ ખેડૂતોના ખાતામાં કુલ 208 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યાં છે. આ અંગે ખેતીવાડી અધિકારીએ કહ્યું હતું કે, બાકી રહેતાં ખેડૂતોના એકાઉન્ટ નંબરમાં વિસંગતતા જોવા મળી છે. દેના બેંક, બેન્ક ઓફ બરોડામાં મર્જ થયા પછી હવે એકાઉન્ટ નંબર બદલાઇ ગયા છે.

બેન્ક તેમજ ખેડૂતો પાસેથી નવા એકાઉન્ટ નંબર મેળવવાની કામગીરી ચાલી રહી છે. આગામી ટુંક સમયમાં બાકી રહેતાં તમામ ખેડૂતોના ખાતામાં DBT દ્વારા સહાયની રકમ જમા કરાવી દેવામાં આવશે. CM વિજય રૂપાણી દ્વારા ખેડૂતો માટે ‘મુખ્યમંત્રી કિસાન સહાય’ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. તેઓએ કહ્યું હતુ કે, આ યોજનામાં પાક વીમામાં ફેરફાર છે.

પાક વીમામાં જે પ્રીમિયમ ભરે એને જ લાગુ પડતી હતી પણ કિસાન સહાય યોજનામાં રાજ્યના બધાં જ ખેડૂતોને આવરી લેવામાં આવશે. પ્રીમિયમ ભરવાનું છે જ નહિ. ખરીફ પાકમાં તકલીફ પડશે એને યોજનાનો લોભ મળશે. આ યોજનામાં આદિવાસી ખેડૂતનો પણ લાભ મળશે. આ યોજનામાં અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ તથા માવઠાની નુકસાનીને આવરી લેવામાં આવ્યું છે. નાના મોટા બ્ફ્હા જ ખેડૂતોને યોજનામાં આવરી લેવામાં અવ્યા છે. મહત્તમ કુલ 4 હેક્ટર સુધીની સહાય ચૂકવવામાં આવશે. કુલ 60% સુધીનું નુકસાન હશે તો હેક્ટરદીઠ કુલ 20,000 રૂપિયા ચૂકવવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post